આ છે ત્રણ એવી ચમત્કારિક વસ્તુઓ કે, જેને ઘરમા સ્થાપિત કરવાથી ખુલી જાય છે ભાગ્યના તાળા…

મિત્રો, આપણો દેશ એ ધર્મ અને આધ્યાત્મ પર ચાલતો દેશ છે. આપણા દેશમા બનતી રોજબરોજની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક આપણા શાસ્ત્રો સાથે સંકળાયેલ હોય છે પરંતુ, આપણને તેના વિશે ખ્યાલ હોતો નથી અથવા તો આપણી પાસે તે અંગેનુ યોગ્ય જ્ઞાન હોતુ નથી કે, જેથી આપણે તે ઘટનાને સમજી શકીએ.

image source

ઘણા લોકો રાત-દિવસ અથાગ પરિશ્રમ કરતા હોય છે પરંતુ, તેમને તેમના પરિશ્રમ મુજબનુ ફળ પ્રાપ્ત થતુ નથી અને તેની સાપેક્ષે અમુક લોકો કોઈપણ જાતના પરિશ્રમ વિના અઢળક સંપતિ ધરાવતા હોય છે. આ સમયે ઘણીવાર મનમા એવા વિચાર આવતા હોય છે કે, પરિશ્રમ વિના કોઈ વ્યક્તિ કેવી રીતે સફળ બને?

image source

ત્યારે જો તમને ખ્યાલ ના હોય તો આજે અમે તમને જણાવી દઈએ કે, પ્રવર્તમાન સમયમા સફળતા માટે ફક્ત અથાગ પરિશ્રમ જ નહિ પરંતુ, તેની સાથે જ જ્યોતિષ શાસ્ત્રનો પણ સહારો લેવો પડે છે, તો જ તમે જે ઉંચાઈએ જવા ઈચ્છો છો ત્યા પહોંચી શકો છો. આજે અમે તમારા માટે અમુક એવા ઉપાયો લાવ્યા છીએ, જે તમારા જીવનને સફળ બનાવવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. તો ચાલો આજે આપણે આ ઉપાયો અંગેની અમુક વિશેષ અસરો વિશે માહિતી મેળવીએ.

image source

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, અંડાકાર આકારનો સફેદ પથ્થર એ ખૂબ જ અદ્ભુત સાબિત થાય છે. એક એવુ ઘર કે જ્યા અંડાકાર સફેદ રંગનો પથ્થર સ્થાપિત કરવામા આવે તો માતા લક્ષ્મી સ્વયં તેના ઘરે આવે છે અને ઘરમા સુખ-શાંતિ મળે છે. એટલા માટે જો તમે ઘરમા સુખ-શાંતિ સ્થાપિત કરવા ઈચ્છતા હોવ તો આ ઉપાય કારગર સાબિત થાય છે.

image source

આપણા ઘરમા વાસ્તુશાસ્ત્રનુ એક વિશેષ મહત્વ રહેલુ છે. આ શાસ્ત્રમા અનેકવિધ બાબતો દર્શાવવામા આવેલી હોય છે, જે મુજબ આપણે આપણા ઘરમા વર્તીએ તો તે આપણા માટે શુભ સાબિત થાય છે. જો તમે તમારા ઘરમા હંસ અથવા તો હરણના જોડાને રાખવામા આવે તો તેનાથી ચમત્કારિક લાભ થાય છે. તેનાથી દાંપત્યજીવન સુખી રહે છે અને તમારુ સુતેલુ ભાગ્ય પણ ખુલી જાય છે.

image source

મોરની પાંખો એ તમારા માટે ખુબ જ નસીબદાર સાબિત થાય છે.જો તમારા ઘરમા મોરની પાંખો રાખો છો તો જંતુઓ અને ગરોળીઓ ઘરમા આવતા નથી અને ભૂત-પ્રેતના અવરોધ પણ નડતા નથી. જો શક્ય હોય તો મોરપંખને ઘરના ટેબલ પર રાખો. આમ, કરવાથી સૌ કોઈની નજર તેના પર પડે છે અને તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઇને ઘરનુ વાતાવરણ સકારાત્મક બને છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ