જલ્સા કરોને જેંતીલાલ

આયુષ મંત્રાલયે ખુદ કોરોના સામે લડવા આ આયુર્વેદિક દવાને આપી દીધી મંજૂરી, જાણો કિંમત અને ક્યાં મળશે

દેશમાં કોરોનાની બીજી લહેરમાં નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલ પણ કોરોના દર્દીઓથી ઉભરાઇ ગઈ છે. આ સાથે ઘણાં લોકો એવા પણ છે કે જેને લક્ષણો દેખાયાં હોવા છતાં હોસ્પિટલ જવાનું ટાળી રહ્યાં છે. લોકોમાં વાયરસ અંગે ઘણો ભય દેખાઈ રહ્યો છે. આ સમયે હોસ્પિટલોની આવી હાલત જોઈને લોકો શરદી, ખાંસી અને તાવને જેવા લક્ષણો પછી હોસ્પિટલમાં જવાને બદલે ઘરે રહીને જ તેનાં પર કાબુ મેળવી શકે તેવો કઈ ઉપાય મળી જાય એવું બધાં ઈચ્છી રહ્યાં છે. આવી સ્થિતિમાં એક મોટા રાહતનાં સમાચાર આવ્યાં છે.

image source

મળતી માહિતી મુજબ આયુષ મંત્રાલયે ચેન્નાઈ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની એપેક્સ લેબોરેટરી પ્રા.લિ.ની એન્ટિવાયરલ આયુર્વેદિક દવા ક્લેવીરાને લોકોમાં પ્રતિરક્ષા વધારવા માટે મંજૂરી આપી છે. આ દવાનો ઉપયોગ ડોકટરોની સલાહ પછી જ થઈ શકે છે. તેની કિંમત વિશે વાત કરીએ તો એક ટેબ્લેટની કિંમત 11 રૂપિયા છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્લેવીરાનો પ્રારંભિક તબક્કે ડેન્ગ્યુના દર્દીઓની સારવાર માટે 2017માં બનાવવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે ગયા વર્ષે જ્યારે દેશમાં કોરોના દર્દીઓમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી હતી ત્યારે કોરોના દર્દીઓની સારવાર માટે સહાયક ઉપચાર તરીકે વાયરસના લક્ષણોને હળવાથી મધ્યમ સુધી ઘટાડવા માટે આ દવા ફરીથી ઉપયોગમાં લેવા છુટ મળી છે. આ પ્રોડક્ટ દેશમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ છે અને તેની ટેબ્લેટની કિંમત 11 રૂપિયા રાખવામાં આવી છે.

image source

આરોગ્ય સેવાઓ મળ્યાં બાદ પણ દર્દીઓના વધતા જતાં મોતનાં આંકડાઓ વચ્ચે આવી સહાયક સારવારનો અમલ કેવી રીતે કરવો? તે પણ મોટો પ્રશ્ન છે. આ બાબતે એપેક્સ લેબોરેટરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુભાષિની વનાનગામુડીએ જણાવ્યું હતું કે કોરોના સામે લડનાર આ દવાનાં સહાયક ઉપચારની મદદથી કોવિડ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઓછી થઈ શકે છે અને ચેપ હળવાથી મધ્યમ રહી શકે છે. સહાયક ઉપચારની સહાયથી જો આપણે આ સમયે આઇસીયુમાં દર્દીને દાખલ કરવાની જરૂરીયાતને ઘટાડીશું તો પણ ઘણી સ્થિતિ કાબૂમાં લાવી શકાશે. આની મદદથી અમે અન્ય જરૂરીયાતમંદ લોકોને વધુ સારા આરોગ્ય સંસાધનો માટે ખાતરી આપી શકીશું તેવું જણાવ્યું છે.

image source

સી.આર્થર પોલે જણાવ્યું હતું કે ક્લેવીરાને એનલજેસિક, એન્ટિપ્રાયરેટિક અને થ્રોમ્બોસાયટોપેનિઆને રોકવામાં અસરકારક માનવામાં આવે છે. કિડની અને યકૃતના દર્દીઓ અન્ય દવાઓ સાથે પણ તેનો સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકે છે. કોવિડ દર્દીઓની સંભાળ રાખનારા ફ્રન્ટ લાઇન કામદારો અને કામદારો દ્વારા પણ ક્લેવીરાનો ઉપયોગ કરી શકાય છે. જે લોકો ચેપના જોખમ વચ્ચે કામ કરે છે તેઓ પણ ક્લેવીરાનો ઉપયોગ એન્ટિ-પ્રોફીલેક્ટીક સારવાર તરીકે કરી શકે છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે ક્લેવીરા બે વર્ષથી વધુ ઉંમરના બધા લોકો માટે સંપૂર્ણપણે સલામત છે.

image source

આ ડ્રગની ઉપલબ્ધતા અંગે એપેક્સ લેબોરેટરી પ્રા.લિ.ના માર્કેટીંગના વડા કાર્તિક શનમૂગને જણાવ્યું હતું કે દવા દેશભરમાં ઉપલબ્ધ છે. ક્લેવીરા એલોપેથી પદ્ધતિ માટે કોઈ પ્રતિયોગિતા નહીં રહે. કોરોના દર્દીઓ તેનો ઉપયોગ કરીને ઝડપથી સ્વસ્થ થઈ જશે અને ચેપના કારણે દેશમાં વધતા જતા સામાજિક-આર્થિક ભારણમાં ઘટાડો થશે. આ સાથે એક સારા સમાચાર આપતાં જણાવ્યું હતું કે અમે સામાન્ય લોકોની પહોંચ અનુસાર દવાના ભાવ પણ નક્કી કર્યા છે જેથી સમાજના દરેક વર્ગના લોકો તેને ખરીદી શકે. ક્લેવીરાની દરેક ટેબ્લેટની કિંમત માત્ર 11 રૂપિયા હશે

image source

ક્લેવીરાના ઉપયોગના ફાયદાઓ વિશે આંતરરાષ્ટ્રીય એપેક્સ લેબોરેટરીનાં મેનેજર આર્થર પોલ દ્વારા આ વિશે જણાવવામાં આવ્યું હતું કે એન્ટિ-વાયરલ ડ્રગ વાયરલ લોડ ઘટાડવાની સાથે લોહીમાં શ્વેત રક્તકણો, પ્લેટલેટ અને લિમ્ફોસાઇટ્સ ઝડપથી વધે છે. તેથી દર્દીના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો તબક્કા પ્રમાણે શરૂ થાય છે. ઇએસઆર (એથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ)નું સ્તરએ પુરાવા છે કે દવા દુખાવા વિરુધ કેટલી કારગર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version