શું તમારું બાળક સ્કુલ જાય છે? તો તમે ક્યારેય આ વાતો જાણવા માટે પ્રયત્ન કર્યો છે? જાણો તમારી આંખો ખુલી જશે.

અત્યાર નું શિક્ષણ કેટલું વ્યાજબી ભવિષ્ય બનાવે છે એના પર તો ઘણી ચર્ચાઓ થાય જ છે પણ આપણે કેટલું ઉજ્જવળ ભવિષ્ય બનાવીયે છીએ એ પણ વિચારવું તો પડશે જ ને. એક સમય એવો હતો જયારે આપણે એક જ ગુરુજી ને માનતા અને એની સલાહ અથવા સૂચન આપણા માટે જીવન નું લક્ષ્ય જ બની જતું. કોઈ પણ વિકટ પરિસ્થિતિ માં પણ ગુરુજી પાસે હર હંમેશ ઉપાય રહેતા જ.

અત્યારે ટેક્નોલોજી નો યુગ છે, દુનિયા મોટી જ થતી જાય છે દિવસે દીવસે અને સાથે સાથે શીખવાનું પણ વધતું જાય છે એટલે ગુરુજી પણ અલગ અલગ ક્ષેત્રે માહિર હોઈ અથવા દરેક ક્ષેત્રે અલગ ગુરુ હોવા એ પણ વ્યાજબી વાત જ છે ને. એક સમયે જ્યારે મેટ્રિક પાસ એટલે ઓહો થઇ જાતું ત્યારે 10મુ ધોરણ પણ અઘરું હતું, બોર્ડ ની સાચી બીક હતી અને જો બીક ના હોઈ તો સગાવહાલા તો હતા જ એ એહસાસ કરવા માટે. જયારે અત્યારે આટલી સુવિધા હોવા છતાં પણ ભણતર સરળ થતું જાય છે અને દિવસે દિવસે વધતું જ જાય છે.

અત્યારે દરેક શાળા કે કોલેજ માં એડમિશન માટે પેહલા તો સારા માર્ક્સ જોઈએ, એકદમ સાચા અને શાળા ના નિયમો પ્રમાણે બાળક નો જન્મ થવો જોઈએ નહીંતર આવતે વર્ષે મળશે એડમિશન એવું કહી દે. અરે ત્યાં સુધી કે અમુક શાળાઓ તો હવે બાળક હાજી જન્મ્યું ના હોઈ એ પેહલા જ એડમિશન નું બુકિંગ ચાલુ કરી દે છે. અને વાલીઓ પણ સારી શાળા માં બાળક ને ભણાવવા માટે ઉત્સુખ હોવા થી આ સિસ્ટમ ને બિરદાવે છે પણ ખરા.

ચાલો એ તો સૌ ને જોઈતું હોઈ કે મારુ બાળક પાછું ના પડે એ માટે શ્રેષ્ઠ સ્કૂલ માં જ જશે પણ એની શ્રેષ્ઠતા માપવાના માપદંડ શું? આપણે કદી એવું પૂછ્યું છે કે મારા દીકરા/દીકરી ને હું અહીંયા આપની પાસે ભણાવવા મોકલું છું તો ખરા પણ એ સારું, સાચું અને શ્રેષ્ઠ ભણશે એની ખાતરી શું? તમારી શાળા કે કોલેજ ના શિક્ષકો પૂરતા પ્રામાણિક છે ખરા? શું એ શિક્ષક બધા જ બાળકો પર પૂરતું ધ્યાન આપી શકશે? જો બાળક નહિ શીખે તો શું વારંવાર એને સમજાવશે?

હું અહીંયા તો આટલી ફી ભરું જ છું તો શું તેમ છતાં મારે બાળક માટે બહાર ટ્યુશન પણ રાખવું પડશે? તો ફી માં કશું ડિસ્કાઉન્ટ નહિ? શું અહીંયા એને સર્વાંગી શિક્ષણ મળશે? શું આપની શાળા સરકાર માન્ય છે? આપના પાસે માન્ય હોવાનો કઈ પુરાવો છે? આપ ભવિષ્ય માં ક્યારે પણ જો ફી વધારો કરશો તો સામે મારા બાળક ને વધારે શું મળશે એનું કઈ ઉલ્લેખન છે? ફક્ત ભણવાનું જ છે કે સાથે કઈ પ્રવૃત્તિ પણ છે? જો એને સ્કૂલ પડશે કોઈ પણ દિવસ તો અમને ફોન થી જાણ થશે? પ્રશ્નો તો સાહેબ ખુબ લાંબા છે અને ઘણા બધા છે.

આપણે કોઈ દવા લેવા જઇયે તો પણ એના સાઈડ ઈફેક્ટ ના થઇ એ માટે 100 સવાલ કરીયે જ છીએ ને, ગાડી લઈએ તો પણ એની સેફટી, ઇન્સ્યોરન્સ અને લાંબી ટકી રહે તે માટે હજારો સવાલ કરીયે છીએ, તો એ નિર્જીવ વસ્તુ માટે જો એટલા સવાલ હોઈ તો આપણા પોતાના જીવ ના ટુકડા માટે કેમ નહિ? ચાલો માન્યું બધા નું જીવન અત્યારે વ્યસ્ત થઈ ગયું છે, પણ બાળક તો આપણી જવાબદારી છે, ફક્ત વૉટ્સએપ અને ફેસબુક ના સ્ટેટ્સ પૂરતું જ એનું હાસ્ય રાખવું એ તો જરા પણ વ્યાજબી નથી ને.

એ કઈ જગ્યા જાય છે, એને ત્યાં શું શીખવે છે, કેવું શીખવે છે, એને મજા આવે છે કે નહિ, કાલ સવારે ભગવાન ના કરે અને કઈ કુદરતી આપત્તિ આવે તો શાળા પાસે એના થી બચવા માટે શું રસ્તાઓ છે? આ બધું જ જાણવો આપણો હક અને જવાબદારી બંને છે. આ તો એવું થઈ રહ્યું છે કે બાળક શાળા એ જાય આપણે ફી પણ ભરવી, શાળા પર બાળક ના સંસ્કાર નો વિશ્વાસ પણ રાખવો,

એલોકો ના કેહવા મુજબ યુનિફોર્મ, બૂક્સ અને બેગ પણ સ્કૂલ માંથી જ લેવું પણ જે શિક્ષણ માટે શાળા છે એ શિક્ષણ માટે એને ટ્યુશન માં મોકલવું, ઈત્તર પ્રવૃત્તિ માટે એક્સટ્રા ક્લાસ રાખવા, અને તેમ છતાં શાળા માંથી એવો ફોન પણ આવે કે તમારું બાળક ભણવા માં નબળું છે. અરે નબળું છે તો એને મજબૂત કેમ ના બનાવી શકો? કેમ એની પર થોડું વધારે ધ્યાન ના આપી શકો? કેમ ટ્યુશન નું પણ તમે જ ભણાવી શકો? જ્યાં પેહલા ના સમયમાં આખી શાળા કે સંસ્થા ના તમામ શિક્ષકો ને બધા ઓળખતા ત્યારે અત્યારે તો શિક્ષકો પણ એટલા ફરે છે પગાર માટે કે દર મહિને નવા શિશક નો ફોન આવે ને આપણે પણ મુંજાઈ જઇયે કે કરવું શું.

આપણે આપણા બાળક ને કઈ જગ્યા પર મુકીયે છીએ, એની સુરક્ષા, એની જવાબદારી અને એની લાગણીઓ પણ સચવાઈ રહે એનું ધ્યાન રાખવું આપણી જવાબદારી છે, શિક્ષણ તો બધે જ છે, પણ શ્રેષ્ઠ શિક્ષા કેવી રીતે આપવી એ મહત્વ નું છે. શાળાઓ કે કોલેજો જીવન નું શિક્ષણ કેટલું આપે છે એ જાણવું પણ જરૂરી છે, આપણું બાળક ત્યાં ખુશ છે કે નહીં એ જાણવું પણ મહત્વ નું છે, ભણતર ના ભાર સાથે ગણતર નું ગીત મળે છે કે નહિ એ માહિતી હોવી પણ ફરજીયાત છે.

ગેરરીતિ માટે સજા કરે તો સારા કામ માટે બિર્દાવણી પણ જરૂરી છે. શિક્ષકે કયા સમયે માં ની ભૂમિકા ભજવવી અને ક્યારે પિતા બની ને પજવણી કરવી એ હોવું પણ જરૂરી છે, દરેક શિક્ષક ને લાગુ ના પણ પડતું હોઈ પણ અત્યારે પેહલા શિક્ષકે શિક્ષા લેવા ની જરૂર છે, અને માં બાપ એ પોતાના વહાલસોયા માટે પૂરતા સવાલ કરવાની જરૂર છે.

લેખન : ભૂમિકા અઢિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ