વરિયાળી કે તેનો અર્ક, કે ચૂરણઃ તમારા જીવન માટે ખુબ જ લાભદાયક ઔષધ…

વરિયાળી કે તેનો અર્ક, કે ચૂરણઃ તમારા જીવન માટે ખુબ જ લાભદાયક ઔષધ

આયુર્વેદિક ગુણધર્મ તેમજ તેનું દોષ કર્મ

વરિયાળી સ્વાદમાં મીઠી, તુરી તેમજ કડવી હોય છે.

રસ મધુર, કડવો, તુરો

ગુણ લઘુ, સ્નિગ્ધ (મુલાયમ)

વીર્ય (સ્વભાવ) શીતળ (ઠંડો)

મેટાબોલિક પ્રોપર્ટી મધુર

દોષ કર્મ ત્રિદોષ શામક ખાસ કરીનેઃ વાત-પિત શામક

વરિયાળીના ચૂરણને મધ સાથે ચાંટવાથી અન્નના પાચનની સાથે સાથે પેટની ગરમી પણ શાંત થાય છે.

તેના માટે શેકેલી વરિયાળી 2 ગ્રામ અને દળેલી ખાંડ 2 ગ્રામ પ્રમાણમાં મીક્સ કરી જીભ પર મુકી ચૂંસવાથી લાભ થાય છે અને મોઢામાંની દુર્ઘંધ તેમજ ચાંદીઓ પણ ઠીક થાય છે.

વરિયાળી, જીરુ, ફરાળી મીઠું બધું જ જીણું પીસીને પેઢા પર લગાવવાથી પેઢાની તકલીફો દૂર થાય છે. વરિયાળી, જીરુ, ધાણાનું સમાન પ્રમાણમાં ચૂર્ણ બનાવી 3 ગ્રામની માત્રામાં સવાર સાંજ ગોળની સાથે સેવન કરવાથી જીર્ણ તેમજ વિષયમ જ્વરમાં આરામ મળે છે. શરીરની ગરમી દૂર થાય છે.

વરિયાળીને ચાવવાથી તેમાં રહેલાં મહત્ત્વના તત્ત્વો પાંચન ક્રિયામાં લાભકારક રહે છે. સાથે સાથે તેમાં જે ફાયબર હોય છે તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. વરિયાળી અને સાકરને બરાબર પ્રમાણમાં વાટીને પાવડર બનાવી લેવો, તેને દૂધ સાથે રાત્રે સુતી વખતે નિયમિત લેવાથી આંખની જ્યોતિ તીવ્ર થાય છે.

બાળકોને અપચો થાય ત્યારે એક કપ પાણીમાં વરિયાળી નાખી ઉકાળી લેવું. ઠંડું કરી ગાળી લેવું. આ પાણી તેને વારંવાર પીવડાવવાથી રાહત થશે તેને દૂધમાં ભેળવીને પણ પીવડાવી શકાય છે.

વરિયાળીના લાભ તેમજ તેનો ઉપયોગ

વરિયાળીના બી ખાસ પ્રકારે પાચન તંત્ર સંબંધિત વ્યાધિઓ માટે ઉપયોગી છે. તે શ્વસન સંબંધિત રોગોમાં પણ મદદરૂપ છે. તે પેટને લગતી સમસ્યાઓ તેમજ પેટના દુખાવામાંથી પણ મુક્તિ આપે છે. તેની લાભદાયક અસર, પેટ, આંતરડા, લીવર, મગજ, હૃદય, કીડની અને ગર્ભાશય પર પણ થાય છે.

વરિયાળીના સેવનથી શરીરમાં ગેસ નથી બનતો, વજન ઘટે છે, અપચો, કેન્સરમાં પણ લાભદાયક છે અને સાથે સાથે યુવાન દેખાવામાં પણ મદદરૂપ છે. તે શારિરક બળ વધારે છે અને માણસને લાંબુ જીવન આપે છે.

વરિયાળીમાં અગણિત સ્વાસ્થ્યદાયી લાભ પહોંચાડનારા પોષક તત્ત્વ, ખનિજ અને વિટામિન હોય છે.

વરિયાળીના બીનો ઉપયોગ અપચો, અતિસાર, શૂળ તેમજ શ્વસન સંબંધી બીમારીઓના ઉપચાર માટે કરવામાં આવે છે.

તે આંખની સમસ્યાઓ તેમજ માસિક ધર્મ સંબંધી સમસ્યાઓમાં પણ લાભકારક નીવડે છે.

પેટને સોજો (જઠરનો સોજો)

વરિયાળી પેટના સોજાની સારવારમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. વરિયાળીના બીજનું ચૂરણ સામાન્ય રીતે જઠરના સોજાના લક્ષણોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે ગેસ્ટ્રિક એસિડના સ્રાવને નિયમિત કરે છે અને જઠરના સોજાને ઓછો કરે છે.

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે, હકિકતમાં વરિયાળી પિત્તના તીવ્ર ગુણને ઘટાડે છે જેનાથી જઠરશોથ તેમજ પેટની પીડામાં રાહત મળે છે. માટે તેનો ઉપયોગ આમાશય કળા પર થાય છે જેના કારણે ભૂખ ઓછી લાગવાની જગ્યાએ ભૂખમાં વધારો થાય છે. તે પેટનો સોજો, અપચો, બળતરા, ભૂખમાં ઘટાડો કરી અન્ય રોગોના ઉપચારમાં પણ એક ઉત્તમ ઔષધનું કામ કરે છે.

જઠરશોથમાં સારા પરિણામ માટે, વરિયાળીનો ઉપયોગ આંબળાના ચૂરણ, મૂલેઠીના ચૂરણ અને ધાણાના બીજના ચૂરણ સાથે કરી શકાય છે. આ બધી જ ઔષધીઓને સમાન માત્રામાં મીક્સ કરી ભોજન-ભોજન વચ્ચેના સમયગાળામાં દિવસમાં બે વાર 1 ચમચી લેવું.

અપચો, એસિડિટી, ખાટા ઓડકાર, ગેસ, અલ્સર અને અન્ય રોગોની સારવાર માટે વરિયાળીને એક ઉત્તમ ઔષધ માનવામાં આવે છે. તે પેટમાંના એસિડિક તત્ત્વને નિયમિત બનાવે છે, તેની તીવ્રતામાં ઘટાડો કરે છે, તેનાથી આમાશય સોજો તેમજ પીડા દૂર થાય છે.

ઉલટી

વરિયાળી ઠંડી પ્રકૃત્તિની હેવાથી ઉલટીમાં રાહત પહોંચાડે છે. તે ગેસ્ટ્રિક સ્ત્રાવને નિયમિત કરી એસિડિક સ્વાદ અને મોઢાના ખાટ્ટાપણાને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

વધારે પડતી તરસ લાગવી

ઇલાયચીના બીજની જેમ જ વરિયાળી પણ તરસમાં ઘટાડો કરે છે જેના કારણે તરસ ઓછી કરવામાં મદદરૂપ રહે છે. વધારે પડતી તરસને ઓછી કરવા માટે તેના બીજના ચૂરણને ખાંડ કે સાકરમાં મીક્સ કરી ઉપયોગમાં લઈ શકાય છે. તરસ ઓછી કરવા માટે વરિયાળીનો અર્ક, વરિયાળીનું પાણી કે વરિયાળીની ચા બનાવી પણ પી શકાય છે.

વજન ઘટાડવા

વરિયાળી મેટાબોલિઝમની ક્રિયામાં વધારો કરે છે. વરિયાળી ચરબીનું મેટાબોલિઝમ વધારી દે છે અને વધારાની ચરબીના સંચયથી બચાવે છે. જે વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે.

કેટલાક લોકો વરિયાળીને ભૂખ ઘટાડનાર માને છે જે હકીકતમાં એક ભ્રમ છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે, વરિયાળી ભૂખને ઘટાડતી નથી કે દબાવતી પણ નથી પણ ભૂખને સામાન્ય કરી પાચન ક્રિયામાં સુધારો કરે છે.

જો તમને ભૂખ ઓછી લાગે છે તો તેની સરખામણીએ તમારી ભૂખમાં વધારો કરશે અને જો તમને ભૂખ વધારે લાગતી હશે તો તેમાં ઘટાડો કરશે ટૂંકમાં તે તમારી ભૂખને નિયમિત કરે છે. હકીકતમાં તે તમારી ભૂખને કૂદરતીરૂપમાં રાખે છે.

જો તમને ભૂખ ઓછી લાગતી હોય, તો તે ગેસ્ટ્રિક સ્રાવને વ્યવસ્થીત કરવા અને જઠર કાર્યોને સુધારવામાં મદદ કરશે અને છેવટે તમારી ભૂખ સામાન્ય બનાવી દેશે. તે અતિ ગેસ્ટ્રિક સ્રાવને પણ અસરહીન કરે છે અને પેટમાં એસિડનું પ્રમાણ ઘટાડી દેશે.

જો તમને ભૂખ વધારે લાગે છે અને ભોજનની લાલચ થયા કરે છે, તો ભૂખને સામાન્ય કરવામાં પણ મદદ કરે છે અને ભોજનના સામાન્ય નિયંત્રણમાં પણ મદદ કરે છે. ઘણા બધા લોકોએ વરિયાળીના બીજના ઉપયોગથી ભોજનની લાલચ ઓછી થવાની વાત કહી છે. પણ એવું પણ જોવામાં આવ્યું છે કે તેમની વરિયાળી ખાવા પાછળની લાલચ વધી જાય છે.

વરિયાળી મેટાબોલિઝમ ક્રિયા વધારે છે અને ચરબીની ઉપયોગીતા સુધારવાનું કામ કરે છે જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. મેદસ્વીતામાં તેનો પ્રયોગ કરવાથી વધારાની ચરબી ઘટી જાય છે અને તેને ઉપયોગ સુધવા લાગે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે તે ધાતુઓની અગ્નને પણ વધારે છે જેનાથી બધી જ ધાતુઓ સામાન્ય રહે છે અને વધારાની ચરબીને બળવા પ્રેરિત કરે છે.

સામાન્ય શરદી

વરિયાળી ઠંડીને ખતમ કરે છે. વરિયાળીના બીજમાં અલ્ફા-પિનન અને ક્રિઓસોલ હોય છે, જેનાથી છાતી પકડાઈ જતી નથી અને ઉધરસમાં રાહત મળે છે.

બ્રોન્કાઈટિસ અને અસ્થમા

ઉકાળેલી વરિયાળીના બીજ અને પાંદડાં સુંઘવાથી અસ્થમા અને બ્રોંકાઈટિસમાં રાહત મળે છે.

ગળામાં ખરાશ હોવી

વરિયાળીના બીજ ગળાની ખરાશ તેમજ સાયનસની સમસ્યાઓમાં ફાયદાકારક છે.

ધાવણ વધારે છે

વરિયાળીના બીજ સ્તનપાન કરાવનારી માતાઓના ધાવણનું ઉત્પાદન સુધારવામાં મદદરૂપ છે.

બાળકો માટે વરિયાળીના બીજ

વરિયાળીના બીજ પેટ તેમજ આંતરડાની વ્યાધિઓમાં રાહત આપે છે. બાળકોને વરિયાળીનું તેલ પેટની પીડામાં રાહત આપે છે.

સાપનો ડંખ

સાપ ડંખે ત્યારે વરિયાળીના પાઉડરનો ઉપયોગ પુલ્ટિસની જેમ કરવામાં આવે છે.

લૂ લાગવી

લૂ લાગે (હિટ સ્ટ્રોક) ત્યારે, આખી રાત એક મૂઠી વરિયાળીને પાણીમાં પલાળી રાખવી. સવારે એક ચપટી મીઠા સાથે આ પાણીને લેવું.

ઉંમર વધવી તેમજ કેન્સરને અટકાવવા

વરિયાળીમાં ક્યૂઅર્સ્ટીન અને કૈમ્પ્ફેરોલ જેવા એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે. આ એન્ટિ ઓક્સીડેન્ટ શીરમાંના ઝેરીલા કણોને દૂર કરે છે અ કેન્સર, અન્ય રોગો અને વધતી ઉંમરને રોકે છે. શરીરની ત્વચા માણસની ઉંમર દર્શાવે છે. વરિયાળીના બીજમાં હાજર એન્ટી ઓક્સીડેન્ટ ત્વચાને સ્વચ્છ અને યુવાન રાખવામાં મદદ કરે છે.

વરિયાળીના બીજમાં હાજર ફાયબર કોલન કેન્સરથી રક્ષણ આપે છે. વરિયાળીના તેલને બીજા માલીશ કરવાના તેલમાં ભેળવી માલિશ કરવાથી ત્વચાનો રંગ નીખરે છે અને કરચલીઓ દૂર થાય છે.

વરિયાળીના બીજને પાણીમાં ભેળવી, ત્યાર બાદ મધ અને દલિયા સાથે મીક્સ કરી પેસ્ટ બનાવવી, જે ત્વચાની ઉંમર વધતા રોકવા માટે ખુબ જ લાભદાયક ફેસપેક છે. તે ચહેરાની ત્વચાને સાફ કરી કરચલી રહીત અને તાજી બનાવવામાં ખુબ જ અસરકારક સ્ક્રબ છે.

પાચનમાં મદદ કરે છે

વરિયાળીના બીજ ખાદ્ય રેસાનો એક સમૃદ્ધ સ્રોત છે. આપણા શરીરમાં પેટને સારી રીતે કામ કરતું રાખવા માટે આવા ફાયબરની ખુબ જ જરૂર હોય છે. તે કબજીયાત નથી થવા દેતા અને જો કબજિયાત થઈ ગયો હોય તો તેનો ઉપચાર કરવા માટેની આ ઉત્તમ ઔષધ છે.

ફાયબર પિત્ત લવણ સાથે સંબંધીત છે અને તેને આપણા શરીરતંત્રમાં અવશોષિત થતાં અટકાવે છે. કોલેસ્ટ્રોલ દ્વારા ઉત્પન્ન થતાં પિત્ત લવણ શરીર માટે નુકસાનકારક હોય છે અને કોલેસ્ટ્રોલના સ્તરને વધારે છે.

વરિયાળીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા મદદ મળે છે. તે એક વમન વિરોધી, પેટ સાફ કરનારી તેમજ યકૃત વિકાર દૂર કરનારી ઔષધ છે.

ખનિજ, વિટામિન અને તેલનો સારો સ્રોત છે.

તે આયર્ન, કોપર, પોટેશિયમ, મેંગનીઝ, ઝિંક, મેગ્નેશિયમ અને સેલેનિયમનો સારો સ્રોત છે. માનવ શરીરના યોગ્ય તંત્ર માટે આ બધા જ પોષક તત્ત્વોની જરૂરિયાત રહે છે.

વરિયાળી વિટામીન એ, વિટામિન ઈ, વિટામિન સી અને બી-કોમ્પ્લેક્સ વિટામનોનો ભંડાર છે. તે બધા જ વિટામિન વરિયાળીમાં એક સાથે મળી આવે છે. તેમાં જરૂરી તેલ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભપ્રદ હોય છે. આ તેલ વાયુનાશક ગુણ ધરાવે છે અને પેટના ઉત્તમ કાર્યતંત્રમાં મદદ કરે છે.

વરિયાળીનું તેલ માંસપેશિઓની પીડામાં રાહત આપે છે. માટે, ખાસ કરીને આયુર્વેદમાં તેનો ઉપયોગ મલિશ મિશ્રણોમાં કરવામાં આવે છે. તે નસોને શાંત કરે છે અને માનસિક સ્પષ્ટતાને પ્રોત્સાહન આપે છે.

ઠંડક પહોંચાડવા માટે ઉપયોગી

વરિયાળીના બીજમાં એવા ગુણ હેય છે જેનાથી શરીરને ઠંડક પહોંચે છે. સામાન્ય રીતે બાળી નાખતી ગરમીમાં રાહત મેળવવા માટે વરિયાળીનું પાણી પીવાની પરંપરા આપણા દેશમાં રહેલી જ છે.

વરિયાળીના તેલનું માલિશ

વરિયાળીના તેલને મસાજ માટેના તેલમાં ભેળવી માલિશ કરવાથી શરીરને ફાયદો રહે છે. આ માલિશના કારણે, શરીરમાંના ઝેરીલા પદાર્થો ઓછા થતા જાય છે જે સંધિવા, પ્રતિરોધક ક્ષમતા વિકાર અને એલર્જી જેવી સ્થિતિ ઉત્પન્ન કરે છે.

વરિયાળીનું પાણી

નીચે જણાવેલી રીત પ્રમાણે વરિયાળીનું પાણી બનાવી શકાય છે.

પાંચ ચમચી વરિયાળીના બીજ એક કપ પાણીમાં બે કલાક પલાળી રાખવા.

વરિયાળીના બીને નીચોવીને મળતા પાણીને બાજુ પર રાખો.

વરિયાળીના બીજને પીસી લો.

નિચવેલા પાણીને તેમાં મિક્સ કરી દો અને ત્રણ કલાક માટે મુકીદો જેથી કરીને તેમાં રહેલા બધા જ ઘટકો સક્રીય રીતે પાણીમાં શોષાઈ જાય.

મિશ્રણને ફરી નિચોવી લો અને વરિયાળીનું પાણી અલગ કરી લો.

વરિયાળીના પાણીને ફ્રીઝમાં ઠંડુ કરવા મુકો અને તેને ઠંડુ જ પીવા માટે આપો.

જો જરૂરી લાગે તો શર્કરા મેળવો.

ઔષધીય કાર્ય

ભૂખ વધારવી – ભૂખ નિયમિત કરવી, પિત્તનો નાશ કરવો, પેટનો દુઃખાવો દૂર કરવો, તરસ ઓછી કરવી, જઠરાગ્નિને પ્રદિપ્ત કરવો, પાચન શખ્તિ વધારવી, ઉદરમાંથી મળ તેમજ ગેસને બહાર કાઢવા, બુદ્ધિવર્ધક, આંખ માટે ફાયદાકારક, દૃષ્ટિ સુધારનાર, હૃદયને તાકાત આપનાર, રક્ત સંચારની ક્રિયા વધારનાર, કફ શામક, યોનિના દુઃખાવાને દૂર કરનાર, સ્તનજનન, બળતરા ઓછી કરનાર, બળવર્ધક, વિષાણુ- વિરોધી, જીવાણુંરોધી, કામોદીપ્પક.

વરિયાળીના બીજ પેટની માંસપેશીઓને આરામ આપે છે. આંતરિક ગેસને બહાર નીકાળે છે અને પીડામાં રાહત આપે છે.

વરિયાળીના બીજોનો ઉપયોગ નીચે જણાવેલા રોગો તેમજ લક્ષણો માટે કરવામાં આવે છે.

પેટમાં પિડા, બાળકના પેટમાં પીડા, વધારે પડતી તરસ લાગવી, ગેસ, પેટ ફૂલવું, ભૂખ ઓછી લાગવી, ખાટા ઓડકાર, ઉલટી, અરુચિ, મગજ, નસો અને ઇન્દ્રિઓએની નબળાઈ, દૃષ્ટિ, હૃદયની નબળાઈ, રક્ત વિકાર, ઉધરસ, શ્વાસ સંબંધી રોગો, ગળામાં ખરાશ, ગળામાં પીડા, મોઢાની દુર્ગંધ, પેઢાના સોજા, પેશાબમાં બળતરા, પેશાબ ઓછો થવો, માસિક ધર્મ દરમિયાનની પિડા યોનિની પીડા, ધાવણ ઓછું આવવું, ધાવણની ખરાબ ગંધ, અલ્પશુક્રાણુતા.

પ્રમાણ તેમજ સેવનની રીત

વરિયાળીના સામાન્ય સેવનનું પ્રમાણ આ રીતે છેઃ

વરિયાળી કે વરિયાળીના ચુરણનું પ્રમાણ

બાળક 50થી 100 મિલિગ્રામ પ્રતિ કિલો શીરના વજન પ્રમાણે

વયસ્ક 3થી 6 ગ્રામ

ગર્ભવસ્થા 1થી 2 ગ્રામ

વૃદ્ધાવસ્થા 2થી 3 ગ્રામ

બાળક 1 ગોળી

1થી 2 ગોળી

લેવાની રીત

દવા લેવાનો યોગ્ય સમય જમ્યા બાદ

દિવસમાં કેટલી વાર લેવી ? 2 વાર – સવાર અને સાંજ

કેટલા સમય સુધી લેવી ? વૈદની સલાહ હોય ત્યાં સુધી

વરિયાળીનો અર્ક, વરિયાળીની ચા, કે વરિયાળીના પાણીનું પ્રમાણ

બાળકો (ઉંમર 12 માસથી ઉપરના) 1થી 5 મિલીલીટર

બાળકો 5થી 20 મિલીલીટર

વયસ્ક 20થી 60 મિલીલીટર

ગર્ભાવસ્થા 10થી 20 મિલીલીટર

વૃદ્ધાવસ્થા 10થી 20 મિલીલીટર

વધારેમાં વધારે કેટલું લઈ શકાય ? પ્રતિ દિન 180 મિલીલીટર (ભાગમાં)

લેવાની રીત
દવા લેવાનો યોગ્ય સમય ખાલી પેટે લેવું અથવા જમતા પહેલાં એક કલાક પહેલાં લેવું અથવા જમ્યાના 3 કલાક બાદ લેવું.

દિવસમાં કેટલી વાર લેવું ? 2 વાર – સવાર અને સાંજ (જરૂર પ્રમાણે તેનો ઉપયોગ 3 વાર પણ કરી શકાય છે.)

શેની સાથે લેવું ? હુંફાળા પાણીમાં ભેળવી લેવું.

ક્યાં સુધી લેવું ? વૈદની સલાહ પ્રમાણે

તમારા સ્વાસ્થ્યને અનુકુળ યોગ્ય પ્રમણ માટે વૈદની સલાહ લેવી.

વરિયાળીના તેલનું પ્રમાણ

વરિયાળીના બીજના તેલનું પ્રમાણ

બાળકો (12 મહિનાથી ઉપરના બાળકો માટે ) ભલામણ આપવામાં આવી નથી.

બાળકો (ઉંમર 5 વર્ષ સુધી) ભલામણ આપવામાં આવી નથી.

બાળકો (5 વર્ષથી ઉપરના ) 1 ટીપું દર 15 કિલોગ્રામ શરીરના વજન પ્રમાણે.

વયસ્ક 4થી 10 ટીપાં

ગર્ભાવસ્થા ભલામણ આપવામાં આવી નથી.

વૃદ્ધાવસ્થા 3થી 5 ટીપાં

વધારેમાં વધારે પ્રમાણ પ્રતિ દિવસ 20 ટીપાં (ટુકડે ટુકડે)

સેવનની રીત

દવા લેવાનો યોગ્ય સમય (ક્યારે લેવી?) જમ્યા બાદ

દિવસમાં કેટલી વાર લેવી ? 1 અથવા 2 વાર – સવાર કે સવાર અને સાંજ

શેની સાથે લેવું ? હુંફાળા પાણીમાં ભેળવીને લેવું.

ક્યાં સુધી લેવું ? વૈદની સલાહ પ્રમાણે

તમારા સ્વાસ્થ્યને અનુકૂળ વરિયાળીના તેલના પ્રમાણ વિષે તમારા વૈદની સલાહ લેવી.

વરિયાળીની આડઅસરો

જો વરિયાળીનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો તેની કોઈ જ આડઅસર નથી જોવા મળતી.

જો તમે વરિયાળી વધારે પ્રમાણમાં લેશો તો સૂરજનો પ્રકાશ તમારી ત્વચા માટે સંવેદનશીલતા વધારે છે અને ત્વચાની સંવેદનશીલતામાં વૃદ્ધિ થવાના કારણે સનબર્ન થવાની સંભાવના વધી શકે છે.

રસોઈમાં ઓછા પ્રમાણમાં વરિયાળીનો ઉપયોગ સુરક્ષિત છે. કેટલાએ ઘરગથ્થુ ઉપચારમાં વરિયાળીના બીજનો ઉપયોગ કરવામાં આવે છે, પણ કોઈ સંશોધન કરવામાં નથી આવ્યું કે વરિયાળીના બીજનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે તો વયસ્ક કે બાળક માટે સુરક્ષિત છે.

લોકોએ તેનો ઉપયોગ કરતાં પહેલાં પોતાના વૈદને પુછી લેવું જોઈએ કારણ કે દવા તરીકે તેનો ઉપયોગ કરતા કેટલાક લોકોમાં એલર્જી જોવા મળી છે.

ગર્ભાવસ્થા

સામાન્ય રીતે, વરિયાળી બીજ, ભૂખ, અપચો, ચક્કર આવવા, પેટમાં દુખાવો વિગેરે માટેની સારવાર માટે છે જેનો ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગ કરી શકાય છે. આ બધી જ સ્થિતિઓમાં વરિયાળી અસરકારક અને ઉપયોગી ઔષધ સાબિત થઈ છે.

વરિયાળી ઓછા પ્રમાણમાં (રોજ 6 ગ્રામથી ઓછી) ગર્ભાવસ્થા દરમિયાન લેવી સુરક્ષિત હોવાની શક્યતા છે. તેને આથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવી નહીં.

વરિયાળી હકીકતમાં માસિક ધર્મ વખતે થતી પિડાને ઓછી કરવા માસિક ધર્મમાં સુધારો કરે છે. વધારે પ્રમાણાં લેવાથી વરિયાળી માસિક ધર્મનો સ્રાવ કરે છે. જો કે, વરિયાળીની અસર માસિક ધર્મના વધારામાં સાવ જ નગણ્ય છે. તેમ છતાં પણ ગર્ભવતિ સ્ત્રીઓએ તેનો પ્રયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ નહીં. ગર્ભવતિ સ્ત્રીઓએ પ્રતિદિવસ 6 ગ્રામથી વધારે પ્રમાણમાં વરિયાળી લેવી જોઈએ નહીં.

વરિયાળીનું તેલ, તેનું ચૂરણ, કે કોઈપણ સ્વરૂપે તેનો ઉપયોગ ગર્ભાવસ્થા દરમિયાન કરવો જોઈએ નહીં.

વરિયાળીનું પાણી, વરિયાળીની ચા, વરિયાળીનો અર્ક, કે અન્ય રીતે તૈયાર કરવામાં આવેલા ઉકાળા પણ જો તેને માત્ર 6 ગ્રામની અંદર લેવામાં આવે તો નુકસાનકારક નથી. ગર્ભવતી સ્ત્રીઓએ વરિયાળીનો ઉપયોગ તેના કુદરતી રૂપે જ કરવો જોઈએ.

સ્તનપાન

વરિયાળીમાં સ્તન્યજનન અને સ્તન્ય વર્ધક ગુણ હોય છે. સ્તનપાન કરાવનારી સ્ત્રીઓ દૂધ વધારવા તેમજ દૂધમાં રહેલા દોષોને નષ્ટ કરવા કરી શકે છે. તે સામાન્ય રીતે પેટ તેમજ પાચન સમસ્યાઓના નિવારણ માટે બાળક માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

વરિયાળી સ્તનપાન કરાવનારી માતાઓ દ્વારા ઉપયોગમાં લેવા માટે સુરક્ષિત હોવાની શક્યતા છે. સ્તનપાન દરમિયાન તેનો ઉપોયોગ કરવાથી માતાઓ અને બાળકોમાં કોઈ આડઅસરો થવાની જાણકારી મળી નથી.

જે લોકો ગાજર, અજમા પ્રત્યે સંવેદનશીલ હોય છે, તેમણે વરિયાળીના બીજથી એલર્જી થવાની શક્યતા છે. વરિયાળીની એલર્જીમાં નીચેના લક્ષણો જોઈ શકાય છેઃ

મોંઢામાં ખજવાળ

હોઠ સુજી જવા

જીભ અને ગળામાં સોજા આવવા

ચામડી પર ખજવાળ આવવી

ચામડી પર ચકામા પડવા

સાવચેતીઃ

જો કોઈ વ્યક્તિ એવા રોગથી પિડિત હોય જેમાં એસ્ટ્રોજન પ્રત્યે સ્થિતિ વધારે ખરાબ થઈ જાય, તો વરિયાળી લેવી જોઈએ નહીં, દા.ત. સ્તન કેન્સર, ગર્ભાશનું કેન્સર વિગેરે.

કેટલાક લોકોમાં વરિયાળીનો ઉપયોગ કરવાથી સ્કીન એલર્જી થાય છે.

વરિયાળીના તેલની સુરક્ષા પ્રોફાઈલ

વૈજ્ઞાનિક અનુસંધાનમાં એવું સાબિત થયું છે કે સ્તનપાન કરનારા બાળકોના પેટના દુખાવામાં વરિયાળીનું તેલ સુરિક્ષત રીતે ઉપયોગ કરી શકાય છે. તેનું પ્રમાણ દિવસમાં બે વાર એક અઠવાડિયા સુધીનું હોવું જોઈએ. વરિયાળીના તેલનો ઉપયોગ સાબુ, ટૂથપેસ્ટ અને માઉથ ફ્રેશનર બનાવવાં પણ કરવામાં આવે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ