સિરિયલના અટકી પડેલા શૂટિંગ હવે ફરી થશે શરૂ, જાણો એ લોકોએ શું રાખવુ પડશે ખાસ ધ્યાન

સીરિયલ્સના દર્શકો માટે સારા સમાચાર! ફેવરિટ શોઝના નવા એપિસોડ્સ જોવા મળશે પરંતુ અમુક શરતો સાથે

તમામ ટીવી સિરિયલો અને ફિલ્મ્સના શૂટિંગ દેશમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે અટવાઈ ગયા હતાં. કોરોનાના સમયગાળા દરમિયાન પોતાના ઘરે રોકાયેલા કલાકારો તેમના કાર્યને ખૂબ યાદ કરતા હતાં. તેમાં ટીવી ચેનલોની મુખ્ય સિરિયલોમાંથી કલાકારો તેમના ઘરે રહીને અને તેમની ચેનલ પર પ્રાઇમ ટાઇમમાં પ્રસારણ જોઇને રોજિંદા જીવનમાં કેટલીક મનોરંજક વાર્તાઓ શૂટ કરવા માટે પોતાનું ઘર શૂટીંગ સ્થળ બનાવી રહ્યા હતાં. અભિનેતાઓ પાસે ઘરે શૂટિંગની પૂરતી સુવિધા નહોતી. તેથી તેઓ અહીંથી અને ત્યાંથી કેટલીક ચીજોની સર્જનાત્મક યુક્તિઓ કરીને તેમના પરિવારની મદદથી વિડિઓઝ શૂટ કરી રહ્યા હતાં.

image source

હાલમાં સીરિયલ્સના દર્શકો માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં દર્શકોને તેમના ફેવરિટ શોઝના નવા એપિસોડ્સ જોવા મળશે, કારણ કે નવી ગાઈડલાઈન્સ સાથે તમારા ફેવરિટ સીરિયલ્સનું શૂટિંગ જૂનના અંત સુધી શરૂ થઈ જવાનું છે. એકતા કપૂરની સીરિયલ્સ, ભાભીજી ઘર પર હૈ, સોની ટીવીના રિયાલિટી શો, કેબીસી ટૂંક જ સમયમાં લિમિટેડ ક્રૂની સાથે શૂટિંગ શરૂ કરશે પરંતુ તે માટે FWICEની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

નીચેની શરતો શૂટિંગ સમયે લાગુ

image source

અમે બધાંને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે. માસ્ક કઈ રીતે પહેરવા, સેનિટાઈઝર સાથે રાખવું, સેટ પર એક ઈન્સપેક્ટર જે ઈન્સ્પેક્શન કરશે કે કોણે માસ્ક નથી પહેર્યું. જ્યાં સુધી વર્કર્સને તેની આદત નહીં પડી જાય ત્યાં સુધી ત્યાં ઈન્સ્પેક્ટર રાખવામાં આવશે.

image source

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્લોયીના પ્રેસિડેન્ટ બીએન તિવારીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમણે દૈનિક કર્મચારીઓને ધ્યાનમાં રાખીને પ્રોડ્યૂસર્સ સામ કેટલીક શરતો મૂકી છે. કોરોના વાયરસ લાંબા સમય સુધી રહેવાના કારણે તેની સાથે જીવવાની તૈયારી કરવી જરૂરી છે. કામ તો શરૂ કરવું જ પડશે, કારણ કે તેના વિના ક્યાં સુધી ચાલશે.

જો કોરોના વાયરસથી કોઈ વર્કરનું મોત થશે તો ચેનલ અને પ્રોડ્યૂસર્સ તે વર્કરના પરિવારને ૫૦ લાખ રૂપિયા વળતર અને તેનો મેડિકલ ખર્ચ પણ ઉપાડશે. એક્સીડેન્ટલ ડેથ પર ૪૦-૪૨ લાખ પ્રોડ્યૂસર્સ આપે જ છે પણ કોવિડ માટે ૫૦ લાખ કંપનસેશન રાખ્યું છે.

image source

હાલ 3 મહિના માટે ૫૦ વર્ષની ઉપરની ઉંમરના લોકોને ઘરે રહેવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે આ લોકોને કોવિડનો ખતરો વધુ છે. શૂટિંગ દરમિયાન સેટ પર ૧૦૦ અથવા તેનાથી વધુ લોકો હોય છે. પરિસ્થિતને જોતા હવે ૫૦ ટકા યૂનિટ સાથે સેટ પર કામ કરવું પડશે. ૫૦ ટકા યૂનિટ શિફ્ટ્સમાં કામ કરે એ વાતનું ધ્યાન પ્રોડ્યૂસર્સને રાખવું પડશે.

એક એમ્બ્યુલન્સ સેટ પર રાખવી જરૂરી છે જેથી ઈમરજન્સી માટે કામ લાગી શકે. આ 3 મહિના ટ્રેનિંગ પીરિયડ હશે. ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરવાને લઈને નવી ગાઈડલાઈન્સને લઈને પ્રોડ્યૂસર બોડી, ચેનલ અને બધાંની સાથે વર્ચ્યુઅલ મીટિંગ થશે. જોબ લોક ન થાય તે અંગે વિચાર કરવાનો છે.

image source

આ લોકડાઉનની સૌથી મોટી અસર ટીવી બ્રોડકાસ્ટર્સની રોજિંદી આવક પર થઇ હતી, જેમની પાસે સામાન્ય રીતે દૈનિક એપિસોડ હોતાં નથી. હિન્દી સામાન્ય મનોરંજન ચેનલના પ્રોગ્રામિંગ હેડએ જણાવ્યું હતું કે આપણે થોડો સમય જુના શોના પુનરાવર્તન એપિસોડ્સ ચલાવવા પડી શકે છે. આ અણધારી પરિસ્થિતિ છે અને કોઈ પણ આ માટે તૈયાર નહોતું. તેથી જ ટેલિવીઝન સ્ટાર્સએ એવું નક્કી કર્યુ હતું કે શૂટિંગ સેટ ઉપર થાય કે ઘરે શું ફેર પડે? પરંતુ હવે રાહ જોવાનો અંત આવી ગયો અને ઉપર મૂજબ શરતો સાથે ફરીથી ટીવી બ્રોડકાસ્ટર્સની તેમજ કલાકારોની રોજીરોટી શરૂ થશે. થોડા સમયમાં માણો તમારી મનગમતી સિરીયલો!!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ