જો તમારું પણ છે એક્સિસ બેંકમાં એકાઉન્ટ તો જાણો નવા ફેરફાર અને નિયમો વિશે

એક્સિસ બેંકએ પોતાના કરોડો ગ્રાહકો માટે પસંદીદા સર્વિસીસ અને લોકર સાથે સંબંધિત ચાર્જીસમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. રીવાઈઝ કરવામાં આવેલ ચાર્જીસને તા. ૧ જુલાઈ, ૨૦૨૧થી લાગુ પણ કરી દેવામાં આવ્યા છે.

image soucre

એક્સિસ બેંક દેશની ત્રીજા નંબરની સૌથી મોટી પ્રાઈવેટ બેંક છે. પ્રાઈવેટ સેક્ટરની એક્સિસ બેંકએ પોતાના કરોડો ગ્રાહકોને મોટી ખુશખબરી આપી છે. એક્સિસ બેંકએ કેટલાક પ્રકારની સર્વિસેસ અને સેફ ડીપોઝીટ લોકરથી લઈને નીલ સેલેરી ક્રેડીટ ફીસ પર લગાવવામાં આવતા ચાર્જીસને ઘટાડી દેવામાં આવ્યા છે. નવા ચાર્જીસને તા. ૧ જુલાઈ, ૨૦૨૧થી લાગુ પણ કરી દેવામાં આવ્યા છે. આ ફેરફાર થયા બાદ હવે એક્સિસ બેંક ગ્રાહકોને એકાઉન્ટમાં ન્યુનતમ બેલેન્સ મેન્ટેન કરવાની અનિવાર્યતા, એટીએમ ટ્રાન્જેકશન ચાર્જીસ, ચેકબુક લાગુ કરવાના ચાર્જ, SMS એલર્ટ, કેશ ટ્રાન્જેકશન ફી, ડુપ્લીકેટ પાસબુક અને ડુપ્લીકેટ સ્ટેટમેંટ ફીસ ઘટાડી દીધી છે.

એક્સિસ બેંકએ આ રીવીજન વિષે જાણકારી પોતાની અધિકારીક વેબસાઈટ પર પણ આપવામાં આવી છે. બેંકએ અહિયાં લખ્યું છે કે, ‘અમે સતત પોતાની સેવાઓને બેહતર બનાવી રહ્યા છે અને સૌથી બેસ્ટ સર્વિસીસ આપવાના પ્રયત્ન કરી રહ્યા છે. અને અહિયાં જણાવવા ઈચ્છીએ છીએ કે, એક્સિસ બેંક કેટલાક પ્રકારની સર્વિસીસ પર ચાર્જીસને ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એને તા. ૧ જુલાઈ, ૨૦૨૧થી લાગુ પણ કરી દેવામાં આવ્યા છે.’ ચાલો હવે જાણીશું કે, હવે નવા ચાર્જીસ કેટલા છે.

આ ચુનિંદા સર્વિસીસ પર ઓછા થયા ચાર્જીસ.

image soucre

-ઘરેલું એકાઉન્ટમાં ઔસત ન્યુનતમ બેલેન્સ નહી રાખવા પર હવે પ્રતિ ૧૦૦ રૂપિયા ઓછા થવા પર ૫ રૂપિયાનો ચાર્જ લાગશે. પહેલા આ ચાર્જ ૧૦ રૂપિયા હતો. મેટ્રો અને શહેરી ક્ષેત્રોમાં એના માટે મિનિમમ ૭૫ રૂપિયા અને વધુમાં વધુ ૫૦૦ રૂપિયા વસુલ કરવામાં આવશે. પહેલા આ ચાર્જીસ ક્રમશઃ ૧૫૦ રૂપિયા અને ૬૦૦ રૂપિયા હતા.

image soucre

-ત્રિમાસિકના આધાર પર લાગુ થતા SMS ના ચાર્જને પણ રીવાઈઝ કરી દેવામાં આવ્યા છે. પહેલા આ ૫ રૂપિયા પ્રતિ માસ હિસાબે હતા. પરંતુ આ મહિનાથી આ ૨૫ પૈસા પ્રતિ SMS કરી દેવામાં આવ્યા છે. એની વધુમાં વધુ લીમીટ ૧૫ રૂપિયા પ્રતિ ત્રિમાસિક કરતા વધારે વસુલ કરી શકે નહી. આ ચાર્જ OTP અને પ્રમોશનલ ઓફર્સ વાળા SMS પર લાગુ થશે નહી.

image source

-બેંક એકાઉન્ટમાં મશીન દ્વારા કેશ જમા કરવામાં આવે તે ચાર્જને પણ રીવાઈઝ કરવામાં આવ્યા છે. તા. ૩૦ જુન, ૨૦૨૧ સુધી આ ચાર્જ ૫૦ રૂપિયા પ્રતિ ટ્રાન્જેકશન હતો. હવે જો સાંજના સમયે ૫ વાગ્યાથી લઈને સવારે ૯:૩૦ વાગ્યા દરમિયાન ક્યારેય પણ મશીન દ્વારા કેશ ડીપોઝીટ કરવામાં આવે છે અને આ રકમ ૫ હજાર રૂપિયા કરતા વધારે છે તો એના માટે ૫૦ રૂપિયા પ્રતિ ટ્રાન્જેકશન વસુલ કરવામાં આવશે.

-ચેકબુક લાગુ કરાવવાના ચાર્જને પણ રીવાઈઝ કરી દેવામાં આવ્યા છે. હવે ચેકબુકના પ્રતિ લીફનો ચાર્જ ૨.૫ રૂપિયા થશે. પહેલા આ ૫ રૂપિયા પ્રતિ લીફ હતો.

-NPCI દ્વારા ઓફર કરવામાં આવેલ ESC/NACH ટ્રાન્જેકશન ફીસને પણ રીવાઈઝ કરવામાં આવ્યા છે. હવે આ ૨૫ રૂપિયા પ્રતિ ટ્રાન્જેકશન રહેશે. એક મહિનામાં એની વધુમાં વધુ મર્યાદા ૧૦૦ રૂપિયા કરતા વધારે હોઈ શકે નહી.

image soucre

-અત્યાર સુધી જો એક્સિસ બેંક ગ્રાહક એટીએમથી પૈસા ઉપાડતા હતા અને એમના એકાઉન્ટમાં પર્યાપ્ત ફંડ હોતા હતા નહી, તો એમની પાસેથી પેનલ્ટી વસુલ કરવામાં આવતી હતી. દરેક વખત માટે આ ચાર્જ ૨૫ રૂપિયા થતો હતો. હજી પણ પર્યાપ્ત બેલેન્સ નહી હોવા પછી એટીએમ માંથી પૈસા ઉપાડવા પર ૨૫ રૂપિયા આપવા પડશે પરંતુ એક્સિસ બેંકના એટીએમ પરથી પર્યાપ્ત બેલેન્સ નહી હોવાની સ્થિતિમાં ટ્રાન્જેકશન કરવાના કોઈ ચાર્જ આપવા પડશે નહી.

-એક્સિસ બેંકમાં એડ્રેસ, ફોટો, સિગ્નેચર અને બેલેન્સ સર્ટીફીકેટ લાગુ કરાવવા માટે તા. ૩૦ જુન, ૨૦૨૧ સુધી લાગતો હતો. પરંતુ હવે એને ઘટાડીને ૫૦ રૂપિયા કરી દેવામાં આવ્યા છે.

-ડુપ્લીકેટ પાસબુક કઢાવવા માટેના ચાર્જ પણ ઓછા કરીને ૭૫ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આની પહેલા આ ચાર્જ ૧૦૦ રૂપિયા હતો.
-ડુપ્લીકેટ સ્ટેટમેંટ ફીસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તા. ૩૦ જુન, ૨૦૨૧ સુધી આ ચાર્જ ૧૦૦ રૂપિયા હતો, જે હવે ઘટીને ૭૫ રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

ડીપોઝીટ લોકર ચાર્જ

image source

વાર્ષિક રીતે લાગુ કરવામાં આવેલ સેફ ડીપોઝીટ ચાર્જને પણ ઘટાડી દેવામાં આવ્યા છે. ગ્રામીણ બેંકોમાં એક્સિસ બેંકના ગ્રાહકોને ૧૫૦૦ રૂપિયા વર્ષિકને બદલે હવે ૧૪૦૦ રૂપિયા વાર્ષિક આપવાના રહેશે. જયારે અર્ધ શહેરી વિસ્તારો માટે આ ચાર્જ ૧૭૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૬૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. મેટ્રો અને અન્ય શહેરો માટે આ ચાર્જ ૨૮૦૦ થી ૪૨૦૦ રૂપિયા સુધી હતો જે હવે ઘટીને ૨૭૦૦ રૂપિયાથી ૪૧૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

નીલ સેલેરી ક્રેડીટ ચાર્જ.

image source

જો કોઈ સેલેરી એકાઉન્ટમાં ૬ મહિના સુધીના સમયગાળા દરમિયાન કોઈ સેલેરી નથી આવતી તો પહેલા એક્સિસ બેંક કોઈ ચાર્જ વસુલ કરતી હતી નહી પરંતુ હવે આ ચાર્જીસને રીવાઈઝ કરી દેવામાં આવ્યા છે. તા. ૧ જુલાઈ, ૨૦૨૧થી આ પ્રકારના સેલેરી એકાઉન્ટ પર ૧૦૦ રૂપિયા પ્રતિ માસનો ચાર્જ આપવાનો રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong