જલ્સા કરોને જેંતીલાલ

વધેલા વજનને સડસડાટ ઉતારવા અપનાવો આ આર્યુવેદિક ઉપચાર, નહિં થાય કોઇ નુકસાન…

આયુર્વેદ અપનાવી અસરકારક રીતે પણ શરીરને નુકસાન પહોંચાડ્યા વગર ઘટાડો વજન

image source

આજે સમગ્ર વિશ્વમાં મેદસ્વીતાની સમસ્યા દરેક ઘરે ઉભી થઈ ગઈ છે. માણસની લાઇફસ્ટાઇલ બદલાઈ છે તેમનો શ્રમ ઓછો થઈ ગયો છે અને બેઠાડુ જીવન વધી ગયું છે બીજી બાજુ નિયમિત ભોજનની જગ્યાએ મૂડ પ્રમાણે મન થાય ત્યારે મન થાય તે ભોજન ગ્રહણ કરવામાં આવી રહ્યું છે.

મોસમ વગરના ફળ અને શાકભાજી ખાવામાં આવી રહ્યા છે. આમ લાઇફસ્ટાઇમાં ધરખમ પરિવર્તન આવવાથી લોકોની શરીરની ચરબી વધવા લાગી છે જેના કારણે તેમને કેટલીક શારીરિક સમસ્યાઓ પણ થવા લાગી છે.

image source

માટે આજે દરેક વ્યક્તિ વજન ઘટાડવાના સરળ ઉપાયો શોધતી રહે છે. પેટ પર જામેલા ચરબીના થર વળી કઈ વ્યક્તિને ઘટાડવા ન હોય ?

શું તમે પણ તમારા પેટની ચર્બી ઘટાડવા માગો છો ? તો આયુર્વેદમાં તેના માટે કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જેના દ્વારા તમે તમારા પેટની ચરબીને દૂર કરી શકો છો.

image source

આયુર્વેદમાં મેદસ્વીતાને એક વિકાર ગણવામાં આવ્યો છે જે ફેટ ટીશ્યુઝ અને મેટાબોલિઝમની સમસ્યાના કારણે ઉદ્ભવે છે. ફેટ ટીશ્યુઝ પાચનતંત્રની બધી જ ચેનલો બ્લોક કરી દે છે અને તેના કારણે તમારી કમરની આસપાસની ચરબી વધવા લાગે છે.

પણ આયુર્વેદમાં કેટલાક એવા ઉપાયો આપ્યા છે જે કુદરતી રીતે જ તમારી કમરની આસપાસ જામેલી ચરબીને દૂર કરે છે. આયુર્વેદ જણાવે છે કે જે ઔષધીઓમાં એટલે કે ખાદ્ય પદાર્થોમાં મેટાબોલીઝમ વધારતું તત્ત્વ હોય છે તે તમારા પેટની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.

image source

તમને જણાવી દઈએ કે આ ગુણ આપણા ભારતીય મસાલાઓમા રહેલો છે જેમ કે કાળા મરી અને આદુ જ લઈ લો તે તમારી ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમારે તમારા પાચનતંત્રને બુસ્ટ કરવા માટે હુંફાળુ પાણી પીવું જોઈએ.

અને જે લોકો ઠંડુ પાણી પીવે છે તેમના માટે વજન ઘટાડવું અઘરુ થઈ પડે છે. પણ આયુર્વેદની આ ચમત્કારી ઔષધીઓ તમારા વજનને ઝડપથી ઘટાડવામાં મદદ કરશે.

image source

તજ
તજના સેવનથી તમારા શરીરનું મેટાબોલીઝમ ઝડપી બને છે, જે તમારા પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે, એક અભ્યાસ પ્રમાણે તજ તમારા ચરબી યુક્ત આંતરડાના ટીશ્યુઝના મેટાબોલીઝમને બુસ્ટ કરે છે એનો અર્થ એ થાય કે તે તમને કમર પરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

image source

તેના માટે તમારે સવારે વહેલા ઉઠીને તરત જ એક કપ તજની ચા પીવાનું શરૂ કરવુ જોઈએ.

ત્રિફળા

image source

ત્રિફળા તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વોને દૂર કરવામાં મદદ કરે છે તમારા પાચનતંત્રને નવજીવન આપે છે. ત્રીફળા એક પૌરાણીક ઔષધી છે જેમાં આમળા, બીભીતકી, હરીતકી નું સંયોજન કરવામાં આવે છે.

આ ત્રણે ઔષધી શરીરમાંથી ઝેરીતત્ત્વોનો નિકાલ કરે છે અને શરીરનો કાયાકલ્પ કરે છે. નિષ્ણાત વૈદોના જણાવ્યા પ્રમાણે રોજ રાત્રીના જમણના બે કલાક બાદ અને સવારના નાશ્તાના અરધા કલાક પહેલાં ગરમ પાણી સાથે ત્રિફળા ચુર્ણનું સેવન કરવું જોઈએ.

મેથી

image source

મેથીમાં શરીરને લાભ પોહંચાડતાં અઢળક ગુણો સમાયેલા છે પણ તેની ખાસ વાત એ છે કે તે વજન ઘટાડવા માટે કારગર ઔષધી છે અને તે દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે, તે તમારી પાચનશક્તિ વધારીને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

મેથીમાં આવતું ગેલેક્ટોમેનન તત્ત્વ પાણીમાં દ્રાવ્ય થઈ જતું હોય છે, તેની મદદથી તમને ભૂખની ફીલીંગ નથી રહેતી. તે તમારા પેટને ભરેલું રાખે છે. આ ઉપરાંત તે તમારા શરીરના મેટાબોલીક રેટને પણ બુસ્ટ કરે છે.

image source

તેના માટે તમારે એક ચમચી મેથીના દાણા લેવા તેને શેકી નાખવા અને તેનો પાઉડર બનાવી લેવો. હવે તૈયાર થયેલા પાઉડરને વહેલી સવારે સૌ પ્રથમ પાણી સાથે ફાંકી જવો.

આ સિવાય તમે આગલી રાત્રે પાણીમાં મેથીના દાણા પલાળીને સવારે નરણાકોઠે તે પાણી પી જઈને અને મેથીના દાણા ચાવી શકો છો.

પુનર્નવ

image source

પુનર્રનવ નામની વનસ્પતિ શરીર ઘટાડવાની પ્રક્રિયા મટે અસરકારક છે. તે તમારી કીડની તેમજ મૂત્રાશયને સુચારુ રીતે કામ કરવામાં મદદ કરે છે જેના કારણે તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર ફેંકાઈ જાય છે પણ તેની સામે મહત્ત્વના ખનીજ તત્ત્વોજેમ કે પોટેશિયમ તેમજ ઇલેક્ટ્રોલાઇટને શરીરમાં સાંચવી રાખે છે.

તે શરીરમાંના વધારાના પાણીને પણ કાઢી નાખે છે જે તમારા વજન વધારા માટે કારણરૂપ હોય છે. આ સિવાય તે કબજીયાતની સમસ્યાને પણ દૂર કરે છે અને તમને સ્વસ્થ રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેના માટે તમારે રોજ એક કપ પુનર્નવા ચાનું સેવન કરવું જોઈએ.

ગુગળ

image source

ગુગળનો ઉપયોગ આયુર્વેદની ઘણી બધી ઔષધીઓમાં કરવામાં આવે છે. ગુગળ શરીરના મેટાબોલીઝમ રેટને વધારીને શરીરની ચરબી દૂર કરે છે.

આ સિવાય તે તમારા શરીરમાંના કોલેસ્ટેરોલને પણ નીચુ લાવે છે. માટે તે હૃદય માટે પણ સારું છે.

વિજયસાર

image source

વિજયસાર એક ખરાઉ ઝાડ છે, જેની ડાળીનો ઉપયોગ વિવિધ પ્રકારની આયુર્વેદીક ઔષધીઓ બનાવવા માટે થાય છે અને તે ખાસ કરીને મેદસ્વીતા અને ડાયાબીટીસને કાબુમાં રાખવા માટે વપરાય છે.

વિજયસારમાં ચરબી ઘટાડતી પ્રોપર્ટીઝ રહેલી છે જે તમારા પેટ પર જામેલી ઝડ ચરબીને દૂર કરે છે. આ સિવાય તે તમારા પાચનતંત્રને પણ સ્વસ્થ બનાવે છે. વિજયસારમાંથી બનાવેલી એક ચાનું નિયમિત સેવન કરવાથી તમને અસરકારક પરિણામ મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version