જલ્સા કરોને જેંતીલાલ

આવતા વર્ષના અંત સુધીમાં સલમાન સમગ્ર ભારતમાં ખોલશે 300 જેટલા જીમ જેનું લક્ષ છે ભારતને ફીટ બનાવવાનું અને રોજગાર ઉભો કરવાનું

સલમાનખાન અવારનવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતે એક્સરસાઇઝ કરતા હોય તેવા ફોટોઝ તેમજ વિડિયોઝ પોતાના ફેન્સ સાથે શેયર કરતા રહે છે. બોલીવૂડમાં જ્યારે કોઈને ફીટનેસના ફ પણ નહોતી ખબર તે વખતથી તે પોતાની ફીટનેસ પર ધ્યાન આપતો આવ્યા છે અને તે વખતે એટલે કે 80ના દાયકાથી તે જીમનો ઉપયોગ કરી રહ્યા છે.


સલમાનખાન છેલ્લા 30 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે અને દીવસે દીવસે તેની લોકપ્રિયતામાં વધારો જ થતો ગયો છે. આજે તેનું ઇન્ફ્લ્યુઅન્સ ઓછામાં ઓછી બે પેઢી પર તો જોવા મળી જ શકે છે. સલમાનખાનને ઇન્ડસ્ટ્રીઝમાં બધા ભાઈજાન કહીને સંબોધે છે કારણ કે તે હંમેશા મુશ્કેલ ક્ષણોમાં કોઈ મોટા ભાઈની જેમ તેમની સાથે ઉભા રહે છે.


સલમાનખાની ફિલ્મોએ સેંકડો રૂપિયાની કમાણી કરે છે આજે સલમાન ખાનની નેટ વર્થ ઓછામાં ઓછી 1900 કરોડ રૂપિયાની છે. તે જેમ કમાય છે તેમ દીલ મોટું રાખીને દાન પણ કરે છે જેની ઘણા લોકોને ખબર પણ નથી. પણ સલમાન અવારનવાર જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં-ત્યાં મોટું દાન કરતો આવ્યો છે જેને તમે ગુપ્ત દાન પણ કહી શકો.


છેલ્લા કેટલાએ વખતથી સલમાનખાને ફિલ્મો ઉપરાંત ઘણા બધા વ્યવસાયોમાં જંપ લાવ્યું છે. તે ફિલ્મો તો પ્રોડ્યુસ કરે જ છે પણ સાથે સાથે ટેલિવિઝન પર આવનારા રિયાલીટી શોનું પ્રોડક્શન પણ તેણે છેલ્લા કેટલાક વર્ષોથી હાથ ધર્યું છે. અને તેની બિંગ હ્યુમન બ્રાન્ડને તો બધા ઓળખતા જ હશે. તેની બિંગ હ્યુમન બ્રાન્ડના દેશ તેમજ વિદેશમાં અગણિત શોરૂમ્સ આવેલા છે.


પણ હમણાથી જો તમે નોંધ્યું હશે તો તે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર બિંગસ્ટ્રોંગ ટેગ કરીને પોતાના જીમમાં એક્સરસાઇઝ કરતો ફોટો કે વિડિયોઝ શેયર કરે છે. આ ઉપરાંત તે પોતાના જીમમાંના ઇક્વિપમેન્ટને પણ આ વિડિયોઝમાં પ્રમોટ કરતો જોઈ શકાય છે.


તો તેણે પોતાની ફિલ્મો, ક્લોથ ચેઇન તેમજ ફિટનેસ ઇક્વિપમેન્ટ ચેઈન તો બજારમાં લાવી જ દીધી છે પણ હવે તે પોતાના જીમને પ્રમોટ કરી રહ્યો છે. હા આવનારા વર્ષમાં એટલે કે 2020માં સલમાન ખાનનો દેશ તેમજ વિદેશમાં 300 જેટલા જીમ તેમજ ફિટનેસ સેન્ટર્સ ખોલવાનો ઇરાદો છે.


જેનું નામ હશે SK-27, જેનું લક્ષ છે ભારતમાં એક પ્રકારની ફીટનેસ ચળવળ ઉભી કરવાનો લોકોમાં સ્વસ્થતા બાબતે જાગૃતિ ફેલાવાનો તેમજ તેના દ્વારા ફિટનેસ ટ્રેનર તેમજ તેની સાથે જોડાયેલા લોકો માટે રોજગાર ઉભો કરવાનો.


ગત એપ્રિલ મહિનામાં સલમાને પોતાના ફિટનેસ ઇક્વિપમેન્ટ બિંગ સ્ટ્રોન્ગને લોન્ચ કર્યા હતા. તેમના આ ઉપકરણો દેશના 180થી પણ વધારે જીમમાં ગોઠવવામાં આવ્યા છે. જેની ડીમાન્ટ ઉત્તરોત્તર વધતી જઈ રહી છે. એમ પણ જે બ્રાન્ડસાથે સલમાન ખાનનું નામ જોડાયેલું હોય તેનું વેચાણ વધતું હોય તો સલમાન ખાનની પોતાની બ્રાન્ડનું વેચાણ તો ચોક્કસ વધવાનું.


જીમ માટેના પોતાના આ ઇક્વિપમેન્ટ જેનું નામ તેણે બિંગ સ્ટ્રોન્ગ રાખ્યું છે તેને પ્રમોટ કરતાં તેણે ગયા મહિને એક વિડિયો ટ્વીટર પર શેયર કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું, “વાત માત્ર મજબુત રહેવાની નથી પણ ફ્લેક્સિબલ રહેવાની પણ છે… છેલ્લા બે મહિનામાં 100થી પણ વધારે જીમમાં બિંગ સ્ટ્રોગ ઇક્વિપમેન્ટને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.”


હાલ સલમાનખાન પોતાની આવનારી ફિલ્મ દબંગ-3 પર કામ કરી રહ્યો છે. આ ઉપરાંત હાલ તે ટેલિવિઝન રિયાલીટી શો નચ બલિયે 9નો પ્રોડ્યુસર તો છે જ પણ સાથે સાથે તેને હોસ્ટ પણ કરી રહ્યો છે. આ ઉપરાંત થોડા જ દિવસોમાં શરૂ થનારી બિગબોસ સિઝન ને પણ તે હોસ્ટ કરી રહ્યો છે. આમ સલમાન ખાન ક્યારેય નવરો નથી રહેતો.


તેના ભાઈઓએ એક ઇન્ટર્વ્યુમાં સલમાનખાનની આ આદત વિષે જણાવ્યું હતું કે ભાઈ ક્યારેય નવરો નથી બેસતો તે દીવસ-રાત કામ કરે રાખે છે. થોડા વખત પહેલાં સલમાન ખાને એવું પણ એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે તે દિવસની માત્ર 2-4 કલાકની જ ઉંઘ લે છે. હવે તમે સમજી શકો છો કે સલમાન પોતે જ કેટલું હાર્ડવર્ક કરી રહ્યો છે. નહીંતર તેને પૈસાની કોઈ જ કમી નથી તે આરામથી રિટાયર્ડ થઈ શકે તેમ છે.


થોડા સમય પહેલાં સલમાને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક ફોટો શેયર કર્યો હતો જેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે. “જો તમારે બતાવવું જ છે, કોઈને માત આપવી છે, કોઈને મારવું છે, તો મહેનત કરીને પોતાનું લેવલ વધારીને તેને તમારા કામથી મારો, સખત પરિશ્રમથી ઉત્તમ બીજુ કશું જ નથી…”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version