અષ્ટમુખી શિવલિંગઃ ૧૦ ફૂટ ઊંચું અને વિશાળ પ્રાંગણવાળા આ ૧૨૫ વર્ષ જૂના મંદિરના શ્રાવણી સોમવારે કરો દર્શન।…

અષ્ટમુખી શિવલિંગઃ ૧૦ ફૂટ ઊંચું અને વિશાળ પ્રાંગણવાળા આ ૧૨૫ વર્ષ જૂના મંદિરના શ્રાવણી સોમવારે કરો દર્શન અને જાણો આ દૂર્લભ શિવલિંગવાળા મંદિરની વિશેષતા… સવા સો વર્ષ જૂનું છે આ મંદિર, અષ્ટમુખી શિવલિંગના દર્શનનો શ્રાવણ માસમાં છે ખૂબ મહિમા…

આપણો ભારત દેશ વિશાળ ધર્મ સંસ્કૃતિ ધરાવે છે. તેમાંય પૌરાણિક ધરોહર તો યુગોથી યથાવત ચાલી આવે છે. અનેક મંદિરો આજની તારીખે એવાં છે જેનો ઉલ્લેખ વેદોમાં પણ વાંચવા મળ્યો છે. દેવી – દેવતાઓના અવતારો અને મૂર્તિઓ તેમજ શિવલિંગના વિવિધ સ્વરૂપોના દર્શનનો આપણાં ધર્મમાં ખાસ મહત્વ છે. દરેક મંદિર કંઈક વિષિષ્ઠ મહિમા કે પછી તેની સ્થાપના વિશેનો ખાસ પ્રસંગ ધરાવતું હોય છે. એવું એક વિશિષ્ઠ મંદિર અને એમાંય શિવાલય વિશે આપને આજે વાત કરીએ છીએ, જે છે અષ્ઠમુખી શિવલિંગ…

બિહારના છત્તીસગઢમાં આવેલું છે આ મંદિર…

છત્તીસગઢના બિલાસપુરમાં આ વિશેષ મંદિર આવેલું છે. આ મંદિરની ખાસ વાત છે કે અહીં સ્થાપિત શિવલિંગ અષ્ટમુખી છે. એટલે કે આ શિવલિંગ ઉપર આઠ ચહેરા કોતરાયેલા છે. આ મંદિરની ઉમર ૧૨૫ વર્ષ કહેવાય છે. આ મંદિરમાં સ્થાપના અષ્ટમુખી પશુપતિનાથ શિવલિંગની કરવામાં આવી છે. જેના દરેક મુખની આગવી વિશેષતા છે અને તેનો એક એક અર્થ પણ નીકળે છે. જેમ કે પૂર્વાભિમુખ શિવલિંગનું સ્વરૂપ બાળ અવસ્થા દર્શાવે છે, દક્ષિણ તરફનું મુખ કિશોરાવસ્થા દર્શાવે છે,પશ્ચિમ દિશાનું મુખ યુવા અવસ્થાનું પ્રતીક છે ,અને ઉત્તરાભિમુખ વૃદ્ધ અવસ્થા દર્શાવે છે. કહેવાય છે આ ૮ મુખમુદ્રા જીવનના ચાર કાળનું પ્રતિનિધિત્વ કરે છે. જીવનની વાસ્તવિક વાત અહીં સમજાય છે. આ શિવલિંગ ૧૦ ફૂટ ઊંચું છે જે મંદિરના વિશાળ પ્રાંગણમાં સ્થાપિત થયેલું છે. આ અષ્ટમુખી શિવલિંગ ચૈતુરગઢથી અહીં લાવીને સ્થાપવામાં આવ્યું છે, એવી માન્યતા છે.

આ સેંકડો વર્ષ જૂના શિવલિંગના દર્શને આવે છે લાખો લોકો… શ્રાવણમાં છે ખાસ મહત્વ…

વિશાળ પ્રાંગણ અને સુંદર બંધાયેલ મંદિરમાં પૂરો શિવ દરબાર છે. અહીં શ્રાવણ માસમાં થાય છે મહારૂદ્રાભિષેક અને મહાઆરતી… અહીંના લોકો તેને પંચાયતી મહાદેવ મંદિર પણ કહે છે. અહીં દર્શને આવનાર ભક્તોની દરેક મનોકામના પૂૠ થાય છે એવી માન્યતા છે.

શિવ ભક્ત લોકોની અહીં શ્રાવણ મહિનામાં ખાસ ભીડ રહેતી હોય છે. અહીં જળાભિષેક, બિલિપત્ર અને પંચામૃત ચડાવાની સાથે ખાસ દિવસોની પૂજામાં લાડુ અને ખીરનો પ્રસાદ પણ ચડાવવામાં આવે છે. શિવમંદિરમાં સોમવારની પૂજાનું ખાસ મહત્વ હોય છે પરંતુ અહીં શ્રાવણ મહિનાના પહેલા સોમવાનું વિશેષ મહત્વ છે. અહીં મહાપૂજા, દર્શન અને આરતી થતાં હોય છે. છત્તીસગઢના પ્રવાસે આવેલ કોઈપણ વ્યક્તિ અહીંના દર્શને જરૂર આવે છે. આ વિશેષ મુખમૂર્તિવાળા શિવલિંગના દર્શન કરવા તમે પણ ક્યારેક છત્તીસગઢ જાઓ તો બિલાસપુર જાજો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ