જો સ્તનપાન કરતી વખતે કરશો આ વસ્તુઓનુ સેવન, તો થશે ભયંકર નુકસાન

સ્તનપાન કરાવતી વખતે આ વસ્તુઓનું સેવન ક્યારેય ન કરવું

image source

બાળક પોતાના જન્મ બાદના સતત છ મહિના માત્રને માત્ર માતાના ધાવણ પર જ નભેલું હોય છે.

અને ડોક્ટર પણ ખાસ સલાહ આપે છે કે બાળકને છ મહિના સુધી માતાનુ દૂધ જ આપવામા આવે અને બહારનું પાણી પણ ન આપવામાં આવે તેમ છતાં કોઈ નહીંને કોઈ કારણસર માતાઓ બાળકને બહારનું દૂધ અને પાણી આપતી હોય છે.

image source

પણ તેઓ એ નથી જાણતી કે નવજાત બાળક માટે માતાનું દૂધ કોઈ અમૃતથી ઓછું નથી.
માતાનું દૂધ બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે અને એમ કહી શકાય કે બાળકની રોગપ્રતિકારક શક્તિનો પાયો જ માતાનું દૂધ નાખે છે.

તેમ છતાં બાળકને ફીડીંગ કરાવતી વખતે કેટલીક બેદરકારીઓ રાખવામાં આવતી હોય છે. જેમ કે બાળકને ફીડીંગ કરાવતી વખતે માતાએ કેટલીક વસ્તુઓનું સેવન ન કરવુ જોઈએ.

image source

અને તેમ કરવાથી સીધું જ બાળકને નુકસાન થાય છે. તો ચાલો જાણીએ બાળકોને સ્તનપાન કરાવતી માતાઓએ શું ન ખાવું જોઈએ.

આ માહિતિ હાલ ગર્ભવતિ મહિલા તેમજ બની ચુકેલી માતાઓ માટે કે જેમને ત્યાં ધાવણું બાળક હોય તેમના માટે ખુબ જ જરૂરી છે અને મદદરૂપ છે.

બાળકનો જન્મ થતાં જ માતાનો પણ જન્મ થાય છે અને માતાનું સમગ્ર જીવન બદલાઈ જાય છે. તેના જીવનની સમગ્ર પ્રાથમિકતા જબદલાઈ જાય છે તેના માટે તેનું સર્વસ્વ તેનું બાળક જ બની જાય છે, પણ બાળકનો ઉછેર એ એક પડકારજનક અને જવાદારીપુર્ણ કામ છે.

image source

બાળકના જન્મ બાદ બાળક જ્યારે ધાવણું થાય ત્યારે માતાએ પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ કારણ કે માતામાં જે પોષણ ઉતરે છે તે સીધુ જ તેના દૂધ દ્વારા બાળકને મળે છે અને આ રીતે તમે તમારા બાળકને પણ સ્વસ્થ રાખી શકો છો.

અને તેના વિકાસના મહત્ત્વના દિવસો દરમિયાન તમે તેને યોગ્ય પોષણ આપી શકો છો.

બાળક જ્યારે માત્રને માત્ર માતાના દૂધ પર નિર્ભર હોય ત્યારે માતા પોતાને ગમે તેવો ખોરાક નથી ખાઈ શકતી. એવું નથી હોતું કે આજે પાણીપુરી ખાવાનું મન થયું તો ખાઈ લઈએ, પિઝા ખાવાનું મન થયું તો ખાઈ લઈએ.

image source

ના, મન થાય તે વસ્તુ સ્તનપાન કરાવતી માતા નથી ખાઈ શકતી. તો ચાલો જાણીએ કે કેવા ખોરાકથી સ્તનપાન કરાવતી માતાઓએ દૂર રહેવું જોઈએ.

ખાટા ફળ

સ્તનપાન કરાવતી માતાઓએ બાળક જ્યારે સંપુર્ણ સ્તનપાન પર જ નિર્ભર હોય તે સમય દરમિયાન ખાટા પદાર્થો ખાવાનું બંધ કરી દેવું જોઈએ.

image source

કારણ કે બાળકમાં તે સમયે જીઆઈ ટ્રેક્ટ પરિપક્વ નથી થયો હોતો. અને ખાટા ફળોમાં હાજરકમ્પાઉન્ડ બાળકને ઉદ્ભમાતિયુ બનાવે છે. તેને ઉલટી પણ થઈ શકે છે તેમજ ડાયપર રેશેસની સમસ્યા પણ વધી શકે છે.

કેફિનવાળા પદાર્થો

જ્યાં સુધી બાળક સંપુર્ણ રીતે માતાના દૂધ પર નિર્ભર છે ત્યા સુધી માતાએ કેફિન યુક્ત પદાર્થો ન લેવા જેઈએ કારણ કે તમને તો તે પચી જશે પણ બાળકનું શારીરિક તંત્ર તેને પ્રોસેસ નથી કરી શકતું અને તેના કારણે તેનું સ્વાસ્થ્ય બગડી શકે 1છે.

image source

ચોકલેટની લાલચને અંકુશમાં રાખો

ચોકલેટ ભાગ્યે જ કોઈને ન ગમતી હોય. અને તમને પણ મોટા ભાગના લોકોની જેમ ચોકલેટ ખુબ પસંદ હોય તો તમારે ચોકલેટનું સેવન ઓછું કરી દેવું જોઈએ.

image source

કારણ કે સ્તનપાન કરતાં બાળક માટે તે નુકસાનકારક હોય છે. કેટલાક એવા કેસ પણ જાણવા મળ્યા છે કે ચોકલેટ ખાવાથી બાળક પર લેક્સેટિવ અસર થાય છે. માટે સ્તનપાન કરાવતી માતાએ થોડો સમય ચોકલેટ ન ખાવી જોઈએ.

સી ફૂડ

જો તમે નોનવેજીટેરિયન હોવ અને તમને માછલી પસંદ હોય તો બાળકને જ્યાં સુધી સ્તનપાન કરાવો છો ત્યાં સુધી તમારે માછલીથી કે પછીસી ફૂડથી દૂર રહેવું જેઈએ.

image source

કેટલાક સી ફૂડમાં મરક્યુરી હોય છેજે શરીરમાં જઈને નુકસાન પહોંચાડે છે. શરીરમાં વધારે પ્રમાણમાં મરક્યુરી હોવાથી તે તમારી નર્વસ સિસ્ટમને નુકસાન કરી શકે છે. તેના માટે તમે તમારા ડોક્ટરની પણ સલાહ લઈ શકો છો.

ઘઉ

ઘઉંમાં પુષ્કળ પ્રમાણમાં ગ્લુટન હોય છે. માટે તેનાથી પેટમાં તકલીફ થાય છે અને બાળકને પણ તેનાથી તકલીફ થાયછે. બાળકના મળદ્વારમાં લોહી આવી શકે છે કારણ કે તેના માટે તેવું દૂધ પચવું ભારે પડે છે.

image source

માટે જ બાળક જ્યારે સંપુર્ણ માતાના દૂધ પર નિર્ભર હોય ત્યારે માતાએ ઘઉંનુ સેવન ઓછું કરી દેવું જોઈએ તેની જગ્યાએ પચવામાં હળવા રહે તેવા અનાજનું સેવન કરવું જોઈએ.

મદ્યપાન

એમાં કોઈ જ શંકા નથી કે મદ્યપાનની અસર શરીર પર માઠી થતી હોય છે.

image source

માટે સ્તનપાન કરાવતી માતાએ ક્યારેય મદ્યપાન ન કરવું જોઈએ. દારૂને શરીરમાં મેટાબોલાઇઝ થતાં 1-2 કલાકનો સમય લાગે છે અને બાળક માટે આ સ્થિતિમાં સ્તનપાન કરાવવું જોખમી રહે છે.

ફુદીનો

image source

ફુદીનો ખાવાથી માતાનું દૂધ ઓછું આવવા લાગે છે. માટે બાળકને દૂધ ઓછું પડે છે અને તે ભુખ્યું જ રહી જાય છે. માટે બાળકને પુરતું દૂધ મળી રહે તે માટે તમારે ફુદીનાનું સેવન ન કરવું જોઈએ.

ડેરી ઉત્પાદનો

ડેરી ઉત્પાદનમાં પ્રોટીન તેમજ ચરબી પુષ્કળ હોય છે.પણ સ્તનપાન કરાવતી માતાઓ દ્વારા આ ખોરાક લેવાય તો તે બાળકના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

image source

જો તમે સ્તનપાન દરમિયાન ડેરી ઉત્પાદનોનું વધારે સેવન કરશો તો તમારું બાળક ઉદ્માત મચાવશે, તેને એક્ઝિમા કે પછી ત્વચા સંબંધીત બીજી તકલીફો પણ થઈ શકે છે.

માટે બાળકને સ્તનપાન કરાવતી વખતે ડેરી ઉત્પાદનોનું સેવન બંધ કરી દેવું જોઈએ.

લસણ

image source

લસણ આમ તો શરીરને કંઈ નુકસાન તો નથી પહોંચાડતું. પણ લસણવાળો ખોરાક ખાવાથી તેની સ્મેલ માતાના દૂધમાં પણ ભળે છે અને બની શકે કે બાળકને તે સ્મેલ સારી ન લાગે અને તેને માતાનાદૂધથી અભાવો આવી જાય અને તે તે સ્મેલના કારણે દૂધ પીવાનું જ બંધ કરી દે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ