શું તમે સાંભળ્યુ આયુષ્યમાન ખુરાનાએ માં પર બનાવેલુ આ સુંદર સોન્ગ? જો ‘ના’ તો જોઇ લો આ વિડીયો

આજે ૧૦ મે, ૨૦૨૦ રવિવાર છે એટલે કે વર્ષ ૨૦૨૦નો ‘મધર્સ ડે’. આ દિવસને આખા વિશ્વમાં ‘મધર્સ ડે’ તરીકે ખબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. ત્યારે બોલીવુડના કેટલાક સ્ટાર્સ પણ પોતાની માતાઓ માટે કઈક ખાસ હંમેશા કરતા રહે છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે ત્યારે પણ બોલીવુડ સેલેબ્સ પોતપોતાની રીતે આ વર્ષે પણ ‘મધર્સ ડે’ની ઉજવણી કરવા માટે કઈક નવું જ કરતા રહે છે.

image source

હવે અમે આપને બોલીવુડના સેલેબ્રિટી આયુષ્યમાન ખુરાના પોતાના મિત્રો સાથે મળીને ‘મધર્સ ડે’ના દિવસે એક ગીતને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલીઝ કરવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

દર વર્ષે મે મહિનાના બીજા રવિવારના દિવસે આખી દુનિયાની માતાઓને નામ હોય છે. દુનિયાના બધા બાળકો પોતાની માતાઓ પર પ્રેમનો વરસાદ કરે છે. પરંતુ પ્રસિદ્ધ અભિનેતા આયુષ્યમાન ખુરાના કહે છે કે, માં વગર જિંદગીનો દરેક દિવસ અધુરો જ છે અને વર્ષના બધા જ દિવસ ‘મધર્સ ડે’ હોવા જોઈએ.

image source

આયુષ્યમાન ખુરાના આ વર્ષે એક ખાસ ગીત રવિવારના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યું છે.

image source

આયુષ્યમાન ખુરાના કહે છે કે, ‘માતૃત્વ ની ભાવનાએ મને હંમેશા આશ્ચર્યચકિત કર્યો છે અને મેં હંમેશા ધ્યાન રાખનાર, પાલન પોષણ કરનાર શક્તિની પ્રશંસા કરતા સમ્માન પૂર્વક ગીતો ગાતો રહીશ.’

image source

આના સિવાય આયુષ્યમાન ખુરાના પોતાના મિત્ર અને સંગીતકાર રોચક કોહલીની સાથે મળીને એક ખાસ ગીત પર કામ કરી રહ્યા છે એટલું જ નહી રોચક કોહલી તેમની સાથે મળીને દિલને અડી જતું આ ગીતને પોતાનો અવાજ પણ આપ્યો છે. રોચક કોહલી અને આયુષ્યમાન ખુરાનાએ અવાજ આપેલ ગીતને ગુરપ્રીત સૈનીએ લખ્યું છે. આ ગીત માતાને સમર્પિત કરતા લખવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ