શું તમે સાડીમાં બોલીવૂડ દીવાઝની જેમ ગ્લેમરસ દેખાવા માગો છો ? તો આ રીતે પહેરો સાડી

સાડી એ ભારતનો ટ્રેડીશનલ પહેરવેશ છે તે પછી કોઈ હીન્દૂ સ્ત્રી હોય, પારસી સ્ત્રી હોય, મુસ્લિમ સ્ત્રી, સીખ સ્ત્રી હોય, ઉત્તર ભારત હોય, દક્ષીણ ભારત હોય પશ્ચિમ ભારત હોય કે પછી પુર્વ ભારત હોય વારે તહેવારે ભારતીય સ્ત્રીઓ દ્વારા સાડીઓ પહેરવામાં આવે છે. જો કે હવે સાડીઓ પહેરવાનું ચલણ ઘણું બધું ઘટી ગયું છે કેટલાક ખાસ પ્રસંગે જ સાડી પહેરવામાં આવે છે.

image source

કેટલીક મહિલાઓ સાડીને આઉટડેટેડ માને છે. જો કે તેમાં બની શકે કે તેમની સાડી પહેરવાની રીત જ આઉટડેટેડ હોય માટે તેઓ તેમ અનુભવતી હોય. પણ જો તમે બોલીવૂડ માનુનીઓને જોશો તો તમને ખ્યાલ આવશે કે સાડી પહેરીને પણ તમે આકર્ષક અને ગ્લેમરસ લાગી શકો છો. જો સાડી એક ગ્લેમરસ વસ્ત્ર ન હોત તો મોટા મોટા ડીઝાઈનર્સ જેવા કે મનિષ મલ્હોત્સા, સવ્ય સાચી કે પછી સંદીપ ખોસલા અને અબ્બુજાની પોતાનો કીંમતી સમય સાડી પાછળ ન બગાડતા હોય.

image source

માત્ર બોલીવૂડ અભિનેત્રીઓ કે પછી મનિષ મલ્હોત્રાના ફેશન શોમાં રેમ્પ વોક કરતી મોડેલો જ સાડીના ગ્લેમરસ અવતારને અપનાવી શકે તેવું નથી તમે પણ સાડીને ગ્લેમરસલી પહેરી શકો છો. તમે બોલીવૂડ અભિનેત્રીઓને ઘણા બધા વેસ્ટર્ન મોડર્ન વસ્ત્રોમાં જોઈ હશે પણ જ્યારે જ્યારે તેઓ સાડી પહેરે છે ત્યારે તેમનું ગ્લેમર એક અલગ જ લેવલ પર પહોંચી જાય છે. કારણ કે તેમનો સાડી પહેરવાનો અંદાજ જ કંઈક અલગ હોય છે. જો કે તેમની પાછળ ઘણાબધા ડીઝાઈનર્સ તેમજ સ્ટાઇલીસ્ટનો હાથ હોય છે. પણ તમે પણ સ્ટાઇલીસ્ટ કે ડીઝાઈનર્સ વગર તમારા સાડી લૂકને આ રીતે ગ્લેમરસ બનાવી શકો છો.

image source

સાડી વીથ પેન્ટ્સ ઓર જીન્સ

આ એક અત્યંત ગ્લેમરસ અને બોલ્ડ પસંદગી છે. આજે ઘણા બધા ફેશન શોઝ તેમજ બોલીવૂડ ઇવેન્ટ્સમાં અભિનેત્રીઓ આ પ્રકારનો લૂક અપનાવતી હોય છે. જો તમે તમારા લૂક સાથે થોડું સાહસ કરવા માગતા હોવ અને તમારી ફેશન સેન્સ થોડી પણ સારી હશે તો તમે પણ આ લૂકને ગ્લેમરસલી કેરી કરી શકશો. અહીં તમારે સાડીને ચણિયા પર નહીં પણ પેન્ટ કે પછી પ્લાઝો જેવા પણ ઓછા ઘેરવાળા પેન્ટ અથવા જીન્સ સાથે પહેરવાની છે. અહીં સાડીની લેન્થ ઓછી રહેશે. અને ટોપર પર પણ તમે ગ્લેમરસ બ્લાઉઝ અથવા તો જેકેટ જેવા લૂક વાળો બ્લાઉઝ પહેરી શકો છો.

image source

લહેંગા સાડી પહેરી આકર્ષક દેખાઓ

બોલીવૂડમાં આજકાલ લહેંગા સાડી પણ બહુ જોવા મળે છે. તેમાં તમારે કંઈ ખાસ તકલીફ પણ નથી લેવી પડતી. જો તમારી પાસે ચણીયા ચોળી હોય તો તેની ઓઢણીને તમે સાડીના પાલવની જેમ પહેરી શકો છો અથવા જો સાડીને ચણિયાચોળીની જેમ પહેરવી હોય તો તેમ પણ કરી શકો છો. આ રીતે તમારે વધારે મહેનત પણ નહી કરવી પડે અને તેમાં તમે આકર્ષક પણ લાગશો.

image source

સાડી વીથ શરારા પેન્ટ્સ

શરારા પહેલાં લાંબી કુર્તી કે ટોપ સાથે પહેરવામાં આવતું હતું પણ હવે ગ્લેમર વર્લ્ડના ડીઝાઈનર્સ પોતાની મોડેલ્સને શરારા સાથે પણ સાડી પહેરાવે છે. આ સાડી તમે તહેવારો તેમજ લગ્નમાં પહેરી શકો છો. આ લૂકથી તમે તમારી સહેલીઓ કે પછી સગાસંબંધીઓથી એકદમ અલગ જ તરી આવશો. આ લૂક દેખાવે ફીશ કટ સારી જેવો લાગે છે.

image source

કોકટેઈલ સ્ટાઈલ સાડી

આ સાડી પ્રી સ્ટીચ્ડ હોય છે તે અત્યંત ગ્લેમરસ હોય છે. આ સ્ટાઇલ ઘણીવાર સોનમ કપૂર, દીપીકા પદુકોણે, જેકલીન ફર્નાન્ડીઝ અને કરીના કપૂર વિગેરે પણ અપનાવી ચુક્યા છે. આ સાડી અત્યંત મોડર્ન લાગે છે. જો તમારી પાસે શીફોન કે જ્યોર્જેટની સાડી હોય તો જેમાં મોટી બોર્ડર હોય તો તેવામાં આવી સાડી ખુબ જ આકર્ષક લાગે છે.

image source

સાડી વીથ બેલ્ટ

આજ કાલ બેલ્ટનો ઉપયોગ માત્ર પેન્ટને હોલ્ડ કરવા માટે કે પછી ફ્રોક પરનું ફીટીંગ દર્શાવવા માટે જ નથી થઈ રહ્યો પણ તેનો ઉપયોગ એક આકર્ષક એસેસરીઝ તરીકે પણ થઈ શકે છે. તમે પણ બોલીવૂડ એક્ટ્રેસની જેમ સાડી પર બેલ્ટનો પ્રયોગ કરી શકે છે જો કે તેમાં તમારે તમારા સાડીના રંગ તેની હેવીનેસ અને સામે બેલ્ટના લૂક તેમજ રંગનો ખ્યાલ રાખવાનો છે.

image source

ધોતી સ્ટાઈલ સાડી

જો તમે ધોતી સ્ટાઇલ સાડી પહેરશો તો બધાથી અલગ તરી આવશો અને માત્ર તેટલું જ નહીં પણ તમે તેમાં ઘણા આકર્ષક પણ લાગશો. આ સ્ટાઇલમાં તમારે સાડીને ધોતીની જેમ લપેટવાની છે અને પછી રેગ્યુલર સાડીની જેમ તેના પાલવને રાખવાનો છે. આ લૂકમાં તમે સાડી પર બ્લેઝર કે લેધર જેકેટ પણ પહેરી શકો છો તે અત્યંત ગ્લેમરસ લાગશે.

image sourace

ગ્લેમરસ બ્લાઉઝ

બ્લાઉઝ સાથે સ્ત્રીઓ લાંબા સમયથી પ્રયોગો કરતી આવી છે. જો તમે સિંપલ સાડી પહેરવા માગતા હોવ તો તમારે તમારું ધ્યાન સાડીના બ્લાઉઝ પર કેન્દ્રીત કરવું જોઈએ. આજે તમે ઘણી બધી બોલીવૂડ દીવાઝને ફેશનેબલ ગ્લેમરસ બ્લાઉઝ જેવા કે ઓફ શોલ્ડર, કોલ્ડ શોલ્ડર, સ્લિવલેસ, વીથ ફ્રીલ, ક્રોપ ટોપ બ્લાઉઝ સાથે જોઈ શકો છો તમે પણ તેમાંથી કોઈ એક સ્ટાઈલ પસંદ કરી શકો છો.

image source

તમારા બ્લાઉઝથી તમારી આખી સાડીનો લૂક ચેન્જ થઈ જશે. આ સિવાય તમારી પાસે જો કોઈ એથનિક બોહેમિયન ટાઈપની ગામઠી ભરતવાળી સાડી હોય તો તેની સાથે તમે સ્લિવલેસ શોર્ટ જીન્સ જેકેટને પણ બ્લાઉઝ તરીકે મેચ કરી શકો છો. તે તમારી સાદી સાડીને અત્યંત આકર્ષક બનાવી દેશે.

image source

કોરસેટ સ્ટાઇલ સાડી

કોરસેટ બેલ્ડ અને બ્લાઉઝ તમારી સાડીને ઘણા આકર્ષક બનાવે છે. આજની આધુનિક યુવતિઓને આ સ્ટાઇલ ખુબ જ પસંદ છે. આ કોર્સેટ બેલ્ટ તમારી સાડી નહીં પણ તમારા પાલવ સાથે મેચ થતો હોવો જોઈએ. આ કોરસેટ બ્લાઉઝ એક પ્રકારની કોટી જેવો જ હોય છે જે કમરેથી ટાઇટ હોય છે અને તેનું ગળુ આગળથી મોટું હોય છે. એટલે કે તેનાતી તમારી સાડી છુપાતી પણ નથી અને તેમ છતાં ગ્લેમરસ પણ લાગે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ