જલ્સા કરોને જેંતીલાલ

અવિનાસ મૂખર્જી એટલે કે જગિયા ડેટ કરે છે મિસ ઇન્ડિયાને, જુઓ કેટલો બદલાવ આવ્યો છે અત્યાર સુધી…

બાલિકા વધુની આનંદિ નહીં, આ વખતે છે સમાચારોમાં હેન્ડસમ બોય જગિયા… જાણો કોની સાથે કરી રહ્યો છે ડેટ અને મોટો થઈને કેવો લાગે છે. કલર્સ ઉપર ચાલેલી સૌથી લોકપ્રિય સિરિયલ બાલિકા વધુનો આ બાલ અભિનેતા હવે થઈ ગયો છે યુવાન. મીસ ઇન્ડિયાને કરી રહ્યો છે ડેટ…

છોટી સી ઉમર મેં પરણાઈ રે… આ ગીત શરૂ થાય અને કેટલીય બહેનો બપોરના ભાગમાં આનંદિ અને જગિયાના નાજૂક સંબંધોની અનોખી કહાનીના સાક્ષી બનવા બેસી જતાં. આ સમયે કલર્સ ચેનલ ટી.વી. ઉપર નવી જ શરૂ થઈ હતી એવો તબક્કો હતો અને સૌથી વધુ પોપ્યુલર થઈ હતી અને સૌથી વધારે વર્ષો સુધી આ સિરિયલ ચાલી પણ હતી. સ્મૃતિ બંસલ અને અનુપ સોનીની સાથે આ બંને બાળ કલાકારોએ પણ ખૂબ જ પ્રખ્યાતિ મેળવી હતી. આજે આ બાળ કલાકાર અવિનાશ મુખર્જિ મોટો થઈ ગયો છે અને નાનપણમાં જેટલો ક્યુટ લાગતો એટલો જ હવે ખૂબ જ હેન્ડસમ લાગે છે. તે એક સુંદર છોકરીને પ્રપોઝ કરી બેઠો છે! આવો તેની લવ સ્ટોરી જાણીએ.


અવિનાસ મૂખર્જી, ડેટ કરે છે મીસ ઇન્ડિયા સલોની લુથરાને એ વાત હવે છૂપી નથી…

આજના સ્ટાર કપલ્સ પોતાના રિલેશનશીપને જ્યાં સુધી બને ત્યાં સુધી છુપાવી રાખતાં હોય છે. પરંતુ આ યંગ કપલ કંઈક જૂદું જ છે. તેમને પોતાની લવ સ્ટોરીને પોતાના ફેમીલીથી કે પછી ફેન્સ લોકોથી છુપાવી નથી. તેઓ એકબીજા સાથે જાહેરમાં પણ મળે છે અને સારો સમય વિતાવે છે. આ બંને એકબીજાની કંપની ખૂબ જ એન્જોય કરે છે અને બંને ખુશ છે, તેની સાબિતી તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં ફોટોઝ શેર કરીને વ્યક્ત પણ કરે છે.

અવિનાશ અને સલોનીની ઝુબાની જ જાણીએ તેમની પ્રેમકહાની…


એક મેગેઝિન સાથે થયેલી વાતચીત પ્રમાણે અવિનાશ અને સલોની સાથે કોલેજમાં ભણતાં હતાં એ સમયથી તેમની ઓળખાણ હતી. તેઓ પોતાના રિલેશનશીપ અને સાથને ખૂબ સારીરીતે સમજે છે, તેવું એમની વાત ઉપરથી જરૂર લાગશે. અવિનાશ કહે છે, “મેં મારા ઇન્સ્ટાગ્રામ ઉપરથી સલોનીનો સંપર્ક કર્યો કારણ કે મારે મારી કંપની માટે કંઈક લખાણ લખાવવું હતું, તેથી મેં સલોનીને ઇન્સ્ટા મેસેજમાં કોન્ટેક્ટ કર્યો, મને ખ્યાલ હતો કે તે સારું લખે છે. અમે કોલેજમાં સાથે હતાં.”


“એ સમયે મેં કેટલાક કંટેન્ટ રાઈટર્સના નામ સજેસ્ટ કર્યાં હતાં, પણ તેને કહ્યું કે હું જ તે લખું. હવે, સમજાય છે કે આ એ સમય હતો જ્યારે અમે પ્રેમમાં પડ્યાં અને સંબંધોમાં વધુ ઊંડાં જઈ શક્યાં. સલોનીએ શરમાઈને વાક્ય પૂરું કર્યું.

શું તેમના પરિવારને તેમના પ્રેમસંબંધ વિશે ખ્યાલ છે?

અવિનાશે કહ્યું, હા, મેં અમૃતસર જઈને મારા મમ્મી સાથે સલોનીને મળાવી છે. સલોની એ છોકરીઓમાંથી છે, જેને મેં મારા મમ્મીને ઓળખાણ કરાવી હોય. સલોનીએ પણ ઉમેર્યું કે મારા મમ્મી પપ્પાએ અમને સોલો ટ્રીપ કરવાની પણ પરમિશન આપી છે. અમારી ફ્રેન્ડશીપ એટલી મેચ્યોર છે કે અમારા ઉપર અમારા પેરેન્ટસને ભરોસો છે.


પ્રેમસંબંધમાં કોઈ પ્રોબ્લેમ છે ખરો?

અવિનાશ કહે છે કે કઈ લવસ્ટોરીમાં પ્રોબ્લેમ ન હોય? કંઈને કંઈક તો તકલીફ દરેક સંબંધોમાં હોય છે. અમારા સંબંધમાં પણ છે. પરંતુ અમે તેને પરફેક્ટ કરી દઈશું. પ્યાર મેં કોન્ફિલ્ક્ટ ના હો તો વોહ પ્યાર કૈસા? આવું કહીને તે હસી દે છે. હકીકતે એવું છે કે અવિનાશ બંગાળી પરિવારમાંથી આવે છે અને સલોની અફઘાની અને ગુજરાતી પરિવારનું મિશ્રણ છે. એટલે કે સલોનીના પિતા મૂળ અફઘાની છે અને માતા મૂળ ગુજરાતી છે. જો તેઓ ભવિષ્યમાં લગ્નસંબંધે બંધાય તો કાસ્ટ પ્રોબ્લેમ આવી શકે પરંતુ તેને તેઓ સમજણપૂર્વક સૌને મનાવી લેશે.

તેમનો પ્રેમ મૈત્રીપૂર્ણ છે, પણ સલોની જગિયાને નથી ઓળખતી…


સલોની કહે છે કે અવિ, એકદમ સ્કુલના બાળક જેવો નિખાલસ અને પ્રેમાળ છે. જ્યારે અવિનાશે કહ્યું કે મને પહેલીવાર એ જાણીને ત્યારે નવાઈ લાગી હતી કે સલોનીને તેની સૌથી પોપ્યુલર સિરિયલના પાત્ર જગિયા વિશે નથી જાણતી. તે કહે છે કે હું ઇચ્છું છું કે તે મારા વિશે બધુ ભલે ન પણ જાણે પણ મારા આ પાત્ર વિશે થોડી માહિતી હોય તો મને ખુશી થશે. સલોનીએ ઉમેર્યું કે તેના ઘરે ગઈ ત્યારે તેના કમરામાં બહુ બધા ફોટોઝ અને એવોર્ડસ પડ્યા હતા. મને આનંદ છે કે તે એક સારો અભિનેતા છે પણ મારા માટે તે મારો પ્રેમી છે એજ પૂરતું છે.

કઈરીતે કર્યું હતું પ્રપોઝ?


અવિનાશે કહ્યું, મેં તેને સવારે ચાર વાગ્યે પ્રપોઝ કર્યું હતું. તે કહે છે, કે ખરેખર એ સમયને બ્રહ્મમુહર્ત કહેવાય છે. એ સમયે બ્રહ્માજી જાગે છે અને જગતને પણ જાગ્રત કરે છે. મને લાગ્યું કે આ સમય સૌથી પવિત્ર સમય હોઈ શકે. તેથી મેં તેને વહેલી સવારે પ્રપોઝ કર્યું હતું. અને એવું જ થયું, મને તરત જ હામાં જવાબ મળી ગયો. મારો વિચાર સાચો લાગ્યો મને…

આજના દોડતા સમયમાં નવા કપલે શું કરવું જોઈએ?


આજના દોડતા ભાગતા સમયમાં કોઈ વ્યક્તિ એકબીજાની લાગણીઓની કદર નથી કરી શકતાં કે એકબીજાં સાથે સમય પસાર નથી કરી શકતાં ત્યારે એકબીજાને સમજીને જીવનમાં આગળ વધવું જોઈએ, એવું અવિનાશનું માનવું છે. સલોની કહે છે, મારે માટે અમે બંને સાથે છીએ એજ મોટી વાત છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version