15 તારીખે મકસસંક્રાંતિ, જાણો બારેય રાશિઓ ઉપર કેવી અસર થશે

સૂર્યનો મકરમાં પ્રવેશ, 15 જાન્યુઆરીથી બાર રાશિ માટે શરૂ થશે આવો સમય

image source

આગામી બુધવાર અને 15 જાન્યુઆરી 2020એ મકરસંક્રાંતિનો પર્વ છે. આ દિવસે સવારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે એટલે કે બુધવારે પંચમી તિથિ રહેશે.

સૂર્યના રાશિ પરિવર્તનના સમયને લઇને પંચાંગમાં અલગ અલગ ભેદ છે. પરંતુ સૂર્યના રાશિ પરિવર્તનની અસર બાર રાશિઓ પર ચોક્કસથી થશે. કેવી હશે આ અસર ચાલો જણાવીએ તમને.

શા માટે ઉજવાય છે?

image source

શાસ્ત્રોમાં દર્શાવ્યાનુસાર જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ પણ થાય છે.

સૂર્યના ઉત્તરાયણ થવાની સાથે કમુરતા ઉતરે છે અને શુભ દિવસો શરૂ થાય છે. આ કારણે પણ આ તહેવારનું મહત્વ વધી જાય છે. મકરસંક્રાંતિ પર્વ પર સૂર્ય પૂજા, નદીઓમાં સ્નાન અને દાન કરવાની પરંપરા છે. તો ચાલો જાણીએ સૂર્યના રાશિ પરિવર્તનની 12 રાશિઓ પર કેવી અસર થશે.

1. મેષ

મકરસંક્રાંતિ મહત્વપૂર્ણ સાબિત થશે. તમારી મહેનત રંગ લાવશે. ઘણાં દિવસોથી જે કામ કરવાનું વિચારી રહ્યા છો તે આ સમયમાં પૂર્ણ થશે. ટ્રાન્સપોર્ટ અને આયાત-નિકાસનું કામ કરતાં લોકોને ફાયદો થશે. તલ, ચણાની દાળનું દાન કરો.

2. વૃષભ

મકરસંક્રાંતિ ધર્મ-કર્મ કરી ઉજવો. ધાર્મિક કાર્યોમાં જોડાવ. વેપાર-વ્યવસાયમાં ઉન્નતિ થશે. શુભ સમાચારની પ્રાપ્ત થશે. સંતાન માટે વિચારેલાં કાર્યો પૂર્ણ થશે. સંક્રાંતિએ તેલ, તલ, ધાબળા, પુસ્તકનું દાન કરો.

3. મિથુન

મકરસંક્રાંતિએ સાવધાન રહેવું. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ કરવો નહીં. જોખમી કાર્યો ટાળવાનો પ્રયાસ કરો. સંક્રાંતિએ તલ, સાબુ, વસ્ત્ર, કાંસકો અને અનાજનું દાન કરો.

4. કર્ક

મકરસંક્રાંતિએ કરેલાં કાર્યો માટે સન્માન મળશે. નવા લોકો સાથે સંપર્ક થશે. કાર્યક્ષેત્રનો વિકાસ થશે. સંક્રાંતિએ તલ, ચણા, સાબુદાણા, ધાબળો, મચ્છરદાની દાન કરો.

5. સિંહ

તમારા માટે મકરસંક્રાંતિ પર્વ ચિંતાજનક રહી શકે છે. અજાણ્યો ભય સતાવશે. જોખમી કાર્યો ટાળવાનો પ્રયાસ કરો. સંક્રાંતિએ તલનું દાન કરો.

6. કન્યા

તમારા માટે મકરસંક્રાંતિ સુખ વધારનાર રહેશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ થશે. દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. વેપારમાં ઉન્નતિ થશે. સંક્રાંતિએ ઉનના વસ્ત્ર અને તલનું દાન કરો.

7. તુલા

બુધવાર અને મકરસંક્રાંતિના યોગના કારણે સમસ્યા વધી શકે છે. વધારે ચિંતા કરવાની જરૂર નથી. થોડાં સમય બાદ સમય શુભ થશે. તલ અને મચ્છરદાનીનું દાન કરો.

8. વૃશ્ચિક

મકરસંક્રાંતિએ વેપારમાં લાભ થઇ શકે છે. પરિવારમાં સુખ વધશે. નુકસાનની ભરપાઈ થશે. અટવાયેલું ધનની પ્રાપ્ત થશે. સમસ્યાઓનું સમાધાન થશે. તલ, સાબુદાણા અને ઊનના વસ્ત્ર દાન કરો.

9. ધન

આ દિવસે તમને સંતોષ અને સુખનો અહેસાસ થશે. નવા કાર્યો કરવાનો અવસર મળશે. માન-સન્માન અને પ્રસિદ્ધિમાં વૃદ્ધિ થશે. સંક્રાંતિએ તલ, ધાબળો, મચ્છરદાની તમારી ક્ષમતા પ્રમાણે દાન કરો.

10. મકર

આ ઉત્સવ તમારા માટે વિશેષ સુખ લઇને આવી રહ્યો છે. વેપાર અને વ્યવસાય દ્વારા આર્થિક લાભ પ્રાપ્ત થશે. પરિવાર પર આવેલા સંકટ સમાપ્ત થશે. સન્માનિત લોકો સાથે મળવાનું થશે. સંક્રાંતિએ તલ, ધાબળો, તેલ, અડદ દાળનું દાન કરો.

11. કુંભ

મકરસંક્રાંતિએ સાવધાન રહેવું જોઇએ. કોઇ અજાણ વ્યક્તિની વાતો ઉપર વિશ્વાસ કરવો નહીં. રોકાણથી બચવાનો પ્રયાસ કરો. સંતાન ઉપર ધ્યાન આપો. સંક્રાંતિએ તેલ, રૂ, વસ્ત્ર, રાઈ, મચ્છરદાનીનું દાન કરો.

12. મીન

મકરસંક્રાંતિનો આ પર્વ લાભ આપી શકે છે. વેપાર અને વ્યવસાયમાં લાભ થશે. સંબંધિઓ અને સહયોગીઓ પાસેથી મદદ પ્રાપ્ત થશે. સંક્રાંતિએ ધાબળો, ઊની વસ્ત્ર કોઇ જરૂરિયાતમંદ લોકોને દાન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ