દીવસમાં માત્ર બે જ વાર આ રસ્તો દેખાય છે.. શું તમે જાણતા હતા ???

ફ્રાન્સના નૂમોટિયર અઇલેન્ડથી ગલ્ફ ઓફ બર્ન્યોફને જોડતો ‘પેસેજ ડ્યૂ ગોઇસ’ માર્ગ એક અજાયબી છે.
ઇ.સ. 1701 માં આ અજાયબ રસ્તો કોઈ નકશામાં જોવા મળ્યો હતો અને 1840ની સાલમાં તેના પર ઘોડાગાડી અને કારની સેવાઓ શરૂ કરવામાં આવી હતી.

આ માર્ગની વિશેષતા એ છે કે તે દિવસમાં માત્ર બે જ વાર દ્રશ્યમાન થાય છે અને દિવસના માત્ર થોડાક જ કલાક આ રસ્તા પરથી પસાર થઈ શકાય છે.
આ માર્ગ સમુદ્રના પાણીમાં છે. આ રસ્તો માત્ર થોડાક જ કલાકો માટે દેખાય છે અને ફરી પાછો પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ રસ્તો 13 ફૂટ ઉંડા સમુદ્રના પાણીમાં આવેલો છે.

આ રસ્તો માત્ર અજાયબીથી જ ભરેલો નથી પણ તેનું કુદરતી સૌંદર્ય પણ અદભુત છે. પણ તે તેટલો જ જોખમી પણ છે. લોકો માટે રસ્તા પરથી પસાર થઈ શકાશે કે નહીં તેની માહિતી માટે એક પેનલ પણ લગાવવામાં આવી છે. આ પેનલની વ્યવસ્થા હોવા છતાં ઘણા બધા પ્રવાસીઓ આ રસ્તા પર ફસાઈ જાય છે. લોકોને બચાવવા માટે રસ્તાની બાજુ પર અંતરે અંતરે રેસ્ક્યૂ ટાવર લગાવવામાં આયા છે. જેના પર ચડી લોકો પોતાનો જીવ બચાવી શકે છે.

1999માં અહીં ટૂઅર ડી ફ્રાન્સ ની બાયસીકલ મેરાથોન પણ કરવામાં આવી હતી. પણ તેના લપસણા રોડના કારણે એકપછી એક સાઇકલો સ્લીપ થઈ ગઈ હતી અને પછી ક્યારેય તે રોડનો ઉપયોગ બાયસીકલ મેરાથોન માટે કરવામાં આવ્યો નથી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અજાયબ વાતો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી