ફ્લિપકાર્ટ, એમેઝોન, સેમસંગ અને સ્નેપડીલ આપી રહી છે ફેસ્ટિવ ઓફરમાં બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો કઈ પ્રોડક્ટ પર કેવી છે ઓફર

ફ્લિપકાર્ટ, એમેઝોન, સેમસંગ અને સ્નેપડીલ આપી રહી છે ફેસ્ટિવ ઓફરમાં બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો કઈ પ્રોડક્ટ પર કેવી છે ઓફર

દરેક તહેવારો પર ઈ કોમર્સ કંપની કોઈને કોઈ ઓફર આપતી હોય છે. એવામાં નવરાત્રીના તહેવાર પર પણ દેશની બે મોટી ઈ કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ આવી જ ખાસ ઓફર લઈને આવી છે. જો તમે કોઈ નવી પ્રોડક્ટ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો તો તમારા માટે એક વખત ફરીથી ફ્લિપકાર્ટ અને એમેઝોન તેમનો બિગ ઓનલાઈન સેલ લઈને આવી રહ્યા છે. આવતા અઠવાડિયાંથી ફેસ્ટિવ સિઝનની શરૂઆત થવાની છે. મંગળવારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોને ફેસ્ટિવ સિઝનની શોપિંગ માટે તેના વાર્ષિક સેલ એમેઝોને ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલની જાહેરાત કરી દીધી છે. આ સેલ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે.

આ ઉપરાંત ફ્લિપકાર્ટનો વાર્ષિક સેલ ‘ધ બિગ બિલિયન ડેઝ’ સેલ 16થી 21 ઓક્ટોબર સુધી ચાલશે. બે દિવસ પહેલા જ કંપનીએ ઘણી ડીલ્સ અને ઓફર્સની જાહેરાત કરી દીધી છે. એમેઝોન અને ફ્લિપકાર્ટનો આ સૌથી મોટો સેલ માનવામાં આવે છે. તેમાં સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ, હોલ અપ્લાયન્સિસ અને ફેશન સહિત લગભગ તમામ કેટેગરીમાં બંપર છૂટ અને આકર્ષક ડીલ્સ મળે છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કઈ પ્રોડક્ટ પર કેવી છૂંટ મળશે,

HDFC કાર્ડ ધારકોને 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે

સૌ પ્રથમ વાત કરીએ એમેઝોનની તો આ વર્ષે એમેઝોનના એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ પર કેટલાક સ્પેશિયલ સ્ટોર ખોલવામાં આવશે. તે ઉપરાંત એમેઝોને એમ પણ કહ્યું કે, પ્રાઈમ મેમ્બર્સ માટેનો આ સેલ 24 કલાક પહેલા એટલે કે 16 ઓક્ટોબરથી શરૂ થઈ જશે. આ સેલમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ, મેકઅપ પ્રોડક્ટ, કિચન પ્રોડક્ટ જેવી વસ્તુઓ પર ભારે છૂટ મળશે. અહીંથી તમે તહેવારો માટે સસ્તા ભાવે શોપિંગ કરી શકો છો. તેમજ સેલ દરમિયાન પ્રાઈમ મેમ્બરશિપ પણ અડધી કિંમતે લઈ શકો છો. એમેઝોને સેલ માટે HDFC બેંક સાથે ભાગીદારી કરી છે, જેના અંતર્ગત ગ્રાહકોને HDFC ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને હપ્તા પર પણ 10 ટકા ત્વરિત ડિસ્કાઉન્ટ મળશે. તે ઉપરાંત સેલ દરમિયાન એક્સચેન્જ અને નો-કોસ્ટ EMI ઓફર્સ પણ આપવામાં આવશે.

આ કેટેગરીમાં 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

  • હોમ અને કિચન પ્રોડક્ટ્સ પર 60 ટકા સુધીની છૂટ મળશે.
  • ઈલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ કેટેગરીમાં 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર પ્રાપ્ત થશે.
  • ટીવી અને મોટા અપ્લાયન્સિસ કેટેગરીમાં એક્સટેન્ડેડ વોરંટી, નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફર હશે.
  • મોબાઈલ ફોન અને એક્સેસરીઝ પર ‘never before prices’ની સાથે લિસ્ટ કરવામાં આવશે, ઓફર્સની વાત કરીએ તો નો-કોસ્ટ EMI, એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને ટોટલ ડેમેજ પ્રોટેક્શન સામેલ છે.
  • અન્ય ઈલેક્ટ્રોનિક્સ એક્સેસરીઝ પર પ્રાઈઝ કટ અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે.
  • બજાજ ફિનસર્વ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર નો-કોસ્ટ EMI ઓપ્શન મળશે
  • બજાજ ફિનસર્વ આ સેલમાં 1 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લિમિટ પણ ઓફર કરી રહી છે.
  • કપડાં અને એક્સેસરીઝ પર 70 ટકાની છૂટ મળશે અને ફૂડ કેટેગરી પર 50 ટકાની છૂટ આપવામાં આવશે.
  • જૂની વસ્તુની સાથે એક્સચેન્જ ઓફરમાં 13,500 રૂપિયા સુધીની છૂટ મળશે

ફ્લિપકાર્ટનો આ છે પ્લાન

હવે વાત કરીએ ફ્લિપકાર્ટની તો ફ્લિપકાર્ટની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, છ દિવસના આ આયોજન દરમિયાન અમે વર્તમાન અને નવા ગ્રાહકોને વધુમાં વધુ પ્રોડક્ટ રજૂ કરીશું. તેમને આ પ્રોડક્ટ્સ પર સારું ડિસ્કાઉન્ટ મળશે. તે ઉપરાંત આ આયોજન દરમિયાન માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) અને અન્ય વિક્રેતાઓને પણ આ ઇવેન્ટ દરમિયાન આગળ આવવાની તક મળશે.

લેપટોપ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે

  • ફ્લિપકાર્ટનું કહેવું છે કે, બેસ્ટ સેલિંગ લેપટોપ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ટોપ 20 ટ્રીમર 299 રૂપિયાથી મળવાના શરૂ થશે.
  • કંપની ફેશન, રમકડાં, ફર્નિચર સહિતની અનેક કેટેગરીમાં ડિસ્કાઉન્ટ આપશે.
  • દરેક સેલની જેમ આ સેલમાં પણ રશ અવર્સ, ક્રેઝી ડીલ્સ અને મહા પ્રાઈસ ડ્રોપ કેટેગરી રહેશે.
  • ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
  • હેડફોન્સ અને સ્પીકર્સ પર પણ 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળે એવી શક્યતા છે.
  • ટીવી અને હોમ અપ્લાયન્સિસ પર સેલ દરમિયાન 75% સુધીનું ડિસ્કાઉન્ટ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

મોબાઈલ ફોમ પર આ મળશે છૂટ

LG G8X ડ્યુઅલ સ્ક્રીન ફોનને કંપનીએ 19,990 રૂપિયામાં લિસ્ટ કર્યો છે, જે હંમેશાં 54,990 રૂપિયામાં વેચવામાં આવે છે. તેના પર 35,000 રૂપિયાની છૂટ છે

સેલ દરમિયાન Poco M2 Pro પર 1,000 રૂપિયાની છૂટ મળશે. સ્માર્ટફોનના 4GB રેમ+64GB સ્ટોરેજ વેરિઅન્ટ 13,999 રૂપિયામાં વેચવામાં આવે છે અને આ સેલમાં તેને 12,999 રૂપિયામાં વેચવામાં આવશે.

Realme C12 પણ 100 રૂપિયાની છૂટની સાથે 7,999 રૂપિયામાં વેચવામાં આવશે.

Infinix Hot 9 Proને 10,499 રૂપિયાની જગ્યાએ 1,000 રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે 9,499 રૂપિયામાં ખરીદી શકાશે.

સેમસંગ પણ આપી રહ્યું છે ડિસ્કાઉન્ટ

એમેઝોન અને ફ્લિપકાર્ટ બાદ હવે સેમસંગ પણ મેદાને આવ્યું છે. ફેસ્ટિવ સિઝનને જોતાં સેમસંગે પણ તેના સેલની જાહેરાત કરી છે. સેમસંગે હોમ ફેસ્ટિવ હોમ સેલ શરૂ કરી દીધો છે. આ સેલ 20 નવેમ્બર 2020 સુધી ચાલશે. આમાં ગ્રાહકો 20,000 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે અને સામાન પર એક્સટેન્ડેડ વોરંટીનો પણ લાભ લઈ શકે છે. તમે મિનિમમ 990 રૂપિયાની શોપિંગ પર EMI પર શોપિંગ કરી શકો છો. સેમસંગ સ્પેસમેક્સ ફેમિલી હબ રેફ્રિજરેટરની શોપિંગ પર ગેલેક્સી નોટ 10 લાઇટ ફ્રીમાં મળશે.

રેફ્રિજરેટર પર 15થી 20% સુધીનું કેશબેક

image source

કંપનીના જણાવ્યા અનુસાર, સિલેક્ટેડ રેફ્રિજરેટર ખરીદવા પર 15થી 20% સુધીનું કેશબેક મળશે. માય સેમસંગ માય EMI ઓફર હેઠળ સેમસંગ ગ્રાહકોને મનપસંદ ટીવી, રેફ્રિજરેટર, માઇક્રોવેવ ઓવન અને વોશિંગ મશીન પર રૂ. 990થી શરૂ થનારી EMI અને બજેટ અનુસાર ડાઉન પેમેન્ટ પસંદ કરવાનો ઓપ્શન પણ આપી રહ્યું છે. સિલેક્ટેડ ટીવી અને રેફ્રિજરેટર પર 36 મહિના સુધીની EMIની સુવિધા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, જો તમે 75 ઇંચ અથવા તેથી મોટું QLED ટીવી ખરીદો તો ગેલેક્સી S20 અલ્ટ્રા, 55 ઇંચ QLED અને 65 ઇંચ UHD મોડેલ ખરીદવા પર ગેલેક્સી A21S અને 65 ઇંચના QLED, QLED 8K ટીવી અને 70 ઇંચ અને તેનાથી મોટા ક્રિસ્ટલ 4K UHD ટીવી ખરીદવા પર ગેલ્કેસી A3 1 સ્માર્ટફોન મળશે.

પેનાસોનિક ઇન્ડિયાની ઓફર્સ

પેનાસોનિક ઇન્ડિયાની ઓફર્સ યુઝર્સ માટે ફેસ્ટિવ શોપિંગને સસ્તું અને ટકાઉ બનાવશે. આ ફેસ્ટિવ બોનાન્ઝા સાથે પેનાસોનિકે તેના તમામ ઇલેક્ટ્રોનિક્સ, હોમ અપ્લાયન્સિસ, બ્યૂટી અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર અટ્રેક્ટિવ ઓફર્સ અને ડીલ્સ મળશે. પેનાસોનિક ટચ પોઇન્ટ્સ પર ઉપલબ્ધ છે અને 20 નવેમ્બર, 2020 સુધી માન્ય રહેશે.

image source

સ્નેપડીલનું વેચાણ

આ ઉરપાંત સ્નેપજીલ પણ સારી ઓફર્સ આપી રહી છે. ઇ-કોમર્સ કંપની સ્નેપડીલ ઓક્ટોબરના મધ્યમાં નવરાત્રી દરમિયાન તેનો ફર્સ્ટ સેલ શરૂ કરશે. આ ઉપરાંત, કંપની બે અન્ય સેલનું આયોજન ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં કરશે. કંપનીએ કહ્યું કે, તેના ભાવ ગત વર્ષ કરતાં ઓછા રહેશે. કિચન વેર, કિચન અપ્લાયન્સીસ, હોમ ફર્નિશિંગ, હોમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોડક્ટ્સ, ફેશન અપેરલ જેવી સાડી, કુર્તી, સૂટ અને કિડ્સ વેર, ઘડિયાળો અને વોલેટ વગેરે કેટેગરીની આઇટેમ્સને સેલ દરમિયાન ડિસ્કાઉન્ટેડ કિંમતે વેચવામાં આવશે. કંપનીનો આ વર્ષનો દિવાળીનો સેલ ‘કમ મેં દમ’ થીમ પર ફોકસ્ડ હશે. સિલેક્ટેડ બેંક કાર્ડ્સ દ્વારા ખરીદી પર એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે.

image source

ઓફર્સ

મેગ્નેટ્રોન કન્વેક્શન માઇક્રોવેવ MWO પર 1 + 4 વર્ષની વોરંટી અને તમામ MWO મોડેલ્સ પર 1 વર્ષની વ્યાપક વોરંટી. સ્ટાર્ટઅપ કિટ જેવી કે નિશ્ચિત ફ્રી ગિફ્ટ, હેર સ્ટ્રેટનર અને ફ્રી MWO ઓનલાઇન કૂકરી ક્લાસની સુવિધા આપવામાં આવી રહી છે.

રેફ્રિજરેટર પર સ્પેશિયલ ડેઝ પર કેશબેક સાથે 1+9 વર્ષની કોમ્પ્રેસર વોરંટી. સિલેક્ટેડ મોડેલ્સની ખરીદી પર 4,499 રૂપિયાની કિંમતના પેનાસોનિક હેડફોન ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે.

image source

કેમેરા મોડેલ્સ પર 1 લાખ રૂપિયા સુધીના કોવિડ-9 ઇન્શ્યોરન્સ ઓફર્સ સાથે તમામ મોડેલ્સ પર 2+1 વર્ષની વોરંટી સાથે આકર્ષક ફાઇનાન્સ ઓફર્સ, કેશબેક, બેટરી અને SFU2 જેવી ગિફ્ટ આપવામાં આવી રહી છે.

LED ટીવીની 32 ઇંચ અથવા તેનાથી મોટી સાઇઝ પર 1 plus 1 વોરંટી અને ફ્રી ઇન્સ્ટોલેશન

સિલેક્ટેડ વોશિંગ મશીન મોડેલ્સમાં મોટર પર 2+10 વર્ષની વોરંટી ઉપરાંત ફિક્સ્ડ EMI ઓપ્શન્સ, ફ્રી પેનાસોનિક લિક્વિડ ડિટર્જન્ટ અને્ 1,999 રૂપિયામાં એક MWO આપવામાં આપવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ