અગિયારશનાં ઉપવાસ સાથે ઓટોફાગીનો શું છે સંબંધ? વાંચો રસપ્રદ માહિતી…

આ વર્ષનું મેડિસિનનું નોબેલ પ્રાઈઝ જાપાનના વૈજ્ઞાનિક ડો. યોશીનો રીઓસુમીને તેમના સંશોધન ઓટોફાગી (Autophagy) માટે મળેલ છે.

ઓટોફાગી એટલે “કોષીય રીસાયકલીંગ સીસ્ટમ”, એટલે કે “કોષ દ્વારા પોતાની જાતનું જ ભક્ષણ.” વિસ્તારથી કહીએ તો મનુષ્યના શરીરના કોષો પોતાના શરીરના જ ક્ષતિગ્રસ્ત કોષો અને વધારાના પ્રોટીનને નાશ કરવાની પ્રક્રિયા. ઓટોફાગી એ કુદરતી પ્રક્રિયા છે અને તે ભૂખમરાની પરીસ્થિતિમાં કામ કરે છે. કરવામાં આવેલા આ સંશોધન મુજબ જો ઓટોફાગીની પ્રક્રિયા નિયમિત રીતે ના થાય તો મનુષ્યના શરીરમાં ક્ષતિગ્રસ્ત કોષોનું પ્રમાણ વધી જાય છે, જેને લીધે શરીરમાં અનેક ગંભીર બીમારીઓ પેદા થાય છે. તેમજ કેન્સર થતું રોકવા માટે અને કેન્સરની બીમારી સામે લડવા માટે તેમજ બેકટેરિયા અને વાયરસથી નુકશાન થયેલા કોષોને દૂર કરવા માટે ઓટોફાગીની પ્રક્રિયા બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારી પણ દૂર થઈ જાય છે.તેમજ આત્મચિંતન કરવું પણ બહુ જરૂરી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, આપણને દર અગિયારશે એટલે કે દર ૧૫ દિવસે એકવાર ઉપવાસ કરવો જોઈએ તેનાથી લાભ થાય છે તેવું કહેવામાં આવ્યું છે. મોટાભાગના લોકો ધાર્મિક માન્યતા અનુસાર તેનું પાલન કરતા હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અગિયારશનો ઉપવાસ કરવાની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. તેથી અગિયારશના ઉપવાસનું વિશેષ મહત્વ છે. તેનાથી શારીરિક અને આરોગ્યને લાભ થાય છે પરંતુ વિષયક ફાયદાઓની પર્યાપ્ત જાણકારી નથી. પરંતુ જયારે આધુનિક વિજ્ઞાન અને પરદેશી વૈજ્ઞાનિકો કંઇક નવું સંશોધન કરે છે અને આ નવા સિદ્ધાંતો આપણાં શાસ્ત્રોમાં હજારો વર્ષ પૂર્વે વર્ણવેલા હોય એવું સાબિત થાય છે, ત્યારે આપણને આપણી સંસ્કૃતિનું મહત્વ સમજાય છે.

આજે વિજ્ઞાન કહે છે કે થોડા થોડા દિવસે ઉપવાસ કરવાથી ઓટોફાગીની પ્રક્રિયા મારફત આપણું શરીર ખરાબ થયેલ કોષો અને વધારાના પ્રોટીનના કોષોનું ભક્ષણ કરીને તેનો ઉપયોગ કરી નાખે છે, જેથી રોગ થવાની શક્યતા ઘટી જાય છે. પરંતુ આપણા પ્રાચીન ઋષિઓ અનુસાર, શરીરની તંદુરસ્તી સાથે મનની પણ પ્રસન્નતા માટે ઉપવાસ દરમ્યાન જપ, ભજન, ધ્યાન, પ્રાર્થના વગેરે કરવા જોઈએ.. જેનાથી મનની શાંત થવાથી ઓટોફાગીની પ્રક્રિયા વધુ સારી રીતે થઇ શકે છે. આમ શારીરિક તંદુરસ્તીની સાથે આધ્યાત્મિક પ્રગતિ પણ થાય તેવી માન્યતા રાખનાર આપણા મહાન ઋષિઓના ઉચ્ચ વિચારોને જરૂરથી માનવા જોઈએ. તેઓએ મન તથા શરીરના વિજ્ઞાનની યોગ્ય જાણકારી આપી છે, તેના માટે આપણે તેમનો જેટલો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો છે.

આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિને તો ભુલી ગયા છીએ પણ જ્યારે વિદેશી વિદ્વાનો તેમાંથી કંઈક નવી શોધ કરે ત્યારે ખ્યાલ આવે છે કે આપણા શાસ્ત્રોમાં આ વિશે પહેલાંથીજ જણાવામાં આવ્યું છે. ત્યારે આપણે તેનું મહત્વ સમજાય છે. ખરેખર હવે આપણે “ભારત વર્ષ” ને ફરી સમજવાની જરૂર છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી