આજની પોઝિટિવ સ્ટોરીઃ કોરોના સામેની લડતમાં આયુર્વેદની વધી રહી છે સફળતા, વાત છે વૈદ્યરાજ ડો. ભવદીપ ગણાત્રા અને તેમની ટીમની

કોરોના સામેની લડતમાં આયુર્વેદની સફળતા વધી રહી છે, વાત વૈદ્યરાજ ડો. ભવદીપ ગણાત્રા અને તેમની ટીમની પ્રતિબદ્ધતાની…

આજે વાત કરવી છે વૈદ્યરાજ ભવદીપ ગણાત્રાની. તેઓ સજ્જ અને પ્રતિબદ્ધ વૈદ્યરાજ છે. અમદાવાદ અને ગુજરાતમાં કોરોના દર્દીઓને આયુર્વેદનો મોટો ફાયદો થઈ રહ્યો છે. જે કામ કેરલ રાજ્યમાં થયું તે ગુજરાતમાં પહેલાં જ થઈ શક્યું હોત, પણ દેર આએ દુરસ્ત આયે. આયુર્વેદમાં શ્વાસ-ફેફસાંના રોગોને નિયંત્રિત કરવાની અને મટાડવાની મોટી શક્તિ છે, જે સાબિત થઈ રહ્યું છે. સમરસ હોસ્ટેલમાં રખાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ પર આયુર્વેદનો સફળ પ્રયોગ થઈ ચૂક્યો છે. 213માંથી 203 દર્દીઓ માત્ર સાત દિવસમાં જ અહીં આયુર્વેદની મદદથી નેગેટિવ થઈ ગયા હતા.

અમદાવાદની પાદરમાં, એસજી રોડ પર આવેલી SGVP HOLISTIC HOSPITAL (નિરમા યુનિવર્સિટીની બરાબર સામે)માં ડો. ભવદીપ ગણાત્રા કોરોનાની સારવારમાં ફરજનિષ્ઠ છે.

સારી બાબત એ છે કે સરકારમાં કોવિડ -19 ના દર્દીઓમાં આયુર્વેદની દવાના ક્લિનિકલ ટ્રાયલ તરીકે ખૂબ જ પ્રોત્સાહક સંશોધન કાર્ય ચાલી રહ્યું છે. એસ.જી.વી. મેડિકલ હોસ્પિટલ (જૂની વી.એસ. હોસ્પિટલ), અમદાવાદમાં ભવદીપભાઈ આ પ્રોજેક્ટના co PRINCIPAL INVESTIGATOR સહયોગી પ્રિન્સિપલ ઇન્વેસ્ટર છે. તેઓ કોરોના સામે આયુર્વેદનો ઉપયોગ અંગે ચાલી રહેલા સંશોધનના સંદર્ભમમાં એસવીપી (પાલડી) સાથે અને કોરોના સારવારના સંદર્ભમાં એસજીવીપી સાથે સંકળાયેલા છે. એક જ જેવાં નામો હોવાથી ગૂંચવણ થાય તેમ છે, પણ આયુર્વેદ ભલભલી ગૂંચવણ-મૂંઝવણ ઉકેલી શકે તેમ છે.

image source

તેઓ કહે છે કે દરરોજ PPE suit પહેરીને સારવાર કરવાનું પડકારજનક છે, પરંતુ હવે કેટલાક અઠવાડિયાના નિત્યક્રમની પ્રેક્ટિસથી ટેવાઈ જવાયું છે. તેઓ ઉમેરે છે, દર્દીઓમાં આયુર્વેદ માટે ખૂબ જ શ્રદ્ધા છે અને ઘણી અપેક્ષાઓ પણ છે, જે પૂરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમારી આખી ટીમ દ્વારા એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં દર્દીઓમાં આયુર્વેદની વ્યક્તિગત સારવાર પણ આપવામાં આવી રહી છે.

image source

ભવદીપભાઈ કહે છે આયુર્વેદ પોતાની શક્તિ બતાવશે અને હજારો વર્ષો જૂની આ આયુર્વેદ ઉપચાર પ્રત્યે લોકો સન્માનથી જોતા થશે. આયુર્વેદમાં મૂળભૂત રીતે શાશ્વત શક્તિ છે જે આજના આધુનિક યુગમાં અસરકારક છે જ. કોરોના કે અન્ય કોઈ પણ નવી બિમારી સામે આયુર્વેદનો અસરકારક અને સફળ ઉપયોગ થઈ જ શકે અને થઈ પણ રહ્યો છે. તેઓ કહે છે કે આયુર્વેદની સરળ અને અસરકાર પદ્ધતિની અસર અંગે ભલે આજની દુનિયામાં ઓછું સંશોધન અને અમલ થયાં હોય, પણ હવે વૈશ્વિક સ્તરે સમજાયું છે કે તંદુરસ્ત રહેવા માટે રોગપ્રતિકારક શક્તિ જોઈશે અને તેમાં સમગ્ર વિશ્વને આયુર્વેદ ખૂબ જ મદદ કરશે. ડો. ભવદીપ ગણાત્રાની જેમ જ ભારતભરમાં મોટી સંખ્યામાં આયુર્વેદ ડોકટરો-પ્રેક્ટિશનર કોવિડ -19 દર્દીઓની નિષ્ઠા સાથે સારવાર કરી રહ્યા છે અને બધે જ સુંદર પરિણામો આવી રહ્યાં છે.

image source

ખરેખર, આપણે, ભારતે આયુર્વેદ તરફ પાછા વળવાની જરૂર છે. આપણા જેવા ગરીબ દેશને મોંઘીદાટ આધુનિક મેડિકલ ટ્રીટમેન્ટ ના જ પોષાય. જેને પોષાય તેવા સીમિત સાધન-સંપન્ન લોકો ભલે તેનો ઉપયોગ કરે, આપણે પણ જ્યાં તેની અનિવાર્યતા હોય ત્યાં તેનો ચોક્કસ ઉપયોગ કરીએ પણ રોજબરોજના જીવનમાં આયુર્વેદને સ્થાન આપવાનો સમય હવે આવી ગયો છે.

ડો.ભવદીપ ગણાત્રા જાણીતાં હાસ્યલેખિકા ડો. નીલિની ગણાત્રાના સુપુત્ર છે. નલિનીબહેન અમદાવાદની આયુર્વેદિક હોસ્પિટલ-કોલેજમાં પ્રોફેસર હતાં. તેમના પિતા પણ ડોકટર હતા. ડો. ગણાત્રા વસ્ત્રાપુર વિસ્તારમાં પોતાનું ક્લિનક ધરાવે છે. લોકોમાં આયુર્વેદનો મહત્તમ પ્રસાર થાય તે માટે વર્ષોથી તેઓ થાક્યા વિના પ્રયાસો કરી રહ્યા છે. સામા પ્રવાહે તરીને તેઓ નવા નવા અખતરા કરીને લોકોને આયુર્વેદ તરફ વાળવા મથી રહ્યા છે તેનો હું સાક્ષી રહ્યો છું. તેમની આયુર્વેદ માટેની પ્રતિબદ્ધતા માત્ર વ્યવસાયિક નથી પણ હૃદયની છે તે મોટી વાત છે. સમાજને સ્વસ્થ બનાવવો હશે તો આયુર્વેદનો મોટો ઉપયોગ કરવો પડશે તેવું તેઓ માને છે અને તે દિશામાં સતત કાર્યરત છે. તેમને દિલથી અભિનંદન. (તેમનો સંપર્ક Dr Bhavdeep Ganatra, Ganatra Ayurveda, 9825497588 છે.)

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ