ખોરાકના સ્વસ્થ પાચન માટે કાળા મરીના આયુર્વેદિક લાભો…

ખોરાકના સ્વસ્થ પાચન માટે કાળા મરીના આયુર્વેદિક લાભો

‘મશાલાના રાજા’ તરીકે ઓળખાતા કાળામરી વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મશાલાઓમાંનો એક છે. કાળા મરી વાનગીઓમાં ઉમેરાતાની સાથે તરત જ મોઢામાંથી લાળ આવી જાય એવી સુગંધ ફેલાવે છે અને ભોજનનો સ્વાદ પણ વધારે છે. આપણામાંના ઘણાને કદાચ ખબર પણ નહિ હોય કે આ ઝીણા મશાલા, પાચન અને આરોગ્યના લાભોથી ભરપુર છે. આજે અમે લાવ્યા છીએ કાળા મરીના આયુર્વેદિક ગુણધર્મો અને સ્વાસ્થ્યને લગતા લાભો જે તમારી પાચનતંત્ર માટે ખુબ જ લાભદાયી રેહશે.

કાળા મરીના આયુર્વેદિક ગુણધર્મોગુણો – હલકા અને સુકા
સ્વાદ – તીવ્ર અને તૂરો
એનર્જી – ગરમ
અસર – ‘વાટ’ અને ‘કફ’ દોષ ને બેલેન્સકરે છે. જયારે ‘પિત્ત’ દોષ વધારે છે.
કાળા મરી કેવી રીતે તમારા પાચનતંત્રને મદદ કરે છે ?

પાચન સુધારે છે:

પાચન શક્તિને ઉત્તેજિત કરવા માટે કાળા મરી ઉત્તમ મશાલો છે. તે પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડ સ્ત્રાવને વધારે છે જે પ્રોટીન અને અન્ય ખાદ્ય ઘટકોના પાચનને સરળ બનાવે છે. પાચન રસના સ્ત્રાવના કારણે ભૂખમાં વધારો થાય છે. કાળા મરી દ્વારા આંતરડાનુ શુદ્ધિ કરણ પણ થઈ શકે છે.

પોષક તત્વોની જૈવ ઉપલબ્ધતામાં વધારો:
કાળા મરી જ્યારે ખોરાકમાં ઉમેરાય છે, ત્યારે તે ખોરાકને માત્ર સ્વાદિષ્ટ જ નથી બનાવતો પણ ખોરાકમાં રહેલા પોષક તત્વોને આપણા શરીર માટે વધુ ઉપલબ્ધ અને મદદરૂપ થવા તરફ પ્રેરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તાજા કાળા મરીનેહળદરવાળા દૂધમાં અથવા હળદરવાળી ચામાં ઉમેરવામાં આવે છે, ત્યારે તે curcuminની જૈવ ઉપલબ્ધતાને 1000 ગણી વધારી દે છે.

ગેસ અટકાવે છે:

.

જ્યારે શરીરમાં પાચન રસનું ઉત્પાદન અપૂરતું હોય ત્યારે, ખોરાક લાંબા સમય સુધી પેટમાં જ રહે છે. આ નાનકડી સમસ્યા હૃદયરોગ અથવા અપચો તરફ દોરી જાય છે. જ્યારે આવો અપચિત ખોરાક આંતરડામાંથી પસાર થાય છે ત્યારે તે શરીરમાના ખરાબ બેક્ટેરિયાનુ ભોજન બની શકે છે. અને આવા બેક્ટેરિયાને કારણે જ પેટમાં ગેસ, બળતરા, ઝાડા અથવા કબજિયાત જેવી બીમારીઓ થાય છે. કાળા મરી એક વાહક તરીકે ઓળખવામાં આવે છે જે આંતરડામાં થતા ગેસને અટકાવવામાં મદદ કરે છે.

શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે:

કાળા મરીને ખોરાકમાં નિયમિતપણે લેવાથી પરસેવો વધારે થાય છે. પરશેવાથી શરીરમાં વધારાનું પાણી અને ઝેર બાહર નીકળી જાય છે. કાળા મરી યકૃતને પણ સાફ કરે છે જેથી તેનુકાર્ય વધુ સારી રીતે કરી શકે. કાળા મરી મૂત્રવર્ધક તરીકે પણ કામ કરે છે જે પેશાબ દ્વારા યુરિક એસિડ, વધારે પાણી અને ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.
શરીમાંના પરોપજીવીઓનો નાશ કરે છે.
કાળા મરી આપણા શરીરની અંદરગરમાવો આપી શકે છે અને તે પેટની અંદર જીવતા પરોપજીવીઓનો મારી શકે છે. અભ્યાસ એવું દર્શાવે છે કે કાળા મરી મેલેરિયા માટે કારણભૂત પરોપજીવીઓ માટે ઝેર સમાન છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી અને સ્વાસ્થ્ય સંબંધિત પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી