આયુર્વેદમાં દર્શાવેલી આ વસ્તુઓ શિયાળામાં ખાવાથી શરીર રહેશે ફીટ

આયુર્વેદમાં દર્શાવેલી આ વસ્તુઓ શિયાળામાં ખાવાથી શરીર રહેશે ફીટ

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. તાપમાનનો પારો ધીરે ધીરે ગગડી રહ્યો છે. આ સમયમાં શરદી, ખાંસી, તાવ જેવી તકલીફો થતી રહે છે. તેવામાં બીમારીથી બચવા માટે ખાણીપીણીની આદત અને દિનચર્યામાં પણ ફેરફાર કરવો જરૂરી છે. શિયાળામાં સામાન્ય બીમારીથી બચવા માટે ખોરાકમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો સ્વાસ્થ્ય ટનાટન રહે છે. કઈ કઈ છે આ વસ્તુઓ ચાલો જાણી લો.

બાજરો

image source

બાજરો એક એવું અનાજ છે જે ખનીજ તત્વ અને ફાયબરનો સમૃદ્ધ સ્ત્રોત છે. શિયાળામાં બાજરાના રોટલા ખાવાથી શરીર નિરોગી રહે છે. સાંધાના દુખાવાને પણ બાજરો મટાડે છે. બાજરો મેગ્નેશિયમથી ભરપૂર અનાજ છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં પોટેશિયમ હોય છે જે રક્ત નળીઓને પાતળી કરે છે જેથી રક્ત સરળતાથી પ્રવાહિત થતું રહે.

ગોળ અને ઘી

image source

ગોળ અને ઘીનું સંયોજન સાઈનસને દૂર કરે છે અને ઠંડીને રોકે છે. બપોર અને રાત્રિના ભોજન પછી ગોળમાં એક ચમચી ઘી ઉમેરી અને ખાવું જોઈએ. બાજરાના રોટલા સાથે પણ ગોળ અને ઘી ખાઈ શકો છો. ગોળ રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને શરીરને અંદરથી ગરમી આપે છે. ગોળ ઘી ખાવાથી પાચન સુધરે છે અને કબજિયાત જેવી પેટની તકલીફો દૂર થાય છે. ગોળ ઘીનું સંયોજન શરદી, ઉધરસને પણ મટાડે છે.

મકાઈ

image source

મકાઈ પણ પોષણ સંબંધી અનાજ છે. મકાઈનો લોટ પણ ઘઉંના લોટની જેમ ગ્લૂટન ફ્રી હોય છે. તેમાં બી કોમ્પ્લેક્ષ હોય છે. તે તમારી ત્વચા, વાળ, હૃદય અને મગજ અને પાચન માટે પણ લાભકારી છે. મકાઈની રોટલી વિટામિન એ, સી, કે, બીટા કેરોટીન અને સેલેનિયમનો સારો સ્ત્રોત છે.

આદુ

image source

રોજિંદા આહારમાં આદુનો ઉપયોગ કરવાથી નાનીમોટી બીમારીઓથી સરળતાથી બચી શકાય છે. શિયાળામાં કોઈપણ રીતે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણાં ફાયદા થાય છે. તે શરીરને અંદરથી ગરમ રાખે છે અને પાચન સુધારે છે.

તલ

image source

તમે જોયું હશે કે શિયાળામાં ઠંડી શરૂ થાય કે તુરંત જ તલની ચીકી, સાની વગેરે બજારમાં મળતા થઈ જાય છે. ઠંડીમાં તલ ખાવાથી શરીરને શક્તિ મળે છે. આ ઉપરાંત તલના તેલની માલિશ કરવાથી પણ શરદી, કફથી બચી શકાય છે. તલમાં અનેક પોષક તત્વો હોય છે જેવા કે પ્રોટીન, કેલ્શિયમ, બી કોમ્પ્લેક્સ અને કાર્બોહાઇડ્રેટ. આ વસ્તુઓ તલના સેવનને સ્વાસ્થ્ય માટે લાભકારી બનાવે છે.

કુલ્થી દાળ

image source

કુલ્થીની દાળ કિડનીની પથરીને રોકવામાં મદદ કરે છે. ઉપરાંત ત્વચા અને મસ્તિષ્કને શિયાળા દરમિયાન સારી રીતે હાઈડ્રેટેડ અને પોષિત રાખવામાં મદદ કરે છે. આ દાળ અને ભાત સાથે ખાઈ શકો છો. આ દાળ અને ભાતનું સેવન કરો ત્યારે તેમાં ઘી જરૂરથી ઉમેરવું. આ મિશ્રણ સ્વાદિષ્ટ હોવાથી સાથે શિયાળામાં સ્વાસ્થ્યને તાજુંમાજું રાખશે. આ તમામ વસ્તુઓ શિયાળામાં સ્વાસ્થ્ય સુધારે છે પરંતુ તે તમામને યોગ્ય પ્રમાણમાં લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ