ઘરમાં પડતા ખૂણાને આ રીતે કરો ડેકોરેટ, રૂમ લાગશે એકદમ આકર્ષક અને યુનિક…

દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે તેનું ઘર એકદમ મસ્ત અને ડેકોરેટિવ હોય. જો કે આજકાલ અનેક લોકો પોતાનું નવું ઘર ખરીદે ત્યારે તેમાં ફર્નિચરથી લઇથી અનેક કામ-કાજ કરાવીને પછી જ રહેવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. આમ, આજના આ સમયમાં ઘરને સજાવવા માટે માર્કેટમાં અનેક અવનવી વસ્તુઓ મળતી હોય છે, બસ એના માટે પૈસા ખર્ચવા પડે છે. જ્યારે વ્યક્તિને પોતાના ઘરમાં ડેકોરેટ કે કલર કરવાની વાત આવે ત્યારે તેમને ગમતી વસ્તુ કરાવે તો જ તેમની આંખોને ઠંડક મળતી હોય છે. આમ, જો પ્લાનિંગ સાથે ઘરને સજાવવામાં આવે તો ખર્ચો પણ ઓછો થાય છે અને સાથે-સાથે તમે જ્યારે થાક્યા-પાક્યા ઘરે જાવો છો ત્યારે તમે પોતે રિલેક્સ ફિલ પણ કરો છો.

જો ઘરની સજાવટ વખતે તમે પૂરતું ધ્યાન નથી આપતા તો ઘરમાં સ્પેસ ખૂબ જ ઓછી થઇ જાય છે અને ઘર આખું ભરેલુ-ભરેલુ લાગે છે. તો આજે અમે આ સજાવટમાં તમને કોર્નરનો લુક એટલે કે ઘરના ખૂણાને સજાવવા માટે કેટલાક એવા આઇડિયા બતાવીશું જેનાથી તમારું કોર્નર ખાલી પણ નહિં લાગે અને સાથે-સાથે ઓછા ખર્ચામાં જ તે ડેકોરેટ થઇ જશે.

કોર્નર શેલ્ફઘરના કોર્નર પર નાના-નાના શેલ્ફ બનાવો અને તેના પર કોઇ પણ શો પીસથી સજાવટ કરો. જો તમે કોર્નરને આ રીતે સજાવશો તો એનો લુક એકદમ ડિફરન્ટ જ આવશે. આ કોર્નરથી તમારા હોલની આખી રોનક બદલાઇ જશે.

કોર્નર પ્લાન્ટ જો તમે તમારા ઘરમાં કોર્નર પર શેલ્ફ બનાવવા નથી ઇચ્છતા તો તમે કોર્નર પર ખૂબસુરત પ્લાન્ટ પણ લગાવી શકો છો. આમ, જો તમને ફુલો બહુ ગમતા હોય તો તમે ઘરના કોર્નર પર ફ્લાવર પ્લાન્ટ પણ લગાવી શકો છો. આ ફ્લાવર પ્લાન્ટથી તમારું આખું ઘર સુગંધિત રહેશે. તમને જણાવી દઇએ કે, ઘરમાં આ પ્રકારના પ્લાન્ટ લગાવવાથી ઘરમાંથી નેગેટિવ એનર્જી બહાર જાય છે પોઝિટિવ એનર્જી આવે છે.

કોર્નર લાઇટિંગ ઘરમાં પડતા ખૂણાને તમે લાઇટિંગથી પણ સજાવટ કરી શકો છો. આ લાઇટિંગમાં તમે અનેક પ્રકારની લાઇટિંગ મુકી શકો છો. માર્કેટમાં અનેક પ્રકારની લાઇટિંગ ખૂબ જ આસાનીથી હવે મળી રહે છે. આ લાઇટિંગમાં જો તમને ડાર્ક કલર ગમતો હોય તો હવે માર્કેટમાં તે પણ ખૂબ જ સરળતાથી મળી જાય છે. ખુણાને લાઇટિંગથી સજાવશોતો તમારા રૂમનો લુકજ આખો ચેન્જ થઇ જશે.

સ્ટડી ટેબલઘરમાં પડતા ખૂણાનો જો તમે યોગ્ય રીતે ઉપયોગ કરવા ઇચ્છતા હોવ તો તમે તમારા બાળકો માટે એક મસ્ત સ્ટડી ટેબલ પણ બનાવી શકો છો. આમ, જો તમે સ્ટડી ટેબલ બનાવવા ના ઇચ્છતા હોવ તો તમે તમારા પોતાના કામ માટે એટલે કે ઘર, ઓફિસ અથવા બિઝનેસના કામ માટે એક મસ્ત ડેકોરેટિવ ટેબલ અને ખુરશી પણ મુકી શકો છો જ્યાં તમે દિવસે કે રાત્રે એમ ગમે તે સમયે તમે તમારું કામ કરી શકો છો.

બુક શેલ્ફતમારા ઘરમાં પડતા ખૂણાનો તમે બુક્સ મુકવા માટે પણ ઉપયોગ કરી શકો છો. જો તમે કોર્નર પર બુક શેલ્ફ બનાવશો તો તમારા ઘરમાં આમ-તેમ ફરતી ચોપડીઓ મુકવા માટે એક જગ્યા બની જશે અને રૂમ પણ ખરાબ નહિં લાગે. જો રૂમમાં ચોપડીઓ જેમ તેમ પડી હોય તો ઘણી વાર તેને શોધવી પણ મુશ્કેલ બની જાય છે માટે જો તમે કોર્નરમાં આ રીતે બુક શેલ્ફ બનાવો છો તો તમારી બુક્સ પણ એક જગ્યા પર રહેશે અને સરળતાથી જોઇએ તે દિવસે મળી પણ જશે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ…

ટીપ્પણી