એક ક્લિકે જાણી લો તમે પણ અયોધ્યા કેસને લઇને મીડિયાએ શું કહ્યું…

રામ મંદિર ચુકાદાને લઈને શું કહે છે વિશ્વભરની મીડિયા, પાકિસ્તાની અખબાર ધ ડોન સહિત અમેરિકાએ પણ આપી ખાસ પ્રતિક્રિયા…

ભારતીય ઇતિહાસમાં શનિવાર અને ૯મી નવેમ્બર, ૨૦૧૯ના દિવસને એક મહત્વના ઐતિહાસિક ચુકાદા તરીકે યાદ કરાશે. ભારતીય સુપ્રિમ કોર્ટે, આખે આખી બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિના સ્થળ સાથે જોડાયેલી વિવાદાસ્પદ ચર્ચાને સમજી, વિચારીને તમામ પક્ષોને સાંભળીને મહત્વનો ચુકાદો આપ્યો છે.

ચુકાદો આવવા પહેલાં જ સૌ જવાબદાર નાગરિકોએ દેશમાં સૌને સયંમ, સૌહાર્દ અને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. જેને દેશભરમાંથી તમામ નાગરિકો, સેલિબ્રિટીઝ, પક્ષો અને વિશ્વભરના મીડિયાએ નોંધનીય રીતે લીધું છે અને સમર્થન આપ્યું છે.

image source

ચુકાદો આવી ગયા બાદ સૌએ તેને વધાવી લીધો અને પોતાના મંતવ્યો પણ જણાવ્યા છે. આની સાથે દેશવ્યાપી અને વિશેષ કરીને દુનિયાભરની મીડિયાની પણ નજર આ ચુકાદા ઉપર ટકેલી હતી. આવો જાણીએ, નિર્ણય આવ્યા પછી દુનિયાના વિવિધ દેશોની મુખ્ય મીડિયા સંસ્થાઓએ શું કહ્યું છે અને કેવી આપી છે પ્રતિક્રિયા…

સુપ્રિમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

image source

સુપ્રિમ કોર્ટના પાંચ જજની સ્પેશિયલ બેન્ચના અધ્યક્ષ વરિષ્ટ જસ્ટિસ ગોગોઈ સહિત સૌના એકમત થયા બાદ લીધેલ નિર્ણયને સૌએ સ્વીકાર્યો છે. તેમાં દરેક બાબતો અને કેસને મુદ્દાસર આવરી લેવાયાની વાત થઈ છે. આ બાબતના દરેક મુદ્દાને વિશ્વના તમામ લોકો પોતાની રીતે પ્રતિક્રિયા આપી છે.

અમેરિકાના અખબાર વોશિન્ગ્ટન પોસ્ટઃ

image source

આ વર્તમાન પત્રએ આખી વિગતનો ઉલ્લેખ બનાવ્યા બાદ લખ્યું છે કે ભારતની સુપ્રિમ કોર્ટે ધાર્મિક સ્થાનના વિવાદ અંગે ચુકાદો આપીને જે જગ્યાએ મસ્જિદ હતી તે જમીન પરનો હક ધાર્મિક ટ્રસ્ટને સોંપી દેવાનો આદેશ આપ્યો છે. જેનાથી હવે મંદિર બાંધવાનો રસ્તો સાફ કરી મૂક્યો છે. તેમણે કહ્યું કે આ દાયકા જૂના વિવાદાસ્પદ ચુકાદાનો નિર્ણય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની જીત છે.

બ્રિટિશ ન્યૂઝપેપર – ધ ગાર્ડિયન

image source

બ્રિટિશના પ્રમુખ ન્યૂઝપેપરે એવું નિવેદન આપ્યું છે કે ભાજપના રાષ્ટ્રવાદી એજન્ડાનો ભાગ હતો અયોધ્યામાં રામ મંદિર બનાવવું. તેમણે પણ આ નિર્ણાયક ચુકાદાને ભાજપની અને પ્રધાન મંત્રી મોદીની જીત ગણાવી છે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશભરના ૨૦ કરોડ મુસ્લીમોને સરકારથી ડર અનુભવી રહ્યા હતા. એમણે લખ્યું કે ૧૯૯૨માં જ્યારે મસ્જિદ તોડી પાડવામાં આવી હતી એ સમય ભારતની ધર્મનિર્પેક્ષતાની નાકામીની મોટી ક્ષણ હતી.

ગલ્ફ ન્યૂઝ

image source

સંયુક્ત અરબ અમીરાતની એક અગ્રણીય સમાચારને લગતી વેબસાઈટ ગલ્ડ ન્યૂઝમાં લખાયું છે કે ૧૩૬ વર્ષ જૂનો મુદ્દો માત્ર ૩૦ જ મિનિટમાં પૂરો થઈ ગયો. અયોધ્યાની જમીન હિન્દુઓને મળશે અને મુસ્લીમોને માટે વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે.

પાકિસ્તાનનું અખબાર – ધ ડોન

image source

આ અખબારને પાકિસ્તાનનું અગ્રેસરનું માનવામાં આવે છે. ભારત સહિત વિશ્વની મીડિયા પણ પાકિસ્તાન અંગેના કોઈપણ સમાચારોને આ અખબારમાં આવતી વિગતોને વિશ્વસનીય માને છે. તેમાં લખાયું છે કે ભારતની સુપ્રિમ કોર્ટ દ્વારા વિવાદિત સ્થળને કે જે ૧૯૯૨માં હિન્દુઓએ તોડી હતી તેનો હિન્દુઓના પક્ષમાં ચુકાદો આપ્યો છે. અયોધ્યાની આ જમીન પર મંદિર બનાવવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. જો કે સુપ્રિમ કોર્ટે એવું પણ માન્યું છે કે ૪૬૦ વર્ષ પહેલાંની બાબરી તોડી હતી તે કાયદાનું ઉલ્લંઘન હતું. તેમણે એવું કહ્યું કે સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને લીધે ભારતમાં હિન્દુ – મુસ્લીમ વચ્ચેના સંબંધો ઉપર ભારી અસર થઈ શકે છે.

અમેરિકા – ન્યૂયોર્ક ટાઇમ્સ

image source

અમેરિકાના વધુ એક છાપા ન્યૂયોર્ક ટાઇમ્સમાં પણ આ નિર્ણયાત્મક ચુકાદા વિશે લખ્યું છે કે સુપ્રિમ કોર્ટના આ નિર્ણયમાં એવો ચુકાદો આવ્યો છે, જ્યાં હિન્દુઓને મંદિર બનાવવાની મંજૂરી મળી છે, જ્યાં પહેલાં મસ્જિદ હતી. ભાજપ અને નરેંદ્ર મોદી માટે તેમની પાર્ટીનો આ પ્રમુખ મુદ્દો હતો. વર્ષ ૧૯૯૨માં જ્યારે મસ્જિદ તોડી હતી ત્યારથી તેમના માટે આ યોજના તૈયાર કરાઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ