રિક્ષાચાલકે દોડાવી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર રિક્ષા, તો પણ કોઈએ રોક્યા નહીં બલ્કે આપી શાબાશી…

રેલ્વે પ્લેટફોર્મ પર દોડી રીક્ષા તેમ છતાં લોકોએ રીક્ષાચાલકના કર્યા ખૂબ વખાણ… જાણો એવું શું કર્યું માનવતાનું કામ… આ રિક્ષાચાલકે દોડાવી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર રિક્ષા, તો પણ કોઈએ રોક્યા નહીં બલ્કે આપી શાબાશી…


આપણે આપણી આસપાસ અનેક વખત એવા સમાચારોને સાંભળીએ છીએ કે જેનાથી આપણો માણસજાત પ્રત્યેનો વિશ્વાસ ઘણીવાર ઊઠી જાય છે. પરંતુ આપણી આજુબાજુ એવા પણ બનાવો બની જતા હોય છે જેને જાણીને એવું જરૂર થાય કે ના, માનવતા હજુ મરી પરવારી નથી. સડક પર કોઈનો એક્સીડન્ટ થાય અને ભીડ ભેગી થઈ જાય. તેમાંના કેટલાંક લોકો અમસ્તાં જ શું થઈ રહ્યું છે, એજ જોવા ઊભાં હોય. ખરેખર મદદ માટે તો અમુક જ લોકો દોડાદોડી કરતાં નજરે પડતાં હોય છે.


વળી, લોકો તો અકસ્માત જોઈને પણ પોતાને મોડું થાય છે એવું જાણીને ત્યાં ધ્યાન દીધા વિના જ ચાલતી પકડતાં હોય છે. એવા તો અસંખ્ય બનાવો છે, જેની સરખામણી કરવા બેસીશું તો આપણો જીવ વિચારે ચડશે કે આ બધું ક્યાં જઈને અટકશે? આજે અમે આપને એક એવા રિક્ષાચાલકની સમજણ વિશે વાત કરીશું, જેણે કોઈજ નિયમોની દરકાર કર્યા વિના, પોતાને કોઈ સજા થશે કે કેમ? એવું કંઈજ વિચાર્યા વગર જ એક ગર્ભવતીની મદદ કરી. એમણે ઝડપથી પહોંચવા માટે રેલ્વે પ્લેટફોર્મ ઉપર જ સીધી રિક્ષા દોડાવી અને બે જીવવાળી સ્ત્રીનો જીવ બચાવ્યો…

રીક્ષાચાલકની સમજભર્યા પગલાંએ એક ગર્ભવતી મહિલાનો જીવ બચાવ્યો;


છેલ્લા કેટલાક સમય પહેલાંથી મુંબઈના રેલ્વે સ્ટેશનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રિક્ષાચાલક રેલ્વે પ્લેટફોર્મ ઉપરથી ચડાવી લઈને ઝડપથી રિક્ષા દોડાવી રહ્યો હતો. તેમ છતાં સૌના આશ્ચર્યની વચ્ચે તેને કોઈજ રોકી નહોતું રહ્યું. આ વીડિયો જોઈને જેમને પણ આવું કરવા પાછળનું કારણ ખ્યાલ આવે છે એ સૌ કોઈ એ રિક્ષાચાલકના વખાણ કરી રહ્યાં છે.


આખી હકીકત જાણીને તમને થશે કે કોઈ ઇમોશ્નલ સિરિયલનો સીન તમે જોઈ રહ્યાં છો. વરસતા વરસાદમાં મહિલા પ્લેટફોર્મ ઉપર બાંકડે બેસીને લોકલ ટ્રેનની રાહ જોઈ રહી હતી. તેમની સાથે તેના પતિ પણ હતા. હવે, સમાચાર એવા આવ્યા કે એ લોકલ ટ્રેન વરસાદને લીધે રદ્દ થઈ છે. આ બાજુ તે મહિલા ગર્ભવતી હતી અને સંજોગો બદલાંતાં તેના પેટમાં દુખાવો ઊપડ્યો.


એ ગર્ભવતી મહિલાના પતિ મુંબઈના વિરાર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મની બહાર રિક્ષા ભાડે કરવા ગયા અને એક રિક્ષાવાળાને છેક અંદર પ્લેટફોર્મ સુધી રિક્ષા લઈ જવા માટે વિનંતી કરી. સંજોગો અને સમયની નાજુકતા સમજીને રિક્ષાચાલકે તે ભાઈને મદદ કરવાની હા પાડી. તેમના મનમાં ભગવાન વસ્યા અને છેક રેલ્વે પ્લેટફોર્મ પર એ બહેન દરદથી કણસતાં હતાં ત્યાં બાંકડા સુધી એ રિક્ષા લઈ ગયા. એમને દવાખાને જેમ બને એમ જલ્દી પહોંચાડવા માટે તેમનાથી બને એટલી ઝડપથી તેમણે રિક્ષા ચલાવી.


પોલિસની સજાની એ સમયે રિક્ષાચાલકે દરકાર ન કરી, માનવતાની ફરજ બજાવી…

ગર્ભવતી મહિલાના પતિની વિનંતીથી આ રીતે પ્લેટફોર્મ ઉપર રિક્ષા દોડાવી જવા માટે એક જ ઝાટકે આ રિક્ષાચાલક તૈયાર થઈ ગયો હતો. એણે કોઈ જ વિચાર નહોતો કર્યો કે તેને આવું કરવાથી કોઈ દંડ કે સજા થશે તો? બલ્કે પરિણામ ઊંધું આવ્યું, જ્યારે લોકોએ તેનું કારણ જાણ્યું તો સૌએ તેની હિંમતની દાદ આપી અને તેના આવા પગલાં લેવાની વાતની પ્રસંશા કરી.


થયું એવું કે તેણે પ્લેટફોર્મ પર રિક્ષા ચલાવતાં જોઈને પકડ્યો હતો. ત્યારે પોલિસને વાત કરી કે ગર્ભવતી મહિલાને ઇમરજન્સીમાં આ રીતે લઈ જઈ રહ્યો છે, ત્યારે તેને છોડી મૂક્યો હતો. જો કે ફરી આવું પગલું ન લેવાની ચેતવણી પણ અપાઈ હતી તેને.

બે જીવવાળી સ્ત્રીને વરસતા વરસાદે પહોંચાડી હોસ્પીટલ…

આ રિક્ષાચાલકનું નામ છે સાગર કમલાકર ગોવિંદ છે. તેણે સમજણપૂર્વકનું પગલું લઈને માતાપિતા બનવા જઈ રહેલાં દંપતીની મદદ કરી. ખૂબ જ ઝડપથી તે ગર્ભવતી મહિલાને રિક્ષામાં બેસાડી અને વરસાદી વાતાવરણમાં પણ વિરાર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મથી હોસ્પીટલ પહોંચાડી.

એક સગર્ભા મહિલાને પાલખીમાં લઈ જવાનો બન્યો કેસ…


થોડા સમય પહેલાં ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં પણ આવો એક કેસ જોવા મળ્યો હતો. તેમાં પહાડી વિસ્તારમાંથી ગર્ભવતી મહિલાને હોસ્પીટલ સુધી પહોંચાડવા ચાર લોકોએ પાલખીમાં બેસાડી હતી. તેમને હોસ્પીટલ પહોંચતાં લગભગ ચારેક કિલોમીટર પગપાળા ચાલવું પડ્યું અને ત્યાર બાદ રિક્ષામાં બેસાડીને હોસ્પીટલ પહોંચાડી હતી એવા પણ સમાચાર છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ