જલ્સા કરોને જેંતીલાલ

અવરોધોના પહાડ ચીરીને આ છોકરીએ ઉભી કરી 1800 કરોડની કંપની…

એક ખરાબ જીવનશૈલીમાંથી બહાર આવીને આ યુવતિએ 1800 કરોડની કંપની ઉભી કરી લીધી

માત્ર બેઠા રહેવાથી કે રાહ જોવાથી સફળતા ક્યારેય મળતી નથી, સફળતા તે લોકોને મળે છે જે તેના માટે પોતાનો જીવ રેડી દે. કોઈ પણ વસ્તુમાં સારા હોવું તે કંઈ સફળતાની ગેરેન્ટી નથી હોતી પણ ઘણીવાર નિષ્ફળ થવા છતાં એકધારા પ્રયત્નશીલ રહેવાથી સફળતા મળે છે.

આજે આપણે તેવી જ એક સક્સેસ સ્ટોરીની વાત કરવા જઈ રહ્યા છે. સોફિયા અમોરુસો, પોતાના જીવનને બચાવી રાખવા માટે તેમણે નવ વર્ષની કુમળી વયમાં જ કેટલાએ નાના-મોટા વિચિત્ર કામ કર્યા છે પણ આજે તેણી અમેરિકાની ધનાડ્ય હસ્તીઓમાંની એક છે.

તેમની આ જીવનયાત્રા ખરેખર અદ્ભુત અને પ્રેરણાદાયી છે. આજે તેમની આ બ્રાન્ડ નેસ્ટી ગેલ સૌથી ઝડપથી સફળતાના શીખર ચડનારી કંપની બની ગઈ છે.

સોફિયાનો જન્મ 1984માં કેલિફોર્નિયામાં સાન ડિયાગોમાં થયો હતો. જ્યા ખબર પડી કે સોફિયાને ડિપ્રેશન અને એટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર નામની બીમારી થઈ ગઈ છે ત્યારે તેમને મજબૂરીથી શાળા છોડવી પડી અને ઘરે જ પોતાની શિક્ષા શરૂ કરવી પડી. સ્થિતિ વધારે કથળતી ગઈ કારણ કે તેમના માતા-પિતાની નોકરી છૂટી ગઈ હતી.

નવ વર્ષની નાનકડી ઉંમરમાં તેમણે લેમોનેડ શોપ ખોલી. જ્યારે તે 22 વર્ષની થઈ ત્યાં સુધીમાં તેમણે લગભગ 10 અલગ અલગ પ્રકારની નોકરી કરી હતી.

કિશોરી તરીકે સોફિયાએ વણઝારા જેવું જીવન જીવ્યું છે, અમેરિકાના પશ્ચિમ કિનારા પર અહીંથી ત્યાં ભટકી અને ચોરીઓ કરી. એવી જ એક ચોરીમાં તેણી પકડાઈ ગઈ અને તેણે દંડ ભરવો પડ્યો.

ત્યાર બાદ તેમણે આ પ્રકારની જીવનશૈલી છોડી દીધી. પછી તેણી સાનફ્રાન્સિસ્કો જતી રહી અને ત્યાં કોલેજમાં પોતાનું નસીબ અજમાવ્યું.

તે જ સમયે સોફિયાએ ઇ-બે પર એક ઓનલાઈન સ્ટોર ખોલ્યો, નામ રાખ્યું નેસ્ટી ગેલ વિંટેજ. આ નામ પોપ સિંગર બેટી ડેવિસના 1975ના આલ્બમ પર આધારિત હતું. સોફિયા ચેરિટી શોપ્સ પર જતી, ત્યાંથી કપડા ખરીદતી અને તે જ કપડાને ઉંચી કિમત પર વેચતી.

એક શેનેલ જેકેટ, જેને તેણે 515 રૂપિયામાં ખરીદ્યું હતું, તેને તેણે 64,395 રૂપિયામાં વેચ્યું. સોફિયા પોતાના કપડાં જાતે જ સ્ટાઇલ કરતી હતી, તેનો ફોટોગ્રાફ્સ લેતી, આકર્ષક કેપ્શન આપતી અને તેની ડીલીવરી પણ તેણી જાતે જ કરતી. થોડા સમય પહેલાં તેણે કેટલાક ફોટોગ્રાફી ક્લાસ એટેન્ડ કર્યા હતા જે તેને આ કામમાં ખુબ જ ઉપયોગી થયા.

નેસ્ટી ગેલ ખાસ અને યુવાન મહિલાઓ માટે વિન્ટેજ ક્લોથ વેચનારી લોકપ્રિય બ્રાન્ડ તરીકે પોતાની ઓળખ બનાવી ચુકી હતી. સોફિયાએ પોતાના ફેશન બ્રાન્ડના પ્રચાર તેમજ પ્રસાર માટે પહેલા માય સ્પેસ અને ત્યાર બાદ ફેસબુકના પ્લેફોર્મનો સારો ઉપયોગ કર્યો.

ઇ-બેએ 2008માં પોતાની બ્રાન્ડને મહત્ત્વ આપવાનો આરોપ લગાવી નેસ્ટી ગેલના લોકપ્રિય એકાઉન્ટને બ્લોક કરી દીધું. એવું લાગી રહ્યું હતું જાણે પાંચ વર્ષની બધી જ મહેનત પાણી ભેગી થઈ જશે. ત્યાં જ સોફિયાએ સમય બગાડ્યા વગર ઇ-બેથી બહાર નીકળી પોતાનો જ સ્ટોર ખોલવાનું નક્કી કરી લીધું. પોતાના કર્મચારીઓ સાથે લોસ એન્જેલસમાં તેણે પોતાની રીટેલ શોપ ખોલી.

તે પહેલાં મેળવેલી લોકપ્રિયતાના કારણે તેમની પાસે ઘણાબધા રોકાણકારો સંપર્કમાં આવ્યા. જોત-જોતામાં 315 કરોડ રૂપિયાની મૂડી બજારમાંથી ઉભી કરી લીધી. ત્યાં સુધીમાં તેની કંપનીની કીમત 1800 કરોડ રૂપિયા થઈ ગઈ હતી અને તેનું નામ ફોર્બ્સ મગેઝીનના 2012ની ધનાડ્ય મહિલાઓની યાદીમાં આવી ગયું.

બિઝનેસમાં સફળતા ઉપરાંત સોફિયાએ મહિલા આન્તરપ્રિન્યોર વિષે પ્રચલિત ખોટી ધારણાઓને ઉખાડી ફેંકી. સ્ત્રીઓના ફેશનના ક્ષેત્રમાં સફળતાના નવા સ્તંભો સ્થાપતી સોફિયા આધુનિક નારીવાદની મશાલ લઈને ઉભી રહેનારી સ્ત્રી બની ગઈ.

મહત્વાકાંક્ષી અને સાહસુ સ્ત્રીઓની સફળતાઓ પર નાક ચડાવનારાઓની ધારણાઓ અને વ્યાખ્યાઓને નેસ્તનાબુદ કરવા માટે તેમણે યુવાન સ્ત્રીઓને પ્રોત્સાહિત કરી. 21 એપ્રિલ 2017ના નેટફ્લિક્સ પર ચાલુ થયેલી સીરીઝ “ગર્લ બોસ”માં તેમની કથાનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

તેમણે વિશ્વને બતાવી દીધું છે કે પોતાની જિજ્ઞાશા અને પોતાની મહત્વાકાંક્ષા જ્યારે તમારા ભય પર વિજય મેળવી લે ત્યારે તમે તમારામાં પરિપુર્ણ ન હોવ તો પણ સફળતાના વણ ખેલ્યા શીખરો સર કરી લો છો. હાર માન્યા વગર સફળતા મેળવવાનો દૃઢ સંકલ્પ જ એક આ ગણ્યાગાંઠ્યા ખાસ લોકોને વિશ્વના અન્ય સામાન્ય લોકો કરતા અલગ તારવે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version