બાલિકા વધૂની નાનકડી માસુમ આનંદી હવે લાગે છે આટલી સુંદર

બાલિકા વધુમાં આનંદીનું પાત્ર ભજવીને લોકોના હૃદયમાં વસી જનારી અભિનેત્રી તમને બધાને યાદ જ હશે. હવે તો તમે એ પણ જાણતા હશો કે તેનું રીયલ નામ અવિકા ગૌર છે.

આ અભિનેત્રિએ વર્ષ 2008થી 2010 સુધી બાલિકા વધૂ સિરિયલમાં આનંદીનું પાત્ર નિભાવ્યું હતું. ત્યાર બાદ 2010થી 2016 સુધી પ્રત્યુષા બેનર્જી અને તોરલ રાસપુત્રાએ આનંદીનું પાત્ર નિભાવ્યું. આ સિરિયલ કલર્સ ટીવી પર લાંબો સમય સુધી ચાલનારા ટીવી કાર્યક્રમોમાં ત્રીજા સ્થાન પર હતું.

તમને જણાવી દઈએ કે નાની આનંદી હવે ઘણી મોટી થઈ ગઈ છે અને સુંદર પણ. આજે અમે તમને જણાવીશું બાલિકા વધુની આનંદીની કેટલીક લેટેસ્ટ તસવીરો.

અવિકા ગૌરનો જન્મ 30 જૂન 1997માં મુંબઈમાં થયો હતો. અવિકાને પોતાની કેરિયરનો સૌથી મોટો બ્રેક બાલિકા વધૂ સિરિયલમાં આનંદીના રૂપમાં મળ્યો હતો. ત્યાર બાદ આ અભિનેત્રીએ કલર્સ ટીવીની સિરિયલ ‘સસૂરાલ સિમર કા’માં પણ કામ કર્યું છે.

ટીવી સિરિયલ ઉપરાંત આ અભિનેત્રીએ વર્ષ 2013માં સાઉથની ફિલ્મ ‘અય્યાલા જમ્પલા’માં પણ કામ કર્યું છે.

ત્યાર બાદ તેમણે ફિલ્મ નિર્માતા કિશન શ્રીકાંતની ફિલ્મ  ‘કેયર ઓફ ફુટપાથ 2’માં પણ કામ કર્યું.

જો કે આ બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન ન કરી શકી.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી

ટેલિવૂડ ગપસપ કે બીજી ઘણી બધી માહિતી મળી શકે છે અમારા પેજ પરથી, તો એના માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી