જલ્સા કરોને જેંતીલાલ

ઇન્સ્ટન્ટ આથેલાં મરચા – રોજિંદા ભોજન અને કાઠિયાવાડી ભોજનમાં ચાર ચાંદ લગાવશે આ મરચા…

કેમ છો? જય જલારામ. શિયાળો સરસ ચાલી રહ્યો છે અને આપણે રોજબરોજ અનેક મસાલેદાર ભોજન જમતા હોઈએ છીએ અને તેમાં પણ જો સાથે આથેલાં લીલા મરચા મળી જાય તો જલસો પડી જાય. ઘણીવાર મરચા અથતાં થોડો સમય લાગતો હોય છે પણ આજે હું લાવી છું ફક્ત એક જ કલાકમાં આથીને ખાઈ શકીએ એવા મસાલેદાર આથેલાં મરચા. આ મરચા તમે કાઠિયાવાડી ભોજન સાથે કે પછી રોજિંદા ભોજન સાથે પણ ખાઈ શકશો. તો ચાલો ફટાફટ શીખી લઈએ. વિડિઓ જોઈ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ.

સામગ્રી

રીત-


1- સૌથી પહેલા આપણે અઢીસો ગ્રામ લીલા મરચાને ધોઈને સાફ કરી પછી મરચાને ઉભા કટ કરી જે વચ્ચેનો ભાગ બીયા વાળો હોય તેને કાઢી લઈશું. ત્યારબાદ મોટા ટુકડા કરી કટ કરી લઈશું. તેવી જ રીતે બધા એકસરખા ટૂકડા કરી લઈશું.

2- હવે આપણે તેમાં દોઢ ચમચી મીઠું નાખીશું. મીઠું વધારે નાખવાનું કારણ એ જ છે કે જલ્દી વધારાનું પાણી છૂટું પડી જાય તો આપણા મરચાં લાંબા સમય સુધી સારા રહે. હવે તેમાં એક ચમચી હળદર નાખી શું.

3- હવે આપણે 1 આખું લીંબુ નો રસ નાખીશું. લીંબુનો રસ નાખ્યા પછી તેને ઊંચા નીચા કરી તેને અડધો કલાક માટે તેને ઢાંકીને રહેવા દઇશું. બધા મરચામાં હળદર મીઠું લીંબુ લાગી જવું જોઈએ. તેવી રીતે આપણે હલાવી લઈશું.

4- હવે આપણે અડધો કલાક માટે ઢાંકીને રહેવા દઇશું. જેથી તેનું પાણી બધું નીકળી જશે. હવે આપણે મરચામાં નાખવાનો મસાલો તૈયાર કરી લઈશું.
5- સૌથી પહેલા એક મોટી ચમચી સૂકા આખા ધાણા લઈશું. ત્યારબાદ દોઢ ચમચી રાઈના કુરિયા લઈશું. ત્યારબાદ અડધી ચમચી મેથી લઈશું. અને એક અડધી ચમચી વરીયાળી લઈશું. હવે એક પેનમાં આ બધું મિક્સ કરીને ધીમા તાપે શેકી લઈશું.


6- જ્યાં સુધી તેની સુગંધ ના આવે ત્યાં સુધી તેને શેકી લઈશું. આવું શેકીને મસાલો કરીશું તો મરચાં ને લાંબો સમય સુધી રાખી શકીશું. અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. હવે આપણા મસાલા નો કલર બદલાઈ ગયો છે.તો ગેસ બંધ કરી દઈશું.

7- આપણો મસાલો વધારે ના શેકાય તેની માટે તેને હલાવી હલાવીને ઠંડુ કરી લેવાનું. અથવા બીજી પ્લેટમાં કાઢી લેવાનું.જેથી આપણો મસાલો વધારે કુક ના થાય. ત્યારબાદ મસાલાને ક્રશ કરી લઈશું.

8- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા મરચા માંથી વધારાનું પાણી અને તીખાશ પાણી માં આવી ગઈ છે.હવે આપણે મરચાને એક કોટન કપડાં માં કાઢી લઈશું.અને તેને સુકવી લઈશું. એટલે આપણે મરચાં એકદમ કોરા કરી લઈશું.

9- આપણા મરચાં ૧૫થી ૨૦ મિનિટમાં થઇ જશે. ત્યારબાદ તેનો મસાલો કરીશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા મરચા એકદમ કોરા થઇ ગયા છે. હવે એક બાઉલમાં લઈ લઈશું.હવે આપણે જે મસાલો બનાવ્યો હતો તે એડ કરીશું.


10- આપણે જે પહેલાં મીઠું નાખ્યું હતું તે પાણીમાં ગતું રહ્યું છે.તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ત્યારબાદ ગરમ તેલ કરી અને થોડુ ઠંડુ કરી લેવાનું. હવે તેમાં તેલ એડ કરીશું. હવે આપણે અડધું લીંબુ નો રસ એડ કરીશું.

11- હવે આપણે બધું મિક્સ કરી લઈશું. જો તમારે આ મરચા ખાવા હોય તો તેને દસ મિનિટ હલાવી અને ઢાંકીને રહેવા દેશો પછી જ્યારે તમારે ખાવા હોય ત્યારે તમે ખાય શકો છો. આ મરચાં જો તમે વધારે બનાવતા હોય તો તેને ફ્રીજમાં રાખશો તો ત્રણથી ચાર મહિના સુધી ખવાશે. અને બહાર રાખશો તો પણ ૧૦થી ૧૫ દિવસ સુધી આ મરચા તમે ખાઈ શકશો.

12- હવે આપણા મરચાં તૈયાર થઈ ગયા છે.તો તમે આ રેસિપી થી ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version