આવો ચોર અને આવી ચોરી તમે ક્યાંય નહીં જોઈ હોય, વીડિયો વાયરલ થતાં જ લોકો પેટ પકડીને હસવા લાગ્યાં

દુનિયાભરમાંથી ચોરીના વિચિત્ર કેસો સામે આવતા રહે છે. આ સાથે સાથે બધા ચોરની ચોરી કરવાની અલગ અલગ રીતે સામે આવતી હોય છે. અહી પણ ચોરની ચોરી કરવાની અનોખી રીત જોઈને સૌ દંગ રહી ગયા છે. ચોરી કરવાની આ રીત જોઈને ઘણી વખત લોકો આવા ચોરોથી ડરી રહ્યાં છે.

દિવસે અને દિવસે ચોરીની ઘટના વધતાં ચારે તરફ સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. દિવસ હોય કે રાત, એકાંત હોય કે ભીડ ચોરીની બધી પરિસ્થિતિ માટેની આ નવી નવી ટ્રિક જોઈને પોલીસ માટે પણ તેનો અંદાજો લગાડવો અઘરો બની ગયો છે. આવી જ કઈક અનોખી રીતથી ચોરી કરતા એક ચોરની ઘટના પાકિસ્તાનમાંથી સામે આવી છે. જ્યાં એક દુકાનમાં થયેલ ચોરીએ બધાને ચોંકાવી દીધા છે.

તાજેતરમાં આ ચોરીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી લોકો પણ અલગ અલગ વાતો કરી રહ્યાં છે. રીલથી માંડીને વાસ્તવિક જીવન સુધી, તમે ચોરીના ઘણા જોખમી કેસો જોયા અથવા સાંભળ્યા હશે. પરંતુ, હવે જે બાબત સામે આવી છે તેણે બધાને ધ્યાનમાં રાખવા જેવી છે. દુકાન ચોરી કરવા ચોર જે રીતે દુકાનદાર પાસે પહોંચ્યા અને દુકાનદારે આપેલા જવાબથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ ચોરીની ઘટના વિશે વિગતે વાત કરીએ તો, વીડિયોમાં જોતાં ખબર પડે છે કે, ચોર એકદમ દર વગર સાહજીક રીતે એક દુકાન પર પહોંચે છે. તે દુકાનના માલિકને કહે છે કે તેને શેમ્પૂ જોઈએ છે. દુકાનદાર શેમ્પૂ આપતો આ વીડિયોમાં દેખાઈ રહ્યો છે. અહી સુધીની વાત એકદમ સામાન્ય લાગે છે પણ આ પછી થતી વાતચીત જાણીને તમે પણ ચોંકી જશો. શેમ્પૂ લીધા બાદ ચોર સીધો જ દુકાનદારને કહે છે કે, મોટી નોટો આપો.

ચોરની આવી માંગણી સાંભળીને દુકાનદાર સમજી જાય છે તે તેની સાથે મારપીટ કે બૂમ બરાડા પાડવાના બદલે શાંતિથી જવાબ આપતા કહે છે કે, હમણાં દુકાનનું કામ સાવ બંધ જેવું છે, વેપારનો સમય સાવ પૂરો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કોઈ ગ્રાહક તેમનાં દુકાન પર વસ્તુ લેવા આવી રહ્યા નથી તો તમને મોટી નોટો કઈ રીતે આપવી. દુકાનદારના આવા કહેવા પછી ચોર વળતા ઉત્તરમાં કહે છે કે, અમારે પણ કોઈ કામ નથી તેથી અમે ચોરી કરી રહ્યા છીએ. કામની તંગીને કારણે હવે આ ચોરી કરવા તેઓ પણ મજબૂર છે.

ચોર આ રીતે ખુલ્લેઆમ આવીને નોટની માંગ કરે છે જે વાત ખુબ અજીબ છે અને દુકાનદાર પણ સાહજીક રીતે તેની પરેશાની ચોરને કહે છે. ચોર અને દુકાનદાર એકબીજાની વચ્ચે પોતાની પરિસ્થિતિ વિશે આ રીતે વાત કરતા પહેલી વખત જોવા મળ્યાં છે. આ ચોરીની રીત ખુબ જ વિચિત્ર લાગી રહી છે, જ્યાં ચોર તેની પરેશાની જણાવી રહ્યાં છે. સામાન્ય રીતે વીડિયો જોઈને એવું લાગતું નથી કે કોઈ ચોરી થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ