જો તમારો આત્મવિશ્વાસ મજબૂત હોય તો કોઈ પણ વિકટ સ્થિતિમાં તમે લક્ષને પામીને જ રહો છો, વાંચો સચીનભાઇ વિશે તમે પણ..

જો તમારો આત્મવિશ્વાસ મજબૂત હોય તો કોઈ પણ વિકટ સ્થિતિમાં તમે લક્ષને પામીને જ રહો છો, તમારી સફળતા તમારા હાથની રેખાઓમાં નથી લખેલી હોતી પણ તે તમારા આત્મવિશ્વાસમાં હોય છે

દુનિયામાં એવી મોટી વસ્તી છે જેઓ પોતાના નસીબના જોરે કંઈક હાંસલ કરવાની અપેક્ષા રાખીને બેઠા હોય છે. જો જીવનમાં નિષ્ફળતા મળે તો તેનો ટોપલો પણ નસીબના માથે નાખી દેતા હોય છે. અને કહી બેસે છે કે નસીબમાં જે લખ્યું હશે તે જ થશે અને મહેનત કરવાનું ટાળીને પોતાના નસીબના ચમકવાની રાહ જોતા બેઠા રહે છે. જોકે આપણી સામે એવા ઘણા બધા જીવતા જાગતા ઉદાહરણો છે કે જેણે નસીતબની રાહ જોયા વગર પોતાના બળે જ સફળતા મેળવી હોય.

image source

સામાન્ય સ્વસ્થ માણસ જ્યારે સફળતા મેળવે ત્યારે આપણને એટલી નવાઈ નથી લગાતી જેટલી નવાઈ આપણને શારીરિક રીતે અશક્ત વ્યક્તિ મેળવે ત્યારે લાગે છે. આજે અમે તમારી માટે તેવા જ એક વ્યક્તિની પ્રેરણાત્મક વાત લઈને આવ્યા છે જેમણે એક અકસ્માતમાં પોતાના બે હાથ અને એક પગ ગુમાવી દીધા હતા. અને જ્યારે આવા શારીરિક રીતે અશક્ત લોકો પોતાની માનસિક પ્રખરતા દાખવીને જે કરી જાય છે તે જોઈને આપણા જેવા હાથે પગે સ્વસ્થ વ્યક્તિને તેમનામાંથી કંઈક શીખવાની પ્રેરણા મળે છે.

image source

આજે વાત થઈ રહી છે નવસારીમાં રહેતા સચિનભાઈ સુગંધીની. થોડા સમય પહેલાં તેઓ પણ સામાન્ય જીવન જીવી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે ફાર્મસીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નવસારીમાં પોતાના વવ્યવસાયઅર્થે પરિવાર સાથે સ્થાયી થયા હતા. બધું જ સામાન્ય ચાલી રહ્યું હતું અને એક દિવસ સચિન સુગંધી સાથે આ કરુણ ઘટના ઘટી અને તેમના પર જાણે દુખનું આભ ફાટી પડ્યુ હતું.

image source

તેઓ તે દિવસે અમદાવાદથી નવસારી પરત ફરી રહ્યા હતા. નવસારીને રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે તેમનો પગ ફસાઈ ગયો. બહાર નીકળવાના પ્રયાસમાં તેમણે પોતાના હાથનો ઉપયોગ કર્યો પણ ત્યાંજ ટ્રેન તેમના પર ફરી વળી અને તેમણે પોતાના બે હાથ અને એક પગ ગુમાવવા પડ્યા.

image source

જોકે આ આખીએ દુર્ઘટના બાદ પરિવારે સચીન ભાઈનો ખૂબ ખયાલ રાખ્યો અને તેમને જીવનને ફરી પાછુ પાટા પર લાવવાની એકધારી પ્રેરણા પુરી પાડી. પરિવાર સતત તેમને વર્તમાનમાં જીવવા પ્રેરણા આપી રહ્યું હતું અને ભૂતકાળને ભુલાવી દેવા અને ભવિષ્યને ઉજ્વળ બનાવવા સમજાવી રહ્યું હતું. તેમણે પણ પોતાના પરિવારજનોને જરા પણ નિરાશ ન થવા દીધા પણ પોતાના આત્મવિશ્વાસને બળવાન બનાવ્યો.

બીજી બાજુ સચીનભાઈ સાથે જ્યારે આ કરુણ ઘટના ઘટી તે વખતે તેમના પત્ની મયુરીબેન ગર્ભવતિ હતા. પણ આ દરમિયાન પત્નીએ પણ તેમને પુરતું માનસિક બળ આપ્યુ. ધીમે ધીમે સચીનભાઈ પોતાની ખરી ક્ષમતાને જાણતા થયા અને તેમણે નવેસરથી જીવન જીવવાનું શરૂ કર્યું. તેમણે ધીમે ધીમે પોતાના હાથનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેમણે પહેલાં પોતાના હાથ દ્વારા ખાવાનું, ત્યાર બાદ લખવાનું, વાહન ચલાવવાનું શરૂ કર્યું હવે ધીમે ધીમે તેઓ પોતાનું બધું જ કામ જાતે કરવા લાગ્યા હતા.

image source

દીકરીનું નિર્દોશ સ્મિત અને પત્નીના પ્રેમ અને સાથથી તેમને રોજ નવી હિંમત મળતી

આ ઘટના ઘટ્યા બાદ સચિનભાઈએ નવસારી ખાતે ભાગીદારીમાં કૃષ્ણા મેડિકલ સ્ટોર નામની દુકાન ખોલી. બે હાથ તેમજ પગ ગુમાવી દીધા બાદ પણ તેઓ કોઈ સામાન્ય માણસની જેમ જ પોતાના મેડિકલ સ્ટોરમાં, બીલ પણ બનાવી શકે છે, ગ્રાહકોને દવા પણ આપી શકે છે અને નણાની આપલે પણ કરી શકે છે. આ ઉપરાંત તેઓ ઘરે પણ કોઈના પર નિર્ભર નથી પોતાના બધા જ કામ તેઓ જાતે જ કરે છે. તેમને આ બધું જ કરવાનું બળ પોતાની દીકરીના નિર્દોશ સ્મિત અને પત્નીના પ્રેમ તેમજ સાથમાંથી મળે છે. સચીનભાઈ જેવા લોકો જ ખરેખર નિરાશ થયેલા, નાસીપાસ થયેલા લોકોમાં સાચ્ચો જુસ્સો ભરી શકે. તેમના જીવનમાંથી દરેકે દરેક વ્યક્તિને શીખવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ