આપણાં જ બગીચાનું જ એક એવું ફૂલ કે તેના ઉપયોગો જાણીને તમે પણ એકવાર ચોંકી જશો!!!

આપણાં જ બગીચાનું જ એક એવું ફૂલ કે તેના ઉપયોગો જાણીને તમે પણ એકવાર ચોંકી જશો!!!!!!!!! અરે મિત્રો, એ છે જાસૂદ… જોતા જ ગમી જાય પણ તેના સ્વાસ્થ્યવર્ધક ઉપચારો તેનાથી પણ વધારે ગમે તેવા છે તો ચાલો જાણી લઈએ અને ઉપયોગ કરવાનું કરીએ ચાલુ…….

જાસૂદ આમ તો બધી જગ્યાએ જોવા મળે છે. જાસૂદ લાલ, પીળા, ગુલાબી, સફેદ વગેરે રંગ ના હોય છે. જાસૂદ સુંદર અને ગુણીયલ ફૂલ છે. તેમાં ઉપચારો નો ખજાનો છુપાયેલો છે. જાસૂદ નો ઉપયોગ ખાવા પીવામાં તથા દવા માં કરવામાં આવે છે. જાસૂદ માં વિટામિન સી, ફાઈબર, આયર્ન જેવા તત્વો હોય છે. મોઢા માં ચાંદા પડ્યા હોય તો જાસૂદ ના પણ ચાવવાથી રાહત મળે છે.

જાસૂદ ના આયુર્વેદિક ઉપચારો……..……………

 જાસૂદ માથી બનતી ચા એક સ્વાસ્થ્યવર્ધક પીણું છે. તેનાથી શરદી, તાવ અને કળતર ને દૂર કરી શકાય છે.
જાસૂદમાંથી ચા કેવી રીતે બનાવી શકાય ?  જાસૂદ ના ફૂલ ને ગરમ પાણી માં થોડી વાર ઉકાળવા. ત્યારબાદ તેને સુતરાઉ કાપડ ની મદદ થી ગાળી લેવું. હવે થોડી ઠંડી થાય પછી તેને પીવાથી ઘણા બધા લાભ થાય છે.

 જાસૂદ માથી બનતી આ ચા રોજ સવાર અને સાંજે પીવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે. એએમ કરવાથી શરીર ને જરૂરી તત્વો પણ મળી રહે છે. અને શરીર માં તાકાત પણ બની રહે છે.

 આજકાલ હદય રોગ ની સમસ્યા ખૂબ છે તેમાં પણ જો જાસૂદ નો અર્ક કાઢી રોજ સેવન કરવામાં આવે તો તાજગી બની રહે છે અને અકસીર ઈલાજ છે.

 જાસૂદ ના ફૂલ અને પાંદડા ને સૂકવી લો. પછી તેનો પાવડર બનાવીને બરણી માં ભરી લો. આ 1 ચમચી પાવડર રોજ 1 ચમચી મિસરી સાથે લેવાં આવે તો યાદશક્તિ માં વધારો થાય છે॰

 જે લોકો ને હિમોગ્લોબિન ની ખામી હોય તે આ જાસૂદ નો પાવડર રોજ 1 ચમચી દૂધ સાથે લેવામાં આવે તો લોહી બનવાની શરૂઆત થાય છે અને લોહી ની માત્રા માં વધારો થાય છે.
જાસૂદ ના ફૂલ અને પાંદડા નો ખૂબ જ સરસ ઉપયોગ વાળ માટે છે. તો ચાલો આજે હું તમને બતાવું કે ઘરે કઇ રીતે શેમ્પૂ અને કંડિશનર બનાવી શકાય ?

 લોકો કહે છે વધારે શેમ્પૂ અને કંડિશનર વાપરવાથી વાળ સફેદ થઈ જાય છે. તો આજથી વાપરવાનું ચાલુ કરો આ ઘરે જ બનાવેલા શેમ્પૂ અને કંડિશનર……..

જાસૂદ નું શેમ્પૂ : સૌપ્રથમ જાસૂદ ના પાંદડા ને પાણી થી ધોઈ લો. આ પાંદડા ને ખાંડણી માં અથવા મિક્સર માં પીસી લો. ત્યારબાદ એ મિશ્રણ ને બાઉલ લઈ લો. હવે આ મિશ્રણ ને શેમ્પૂ તરીકે વાપરી શકો છો. આ મિશ્રણ માં શેમ્પૂ ની જેમ જ ફિણા થાય છે. પછી નવશેકા પાણી થી વાળ ધોઈ લેવા. વાળ શુકય એ પહેલા કંડિશનર લગાવવું જેથી વાળ વધારે સિલકી થાય છે.

જાસૂદ નું કંડિશનર :

 જાસૂદ ના ફૂલ ને ગરમ પાણી માં ઉકાળવા અને ત્યાં સૂધું ગરમ કરવું કે ફૂલ નો બધો અર્ક પાણીમાં ભળી જાય. આ અર્ક થોડો ઠંડો થાય પછી તેને એક બોટલ માં ભરી લેવો. આ કંડિશનર એક અઠવાડીયા સુધી સાચવી શકાય છે. હવે વાળ ધોઈ લીધા બાદ આ કંડિશનર ને 2 મિનિટ વાળ માં લગાવી દેવું. પછી નવશેકા પાણીથી ધોઈ લેવા. હવે તમે જોઈ શકશો તમારા વાળ ની કુદરતી સુંદરતા.

 ગમે તેવું માણસ તેને પોતાના દેખાવ પ્રત્યે વધારે આકર્ષણ હોય છે. માટે ચહેરા ની માવજત દરેક વ્યક્તિ કરતાં જ હોય છે તો પણ જોઈએ એવી ચમક નથી મલતી તો અપનાવો આ ફેકપેક…

જાસૂદ નો ફેસપેક : સૌપ્રથમ જાસૂદ ના પાંદડા અને ફૂલ ને સૂકવીને પાવડર તૈયાર કરી લો. આ પાવડર માથી 2ચમચી પાવડર, અને

1 ચમચી મધ સાથે મિશ્રણ બનાવી આ લેપ ને ચહેરા પર લગાવી દો. તેને 10 મિનિટ સુધી લગાવી રાખો. પછી ઠંડા પાણી થી ફેસ ને ધોઈ લો. મુલાયમ કાપડ થી મો લૂછી લો.

 આ ફેસપેક નો ફાયદો એ છે કે તે તમારી ત્વચા ને ટાઈટ બનાવે છે જેથી તમે વધારે યુવાન લાગો છો. કારણકે જાસૂદ પાસે એંટી એજિંગ લાક્ષણિકતા છે.

લેખન : પૂજા કથીરિયા

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી