બાલિકા વધુની આનંદી એટલે કે અવિકા ગોરે પોતાના કરતાં 18 વર્ષ મોટા યુવાનને જીવનસાથી તરીકે કર્યો પસંદ
2008માં એટલે કે આજથી લગભગ 1 દાયકા પહેલાં બાલિકા વધુ નામની સિરિયલનું કલર્સ ટેલિવિઝન પર પ્રસારણ કરવામાં આવતું હતું. અને સિરિયલ શરૂ થયાના થોડાંક જ દિવસોમાં લોકપ્રિય બની ગઈ હતી.

સતત 8 વર્ષ સુધી આ સિરિયલનુ પ્રસારણ ચાલુ રહ્યું હતું. આ સિરિયલનો છેલ્લો એપિસોડ 31 જુલાઈ 2016ના રોજ પ્રસારિત થયો હતો. આ સિરિયલમાં બાળવધુનું પાત્ર ભજવનાર અવિકા ગોરને પણ ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

આ સિરિયલમાં રાજસ્થાન તેમજ સમગ્ર દેશમાં ચાલી રહેલી બાળ વિવાહના મુદ્દા પર એક બાળ વધુની વાર્તા દર્શાવવામાં આવી હતી કે નાની ઉંમરે લગ્ન થવાથી તેણીએ કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકો દ્વારા શોને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. અને બાલિકા વધુમાં આનંદીનું મુખ્ય પાત્ર ભજવનાર અવિકા ગોર પણ જાણે લોકોની આંખનો તારો બની ગઈ હતી.

આનંદીની આંખમાં આસું જોઈને દર્શકોની આંખમાં પણ પાણી આવી જતાં. આનંદીના બાળપણું પાત્ર જ્યારે મોટું થયું ત્યાર બાદ અવિકા ગોરે આ સિરિયલ છોડી દીધી હતી. જો કે થોડો સમય બ્રેક લીધા બાદ તેણી કલર્સ ટેલિવિઝન પર જ લોન્ચ થતી સિરિયલ સસુરાલ સિમરકામાં મુખ્ય પાત્રની નાની બહેન તરીકે જોવા મળી હતી.

અને આ સિરિયલ પણ કલર્સના હીટ શોઝમાનો એક છે. જોકે આનંદીના ઘણા બધા ફેન્સને મોટી થયેલી અવિકા ગોરને જોઈને આશ્ચર્ય થયું હતું. આ સિરિયલમાં તેણીએ સીમરની નાની બહેન રોલીનું પાત્ર ભજવ્યું હતું. સિરિયલની વાર્તા આગળ વધતાં તેણીએ તેણીની બહેનના દીયર સાથે સિરિયલમાં લગ્ન કર્યા હતા.

અને અહીં અવિકા ગોરની પોતાનાથી 18 વર્ષ મોટા યુવાન એવા કો એક્ટર મનીષ રાયસિંઘાન સાથેની પ્રેમ કહાનીની શરૂઆત થાય છે. આ સિરિયલમાં સિમરના દીયરનું પાત્ર મનીષ રાયસિંઘાને ભજવી હતી. અને તેને રોલીનો પતિ એટલે કે અવિકાનો પતિ પણ દર્શાવવામાં આવ્યો હતો.

આ શોના શૂટિંગ દરમાયન મનિષ અને અવિકા એકબીજાની નજીક આવ્યા હતા અને સમય પસાર થયે એકબીજાના પ્રેમમાં પણ પડ્યા. હાલ તેઓ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.

ઘણીવાર અવિકા અને મનિષ જાહેરમાં પણ એકબીજા સાથે જોવા મળ્યા છે. જો કે તેમણે ક્યારેય પોતાના પ્રેમની જાહેરાત નથી કરી પણ તેમણે ક્યારેય તેમના સંબંધો છૂપાવ્યા પણ નથી.

જોકે સસુરાલ સિમરકા સિરિયલ ઘણા સમય પહેલાં બંધ થઈ ગઈ છે અને અવિકા પણ પોતાની કેરિયરમાં ઘણી આગળ વધી ગઈ છે, તેણીએ કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને હાલ તેણી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી રહી છે.

તેણીએ 2013માં આવેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઉય્યલા જામપાલામાં કામ કર્યું છે. તો 2019ના ઓક્ટોબરમાં તેણીની સાઉથ ઇન્ડિયન હોરર ફિલ્મ રાજુગરીગાધી 3 પણ રિલિઝ થઈ ચુકી છે.

તેમજ ગયા વર્ષે તેણીને રાઇઝિંગ ફિલ્મ સ્ટારનો અવોર્ડ પણ મનિષના હસ્તે મળ્યો હતો જેને લઈને તેણી ઓર વધારે ખુશ જોવા મળી હતી. હાલ તેણી પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સુપર એક્ટિવ છે તેણી પોતાના ફેન્સના સંપર્કમાં રહેવા માટે અવારનવાર પોતાની અવનવી તસ્વીરો શેર કરતી રહે છે.
Source : bollywoodshaadis
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ