શરીરમાં થઈ રહી છે આયર્નની કમી તો ડાઈટમાં શામેલ કરો આ ૫ આહાર, દૂર થશે મુશ્કેલી

થાક લાગવાથી અને ઘણા કારણોથી શરીરમાં આયર્નની કમી થવા લાગે છે,આવામાં આ ભોજન દ્વારા આપણે આપણી આ કમીને દૂર કરી શકીએ છીએ.

સતત કામ કરવું શરીર માટે કેટલું ઘાતક હોય છે આ વિષયમાં તો આપણે બધા જાણીએ છીએ . જોકે આપણે બધા પોતાના શરીર પર એટલું ધ્યાન નથી આપતા અને ન તો તેની ફિકર કરીએ છીએ અને આનાથી ધીરે ધીરે આપણા શરીરમાં નબળાઈ આવવા લાગે છે.

થાકનાં કારણે તણાવ,નિરાશા,શ્વાસ લેવામાં તકલીફ અને નબળાઈ જેવી ચીજો અનુભવ થવા લાગે છે. આ બધાનું મુખ્ય કારણ છે શરીરમાં આયર્ન ની ઉણપ હોવી. કોઈનાં પણ શરીરમાં આયર્ન ની ખામી હોવી એ ક ગંભીર સમસ્યા છે,પરંતુ મહિલાઓમાં જો આયર્ન ની કમી થઈ જાય તો આ ખૂબ ગંભીર સમસ્યા બની જાય છે.

શા માટે થાય છે આયર્ન ની કમી

આપણા શરીરને હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન ની જરૂર હોય છે. હિમોગ્લોબિન એક એવું પ્રોટિન છે જે રેડ બ્લડ સેલ્સ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન મોકલવામાં મદદ કરે છે.

શરીર અનુસાર પુરુષોને ૨૮ મિલીગ્રામ અને મહિલાઓને ૩૦ મિલીગ્રામ આયર્ન ની જરૂરત પડે છે. તમને જણાવીએ કે કઈ વસ્તુનાં ઉપયોગથી તમે શરીરમાં આયર્ન નું પ્રમાણ વધારી શકો છો.

ટામેટા શાકભાજીમાં ટામેટા એક એવું શાક છે જે ખાવાથી આયર્ન મળે છે. જો તડકામાં સુકાવેલા ટામેટા દરરોજ ખાવામાં આવે તો તેનાથી ૨૦ ટકા આયર્ન મળે છે. ટામેટા તમે કોઈપણ રીતે ખાઈ શકો છો. ઘરમાં સેંડવિચ,પાસ્તા,આમલેટ કોઈપણ ચીજમાં તમે ટામેટા ઉમેરીને ખાઈ શકો છો. જોકે ટામેટાને તડકામાં સુકાવીને ખાવામાં આવે તો વધારે ફાયદો મળશે.

લીલા પાંદડાવાળા શાકભાજીજ્યારે પણ શરીરમાં કોઈપણ પ્રકારની નબળાઈ આવે છે તો ડોક્ટર પણ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપે છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં આયર્ન નું પ્રમાણ સારું મળી આવે છે. જેટલા પણ લીલા પાંદડાવાળા શાકભાજી છે જેમ કે મેથી,પાલક,બથુઆ આમાં ખૂબ માત્રામાં આયર્ન મળી આવે છે. શરીરમાં જો આયર્ન ની કમીને પૂરી કરવી હોય તો લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા સૌથી સારું રહે છે.

લાલ માંસશરીરમાં તાકાત માટે માંસાહારનાં ઉપયોગ પર પણ ઘણું જોર આપવામાં આવે છે. એ વામાં જો શરીરમાં આયર્ન ની ઉણપ હોય તો લાલ માંસ ખાવું સારું રહે છે. લાલ માંસ ત્યારે જ ફાયદો કરે છે જ્યારે આ ઉચિત પ્રમાણમાં લેવામાં આવે કારણ કે આમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાંસ ફેટ ખૂબ વધારે હોય છે.

નટ્સ ફ્રૂટ જ્યાં સ્વાસ્થય માટે ખૂબ સારા હોય છે તો ત્યાં જ નટ્સ પણ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક હોય છે. અખરોટ,ખુબાની,બદામ, કે કાજૂ કોઈપણ રૂપમાં ખાઇ તો શરીરમાં આયર્ન ની ખામી નથી થતી. આ બીજોને આપણે સ્નેક્સ તરીકે પણ ખાઈ શકીએ છીએ . જો સુકાયેકા ચિયા કે કોળાનાં બીજને ખાવામાં આવે તો આ પણ ખૂબ સારા હોય છે.

દાડમ

આયર્ન ની ઉણપ તમે ફળો દ્વારા પણ દૂર કરી શકો છો. ફળમાં દાડમ એ ક એ વું ફળ છે જે આયર્ન ની ખામીને ખૂબ જલ્દી ભરે છે. જો તણાવને દૂર કરવો હોય તો દાડમનો ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ રહે છે. આ શરીરને ગજબની ઉર્જા પ્રદાન કરે છે અને હ્દયને પણ સેહતમંદ રાખે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ