આર્યુર્વેદના આ નિયમોને ગાંઠ વાળીને રાખી લેજો, પરફેક્ટ લાઈફ માટે બહુ જ કામના છે…

આજકાલ લોકો પોતાના કામમાં એટલા બિઝી હોય છે કે, પોતાની હેલ્થ પર બરાબર ધ્યાન આપી શક્તા નથી. આ જ કારણોથી તેમને અનેક નાનીમોટી બીમારીઓનો સામનો કરવો પડે છે. જ્યા સુધી તેમની હેલ્થ સારી નથી થઈ જતી, ત્યાં સુધી તેઓ કામ કરી શક્તા નથી. આવામાં તેઓ પોતાના પરિવારનું ધ્યાન પણ બરાબર રાખી શક્તા નથી. તેથી તમારે હેલ્થનું ધ્યાન રાખવાની બહુ જ જરૂર છે. આવામાં આજે અમે તમને આર્યુવેદના એવા નિયમ બતાવીશું, જે રુટિનમાં ફોલો કરીને તમે અનેક તકલીફોમાંથી મુક્તિ મેળવી શકો છો.દિવસભર ફેફસાને સારી રીતે ફુલાવીને જ શ્વાલ લો. તેનાથી ફેફસા પણ હેલ્ધી રહેશે અને તમારા શરીરમાં ઓક્સિજનની માત્રા પણ વધશે.

સમગ્ર દિવસમાં ઓછામાં ઓછુ 7થી 8 ગ્લાસ પાણી પીતા રહેવું. તેનાથી તમારી પાચનક્રિયા સારી રહેશે અને દિલના રોગનો ખતરો પણ ઓછો થઈ જશે.

હંમેશા 7થી 9ની વચ્ચે જ નાસ્તો કરો. તેનાથી દિવસભર તમારું દિમાગ એક્ટિવ રહેશે અને એનર્જિ લેવલ પણ વધી જશે.

ભોજન સમય પર કરવો અને ખાવામાં એક જ પ્રકારની વસ્તુઓ ખાઓ. તેનાથી તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ નહિ થાય.ખાવાનું લીધા બાદ ક્યારેય મહેનત કરવાવાળું કામ ન કરો અને ન્હાઓ પણ નહિ. આ ઉપરાંત ભોજન બાદ 10-15 મિનીટ સુધી જરૂર આંટા મારી લો.

ભોજન કર્યાના 40 મિનીટ બાદ જ પાણી પીઓ. તેનાથી તમારી ડાયજેશન સિસ્ટમ સારી થશે. રોજ ઓછામાં ઓછું 30 મિનીટ સુધી તડકામાં જરૂર વિતાવો. તેનાથી તમારા શરીરને વિટામિ-ડી મળે છે. આવું કરવાથી જ શરીરના દર્દ ગાયબ થઈ જશે અને બ્લોક પણ હટશે.દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 8-9 કલાકની ઊંઘ લેવી જરૂર છે. તેનાથી તમે દિવસભર વધુ ફ્રેશ અને તાજગીભર્યું અનુભવશો.

ઓફિસ કે ઘરના કામ કરતા સમયે તમારું પોશ્ચર બરાબર રાખો. તેનાથી તમને કમરના દર્દની સમસ્યા નહિ થાય.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર તો તમે લાઇક કર્યું કે નહિ??

ટીપ્પણી