અયોધ્યા કેસ: ગણતરીની મિનિટોમાં આવશે ચુકાદો, અનેક રાજ્યોમાં અપાયુ એલર્ટ

દેશના સૌથી ચર્ચિત કેસ રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. 5 સભ્યવાળી સંવિધાન બેન્ચે સવારે 10.30 વાગ્યાથી પોતાનો ચુકાદો વાંચવાનું શરૂ કરશે. આ ખૂબ જ સંવેદનશીલ કેસને જોતા દેશભરમાં પોલીસ એલર્ટ પર છે. જો કે નિર્ણયને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

image source

આ સાથે જ આ વિવાદને લઇને આજે અનેક રાજ્યોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં 3 દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે અયોધ્યામાં રામલલ્લાના દર્શન પર કોઈ પ્રતિબંધ લગાવાવમાં આવ્યો નથી. મધ્ય પ્રદેશમાં પણ નિર્ણયને ધ્યાનમાં રાખીને શનિવારે સ્કૂલ-કોલેજોમાં રજા રાખવામાં આવી છે. અયોધ્યામાં અર્ધસૈનિક બળોને પણ તૈનાત કરાયા છે.

image source

જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય: PM મોદી

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે તે કોઇની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને અપીલ કરું છું કે આપણી પ્રાથમિકતા રહે કે ફેંસલો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ મજબૂત કરે.

image source

દેશની ન્યાયપાલિકાને માન સન્માનનો સર્વોપરી રાખતા સમાજના દરેક પક્ષોએ સામાજિક- સાંસ્કૃતિક સંગઠનો, દરેક પક્ષકારોએ ગત દિવસોમાં સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક વાતાવરણ બનાવવા માટે પ્રયત્નો કર્યા જે આવકાર દાયક છે.

કોર્ટના નિર્ણય બાદ આપણે બધાયે મળીને સૌહાર્દ બનાવી રાખવાનું છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ