અયોધ્યા કેસ: એક ક્લિકે જાણી લો તમે પણ બોલિવૂડ એકટર્સે શું કહ્યુ તેમના ફેન્સને…

અયોધ્યા ચૂકાદાને લઈને બોલિવુડની આ હસ્તીઓએ દેશની જનતા અને તેમના ફેન્સને કરે છે આ રીતે અપીલ… જાણો, કોણે કોણે શું કહ્યું…

ભારતનો સૌથી મહત્વનો અને અતિ સંવેદનશીલ ન્યાયતંત્રને લગતો કોઈ કેસ હોય તો તે છે, અયોગ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદને લઈને લગતો વિવાદાસ્પદ મામલો. તે કેસ દેશનો સૌથી લાંબો ચાલેલો કેસ પણ છે. જેનો નિર્ણાયત્મક ચૂકાદો આવી ગયો છે, ત્યારે દેશભરમાંથી રાજનૈતિક નેતાઓ અને દેશના તમામ જાગૃત નાગરિકો, પ્રખર લોકોએ વડા પ્રધાનના ગઈ કાલે આવેલ ટ્વીટ બાદ માહોલને સંભાળીને ચાલવા માટે અને નિર્ણયને નિર્વિવાદ સ્વીકારવા માટેની અપીલ કરી છે.

અહીં, કોઈની જીત નથી અને કોઈની હાર નથી. સંવિધાનિક અને ન્યાયત્રંત્રને લગતી કાર્યવાહિ કરાઈ છે. જેનો ચૂકાદો સૌએ સ્વીકારવાનો રહેશે એવી તજવીજ શરૂ થઈ છે. જેથી કરીને દેશભરમાં સૌહાર્દ અને શાંતિ બની રહે… આ બાબતે બોલીવુડ પણ દેશના ન્યાયતંત્રની સાથે છે, અને દેશના નાગરિકો તેમના ફેન્સ છે તેમને તેઓ કંઈક એવું કરી રહ્યા છે, જેની સરાહના કરવી જોઈએ…

વિવિધ સેલિબ્રિટીઓ કરી રહ્યા છે, ફેન્સને પોતાના મનની વાત…

image source

સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી ચાલતા અયોધ્યા કેસ અંગે પોતાનો ચુકાદો આપી રહી છે. નિર્ણય પર દરેકની નજર સ્થિર છે. આવી સ્થિતિમાં આખા ભારતની સાથે બોલીવુડના ખ્યાતનામ લોકો પણ આ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. ચુકાદા પૂર્વે ઘણા સ્ટાર્સે તેમના ચાહકોને એક ખાસ અપીલ કરી છે. આવો જોઈએ, કોણે અને શું કહ્યું છે…

ચેતન ભગતઃ

image source

તાજેતરમાં, લેખક, ન્યાયાધીશ, અને સેલિબ્રિટી ચેતન ભગતે આ મુદ્દે પોતાનો મત આપ્યો છે, ચેતન ભગતે તેમના ચાહકોને શાંતિ રાખવા માટેનો સંદેશ લખ્યો છે, જે પણ થાય, પરંતુ, કોઈ ભગવાન શાંતિ ભંગ ઇચ્છશે નહીં, તેથી તેને આજ રીતે રાખીએ, અયોધ્યા. આ મેસેજ એમણે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ ઉપર મૂકીને શેર કર્યો છે. જેને તેમના વાચકો અને ફેન્સ તરફથી સારી એવી પ્રતિક્રિયાઓ પણ મળી છે.

અનુપમ ખેરઃ

image source

વરિષ્ઠ અભિનેતા અનુપમ ખેરે પણ પોતાના વિચારને સોશિયલ મીડિયામાં મૂક્યા છે. તેમણે તેમના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર લખીને શેર કર્યું છે, અલ્લાહ તેરો નામ, ઇશ્વર તેરો નામ, સબ કો સન્મમતિ દે ભગવાન… આ જાણીતા ગીત અને પ્રાર્થનાના શબ્દો પરથી તેમના મનની સ્થિતિ અને તેઓ પોતાના ફોલોઅર્સને શું કહેવા ઇચ્છે છે, તે જરૂરથી સમજી જઈ શકાય તેવું છે.

ફરહાન અખ્તરઃ

image source

જાણીતા અભિનેતા ફરહાન અખ્તરે પણ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા અયોધ્યા મામલે પોતાના મંતવ્યો આપ્યા છે. તેમણે એમનું મંતવ્ય આપતા મોટો મેસેજ લખ્યો છે. ફરહાને તેના ચાહકોને અપીલ કરી છે અને કહ્યું છે કે, હું તમને બધાને વિનંતી કરું છું કે, આજે આવનારા અયોધ્યા કેસ અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાને માન આપો, તે આપના પક્ષમાં હોય કે ન હોય તેની ગરિમા જાળવીને તેને ગૌરવ સાથે અપનાવો, આપણા ભારત દેશમાં બધાંથી ઉપર નીકળીને આગળ આવવાની આવશ્યકતા છે. જય હિન્દ.

બાબુલ સુપ્રિયો

image source

બંગાળની ભૂમિના પ્રસિદ્ધ સિંગર અને હવે રાજનેતા બનેલા બાબુલ સુપ્રિયોએ પણ અયોધ્યા કેસના ચુકાદા બાદ તે નિર્ણય અંગેની પોસ્ટ શેર કરી દીધી છે. બાબુલ સુપ્રિયોએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેંસલો ચાહકો સાથે શેર કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ