જાણી લો પહેલા તમારી આ 3 આદતોને, જેના કારણે તમને નથી મળતી સફળતા, અને હંમેશા નિરાશા જ લાગે છે હાથ

આવી ત્રણ આદતોના લીધે વ્યક્તિને ક્યારેય સફળતા પ્રાપ્ત થતી નથી અને હંમેશા નિરાશા જ પ્રાપ્ત થતી રહે છે.

આચાર્ય ચાણક્ય ભારત દેશના શ્રેષ્ઠ વિદ્વાનો માંથી એક વિદ્વાન છે. આચાર્ય ચાણક્ય કુશળ શિક્ષક હોવાની સાથે સાથે કુશળ રાજનીતિજ્ઞ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સાંસ્કૃતિક વિશેષજ્ઞ, જેવા ઘણા વિષયોનું ગુઢ જ્ઞાન ધરાવતા હતા. એટલું જ નહી, આચાર્ય ચાણક્ય પોતાનામાં જ પ્રબુદ્ધ વ્યક્તિ હતા.

આચાર્ય ચાણક્ય દ્વારા આપવામાં આવેલ શિક્ષા વ્યક્તિને સાચી રીતે જીવન પસાર કરવા માટે પ્રેરણા આપે છે. આચાર્ય ચાણક્યની શિક્ષા આજના આધુનિક સમયમાં પણ લાગુ પડી રહી છે. જે વ્યક્તિઓ આચાર્ય ચાણક્યની નીતિઓનું નિયમિત રીતે અધ્યયન કરે છે અને પોતાના જીવનમાં તેનું અનુસરણ કરે છે આવી વ્યક્તિઓ પોતાના જીવનમાં સફળતાના શિખરો સર કરે છે.

image source

આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ જીવનમાં એવી વ્યક્તિઓને જ સફળતા પ્રાપ્ત થાય છે જેઓ ખોટી આદતોથી પોતાને દુર રાખે છે. આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જણાવ્યું છે કે, ખોટી આદતો વ્યક્તિની પ્રતિભાનો સમાપ્ત કરે છે.

કોઈ વ્યક્તિ ગમે તેટલી યોગ્ય હોય અને સારી પ્રતિભાશાળી હોય, પરંતુ જો પ્રતિભાશાળી વ્યક્તિમાં ખોટી આદતો હોય છે તો આવી વ્યક્તિઓને મોટાભાગે નિરાશા જ પ્રાપ્ત થાય છે. એટલા માટે આવી વ્યક્તિઓથી સમય રહેતા સાવધાન થઈ જવું જોઈએ. આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ આ કુટેવોથી દુર રહેવું જોઈએ.

image source

ખોટું બોલવાથી મળે છે અપયશ:

આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ જો વ્યક્તિએ સફળતા પ્રાપ્ત કરવી હોય તો હંમેશા સાચું બોલવાની ટેવ રાખવી જોઈએ. કેમ કે, જે વ્યક્તિ ખોટું બોલે છે તેમને ક્યારેય ક્યાંય પણ માન- સન્માન પ્રાપ્ત થતું નથી. ખોટું બોલનાર વ્યક્તિને ટુંક સમય માટે તો અવશ્ય લાભ પ્રાપ્ત થાય છે પરંતુ જયારે તે વ્યક્તિનું ખોટું બોલેલ બધાને ખબર પડી જાય છે ત્યારે તે વ્યક્તિને બધાની વચ્ચે નીચા જોવાનું આવે છે. એટલું જ નહી, ખોટું બોલનાર વ્યક્તિ પર ફરીથી કોઈ વ્યક્તિ વિશ્વાસ કરતી નથી, એટલા માટે આપે જીવનમાં સફળ થવું હોય તો ખોટું બોલવાથી હંમેશા બચવું જોઈએ.

image source

ધન અને પદનું ક્યારેય અભિમાન કરવું નહી.:

આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ અભિમાન વ્યક્તિના નાશનું સૌથી મોટું કારણ છે. એટલા માટે ક્યારેય કોઈ વાતનું અભિમાન કરવું જોઈએ નહી. જે વ્યક્તિ પોતાના પદ અને ધનનું પ્રદર્શન કરે છે અને અભિમાન કરે છે. આવી વ્યક્તિઓને સમાજમાં ક્યારેય સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવતા નથી. આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ અભિમાન કરવાની આદત વ્યક્તિના પતનને આમંત્રણ આપે છે. એટલા માટે વ્યક્તિએ સફળતા પ્રાપ્ત કરી લીધા પછી પણ અભિમાન કરવું જોઈએ નહી.

image source

મોટી મોટી વાતો કરવાની ખોટી આદત:

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જણાવ્યું છે કે, જે વ્યક્તિ કામ વગરની વાતોને હોય તેના કરતા વધારીને જણાવે છે તેવી વ્યક્તિઓથી દુર રહેવું જોઈએ. કેમ કે, આવી વ્યક્તિઓ પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે કોઈપણ સ્તર સુધી જઈ શકે છે. આચાર્ય ચાણક્ય જણાવે છે કે, ખોટી મોટી વાતો કરવાની આદતથી વ્યક્તિએ બચવું જોઈએ કેમ કે, સમાજમાં આવી વ્યક્તિઓની વાતની કોઈ ગંભીરતાથી લેવામાં આવતી નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ