જલ્સા કરોને જેંતીલાલ

અઠવાડિયાનું રાશિફળઃ જાણો આ સપ્તાહે કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન

સાપ્તાહિક રાશિફળ : 2થી 8 ઓગસ્ટ સુધીનો સમય કેવો છે 12 રાશિઓના જાતકો માટે જાણો

મેષ-

સૌથી પહેલા આ અઠવાડિયે ધ્યાનમાં રાખો કે તમારે તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. કારણ કે હાલના સંજોગો જીવનશૈલીને નિયમિત કરવાના છે. તમારે સોશિયલ લાઈફમાં પણ સક્રિય રહેવું પડશે, પરંતુ ધ્યાનમાં રાખો કે એવી કોઈ વાતને મહત્વ ન આપો કે જે વિવાદનું કારણ બને છે. વિદેશી કંપનીઓમાં કામ કરનારાઓને રાહત મળશે. 04 ઓગસ્ટથી માનસિક ગૂંચવણોમાંથી મુક્તિ મળશે. કપડાંના વેપારીઓને મોટું રોકાણ ટાળવાની સલાહ આપવામાં આવે છે. અઠવાડિયાના મધ્યમાં ડાયાબીટીસના દર્દીઓએ પોતાની ખાસ કાળજી લેવાની જરૂર છે, જો તેઓ ઇન્સ્યુલિનનો ઉપયોગ કરે છે તો પછી તેને નિયમિત લેતા રહો. મિત્રોની સંખ્યા વધી શકે છે. ભાઈ -બહેનો સાથે સારો સમય પસાર થશે.

વૃષભ-

આ સપ્તાહે તમારા માટે તમારા ક્ષેત્ર અંગે જ્ઞાન મેળવવું ખૂબ જ જરૂરી છે. આઇટી ક્ષેત્રના લોકોને મોટા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળશે. નવી નોકરીની શોધ કરનારાઓને અઠવાડિયાના મધ્યમાં તક મળવાની સંભાવના છે. જે લોકો સ્થાવર મિલકતનો વ્યવસાય કરે છે તેઓને નફો મળવાની શક્યતા દેખાય રહી છે. જો યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાને અપડેટ કરવા માટે કોચિંગ ક્લાસ જોઈન કરવા કે અભ્યાસક્રમાં જોડાવા માંગતા હોય તો તેના માટે સમય યોગ્ય છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત બાબતો અંગે સાવધાન રહો, નહીં તો તમે રોગનો શિકાર બની શકો છો. જેમને ઘરની સજાવટનો શોખ છે તેમના માટે સમય અનુકૂળ છે. ખરીદીના યોગ છે તેથી ઘરની સજાવટ પર ધ્યાન આપી શકશો.

મિથુન-

આ સપ્તાહની શરૂઆતથી સકારાત્મક વિચારો સાથે આગળ વધો. 6 ઓગસ્ટ પછી તમે માનસિક રીતે મજબૂત થશો અને તેની અસર તમારા કામ પર પણ દેખાશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે સપ્તાહ મહત્વનું છે, તમારા સહકર્મીઓને મજબૂત કરો તેમજ તેમને સમય સમય પર અપડેટ કરતા રહો. આ સપ્તાહ દવાઓ સંબંધિત વ્યવસાય કરનારાઓને મોટો નફો આપનાર છે. તમારા સ્વાસ્થ્યને જોતા આ વખતે યોગ્ય ઊંઘ લેવા માટે ખાસ ધ્યાન આપો, માત્ર સારી ઊંઘ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. ઘરના નાના સભ્યોને માર્ગદર્શન અને સહકાર આપવો પડી શકે છે. ભાઈની પ્રગતિ થવાની સંભાવના છે.

કર્ક-

આ સપ્તાહે તમારે તમારી પ્રતિભા બતાવવાની જરૂર રહેશે, તેથી કોઈની પાસે પોતાને ઓછા આંકવાની ભુલ કરવી યોગ્ય રહેશે નહીં. બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સારો નફો મળશે, પરંતુ કોઈપણ ગેરકાયદેસર કામ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. છૂટક વેપારીઓને સારો નફો મળશે, ધંધા પર ધ્યાન કેન્દ્રિત કરો. કપડાના વેપારીઓ સારો નફો કરશે. જે લોકોને આંખ સંબંધિત તકલીફ છે આ અઠવાડિયે તેમની સમસ્યાઓ વધી શકે છે, મોબાઈલ લેપટોપ અને ટીવીનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. તેમજ દિવસમાં ઘણી વખત ઠંડા પાણીથી આંખો ધોઈ શકો છો. પારિવારિક વિવાદોથી દૂર રહો, અન્યથા તમે બિનજરૂરી ચિંતાઓના કારણે પરેશાન થઈ શકો છો.

સિંહ-

આ અઠવાડિયે વાણીમાં ઉગ્રતા રહેશે, વાણીને બદલે તમારી ઉર્જાને જરૂર છે તે દિશામાં ઉપયોગ કરો. સાચા અને ખોટા બંને નિર્ણયોની અસર જોવા મળશે. તમને 5 મીથી યોગ્ય દિશામાં મેનેજમેન્ટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમને વિદેશથી નોકરીની ઓફર મળી રહી છે, તો ખૂબ વિચાર કર્યા પછી તે અંગે નિર્ણય કરવો. ઉતાવળ કરવી નહીં. વ્યવસાય કરનારાઓ માટે સપ્તાહ નાના લાભ સાથે આવ્યું છે. સ્વાસ્થ્યમાં આ વખતે વાહનને વધુ ઝડપે ન ચલાવો. ગ્રહોની સ્થિતિ એક મોટો અકસ્માત સર્જવાના સંકેત કરે છે. જે લોકો ઘરે રીનોવેટ કરવા માગે છે તેમના માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે.

કન્યા-

આ અઠવાડિયે અચાનક આવેલો ગુસ્સો માનસિક અને શારીરિક બંને રીતે નુકસાન કરી શકે છે , તેથી ચિંતા અને ગુસ્સાને નિયંત્રણમાં રાખો. 05 મી ઓગસ્ટ પછી તમારે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં સક્રિય રહેવું પડશે, ધ્યાનમાં રાખો કે આ વખતે બાકી કામોની યાદી લાંબી ન હોવી જોઈએ. ડેટાની સુરક્ષા વિશે પણ ધ્યાન રાખો. સપ્તાહના મધ્યમાં જંતુનાશક દવાનો વ્યવસાય કરનારાઓને લાભ થશે. જેઓ નાણાં સંબંધિત વ્યવસાય કરે છે તેમને પણ નફો મળશે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જે લોકોને નાનપણથી જ પેટની કોઈ સમસ્યા છે, તેમણે 2 ઓગસ્ટ પછી ખાવા -પીવા અંગે વધુ સજાગ રહેવું પડશે. નાની બહેનની તબિયત બગડવાની સંભાવના છે, તેથી તેમને સાવધાન રહેવાની સલાહ આપો.

તુલા-

આ અઠવાડિયે જ્યાં એક તરફ ધીરજ જાળવવાની છે, ત્યાં બીજી બાજુ અઠવાડિયાની શરૂઆતમાં માનસિક સ્તરે મન વિચલીત થઈ શકે છે. ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને નફા અને ખર્ચ વચ્ચે બેલેન્સ રાખવું પણ જરૂરી છે, 5 ઓગસ્ટ સુધીમાં ખાસ કરીને નકામા ખર્ચને કાબૂમાં રાખવો પડશે. ઓફિસના તમામ જરૂરી દસ્તાવેજ સલામત રાખો. તેની જરૂર પડવાની સંભાવના છે. તમારે સહકર્મીઓ સાથે સુમેળમાં કામ કરવું પડશે. સ્ટેશનરીના મોટા વ્યવસાયિકોને નફા માટે તૈયાર રહેવું. નાણાના વ્યવહારોમાં કેટલાક વિવાદો ઊભા થઈ શકે છે. સ્વાસ્થ્યમાં થોડી નરમાઈ રહેશે. તેમજ પરિવારમાં માતાના સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે.

વૃશ્ચિક-

આ સપ્તાહે તમારે શિસ્ત અને સંયમ સાથે જીવવું પડશે. સવારે વહેલા ઉઠો અને મહત્વના કાર્યોને સંપૂર્ણ આયોજન સાથે ઉકેલવાનો પ્રયાસ કરો. નોકરી અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ સહકર્મીઓ સાથે સુમેળમાં ચાલવું પડશે, કારણ કે તેમને અઠવાડિયાના મધ્યમાં તેમનો સહકાર લેવો પડી શકે છે. મીટીંગોના રાઉંડ પણ ચાલી શકે છે. ભૂતકાળમાં વેપારમાં મંદીનો સામનો કરી રહેલા વેપારીઓને હવે રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો દાંતની સમસ્યા સર્જાય શકે છે, તેથી રાત્રે પણ બ્રશ કરવાની ટેવ પાડવી જોઈએ. કુટુંબને લગતા કેટલાક નિર્ણયો વડિલો પર છોડી દેવા વધુ સારા રહેશે.

ધન –

આ અઠવાડિયે સામાજિક અને આજીવિકા ક્ષેત્રે બંનેમાં આત્મવિશ્વાસ અને અતિ આત્મવિશ્વાસ વચ્ચેનો તફાવત ખૂબ સારી રીતે સમજવો પડશે. કામનો બોજ તમારા પર વધુ હોઈ શકે છે, તેથી તેને તમારા માટે બોજ ગણવું ગેરવાજબી નથી. તમે વ્યવસાયિક બાબતોમાં ઝડપી નફો કરશો, પરંતુ વ્યવહારોમાં સાવચેત રહો. બિઝનેસ સંબંધિત કોઈ પણ મુદ્દે વડીલોનો અભિપ્રાય તમારા માટે ફાયદાકારક રહેશે. લશ્કરી વિભાગમાં જવા માટેની તૈયારી કરી રહેલા યુવાનોએ સામાન્ય જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની જાતને અપડેટ કરવાની છે. અઠવાડિયાના અંત સુધીમાં તબિયત બગડવાની સંભાવના છે, જો તમને ત્વચા સંબંધિત તકલીફ હોય તો તમારે ખાસ સાવધાન રહેવું પડશે. ભાઈ નાના હોય કે મોટા તેના સંપર્કમાં રહેવું જોઈએ.

મકર-

આ અઠવાડિયે તમારી જાતને માનસિક રીતે હળવી રાખો, વધારે ગંભીર રહેવું સારું નથી. મુશ્કેલ સમયમાં શિવજીની પૂજા કરો. જો તમને ઓફિસમાં પ્રોજેક્ટ રજૂ કરવાની તક મળે, તો તેને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે રજૂ કરો, અઠવાડિયાના મધ્ય સુધીમાં તમારો આત્મવિશ્વાસ સફળતા તરફ દોરી જશે. વેપારીઓએ સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ઉધાર આપેલા નાણાં પરત મળવાની પણ સંભાવના છે. જો વિદ્યાર્થીઓ વર્ગ અભ્યાસમાં સારા ગુણ મેળવી શકશે, શિક્ષકો દ્વારા આપવામાં આવેલી ટિપ્સનો ઉપયોગ કરીને વધુ સારા પરિણામો મળશે. સંધિવાથી પીડાતા દર્દીઓએ આ અઠવાડિયે સાવધાન રહેવું છે, ઘૂંટણમાં ઈજા થવાની સંભાવના છે. પિતાનો સહયોગ મળશે.

કુંભ-

આ અઠવાડિયે ધાર્મિક કાર્ય પર ધ્યાન આપવું જોઈએ, ભગવાન શિવની પૂજા તમારા માટે મહત્વપૂર્ણ છે, તેમનો જલાભિષેક કરો. ઓફિસનું મહત્વનું કામ પૂર્ણ કરવા માટે અઠવાડિયાની શરૂઆતમાં જ ઘણો તણાવ હોઈ શકે છે. 3 ઓગસ્ટ પછી ક્રોધ ન કરવો તેનાથી નજીકના લોકોને નુકસાન પહોંચાડી શકો છો, તેથી દરેક સાથે શક્ય તેટલી પ્રેમની ભાવના જાળવો. પાર્ટનર સાથે નાણાંની લેવડદેવડ ક્લીયર રાખો, નહીં તો ભાગીદારીમાં તણાવ આવી શકે છે. અઠવાડિયાના પહેલા બે દિવસ પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, જો તે પહેલાથી જ બીમાર છે તો વધુ સજાગ બનો.

મીન-

આ સપ્તાહમાં સામાજિક રીતે ખૂબ સક્રિય રહો. લશ્કરી વિભાગમાં જનારાઓને સારી તકો મળવાની સંભાવના છે, તેથી તમારી તૈયારીમાં કમી ન આવવા દો. કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને 05 મી ઓગસ્ટ સુધી પડકારોનો સામનો કરવો પડી શકે છે. ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોએ સારા સંબંધ જાળવવા પડશે, કારણ કે નફાની પ્રબળ સંભાવના છે. યુવાનોએ ટેકનોલોજીનો જેટલો જરુર હોય તેટલો જ ઉપયોગ કરવો જોઈએ. સ્વાસ્થ્ય માટે આ સમય સમસ્યાનું કારણ બની શકે છે. વધુને વધુ પાણીનો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે. ઘરમાં વાયરિંગ સિસ્ટમ વિશે સાવચેત રહો, આગ અકસ્માત થવાની સંભાવના છે.

Exit mobile version