એસિડ એટેક થયો હતો તેની ઉપર, તેમના જીવનની કહાની વાંચવા જેવી છે…

દુઃખ એ જીવનનું એક અનિવાર્ય પાસું છે. એક બાજુ સુખ તો બીજી બાજુ દુઃખ. દુઃખની ક્ષણો લાંબી હોય છે જ્યારે સુઃખ તો જાણે પલકારામાં જ જતું રહે છે. પણ દુઃખ તો ભોગવવું જ પડે છે પછી ભલે તમે રંક હોવ કે રાજા હોવ. પછી ભલે તમે એક સામાન્ય માનવી હોવ કે પછી માલેતુજાર મુકેશ અંબાણી પણ કેમ ન હોવ.

કારણ કે દુઃખનો કોઈ ઉપાય તો હોતો જ નથી તમારે તેનો નક્કર મને સામનો કરવો એ જ એક તેનો ઉપાય હોય છે.

આપણે દુનિયાને જેટલી સુંદર કલ્પીએ છીએ તેના કરતાં પણ ક્યાંય વધારેતે સુંદર છે અને તેને જેટલી ખરાબ કલ્પીએ છીએ તેના કરતાં પણ ક્યાંય દુષ્કર છે. પણ આ બધામાંથી પસાર કેવી રીતે થવું તે તમારા હાથમાં હોય છે. દુનિયા બદલાવાની નથી તમારે બદલાવાનું છે.

જીવનમાં અનેક પ્રકારની આપત્તિઓ આવે છે અને જાય છે. કોઈના પર નાની મુશ્કેલીઓ આવે છે તો કોઈના પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે. તેમ છતાં લોકો તેમાંથી બચી જાય છે તેમાંથી તરીને બહાર આવી જાય છે.

આજની આપણી પોસ્ટ આવી જ એક એસિડ સર્વાઇવરને સમર્પિત છે. તેણીનું નામ છે મોહિની. તેણી હાલ 34 વર્ષની છે અને એક સુખી લગ્ન જીવન ભોગવી રહી છે તેણીનો એક સુંદર મજાનો દીકરો પણ છે.

આ તેણીનું વર્તમાન છે પણ તે જે ભૂતકાળમાંથી પસાર થઈને આવી છે તે તેણીના વર્તમાન કરતાં તદ્દન વિપરીત હતું. તેણી માત્ર 22 જ વર્ષન હતી ત્યારે તેણીના જ પાડોશમા રહેતા રાકેશ નામના રોમિયોએ તેણી પર એસિડથી ભરેલો જગ નાખી દીધો હતો. અને તેણીનો ચહેરો તેમજ ધડનો લગભઘ 38 ટકા બળી ગયો હતો.

વાત એમ હતી કે છેલ્લા લાંબા સમયથી રાકેશ તેનો પીછો કરી રહ્યો હતો અને તેણે તેણી સમક્ષ પોતાના પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. જે તેણીએ માન્ય નહોતો રાખ્યો અને તેણી માત્ર પોતાના કેરીયર પર જ કેન્દ્રીત થવા માગતી હતી. તે ભવિષ્યમાં એક ન્યૂઝ એંકર બનવા માગતી હતી. તેમ છતાં રાકેશ તેણીને સતત પજવતો રહેતો હતો. છેવટે તેણીએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં રાકેશની ફરિયાદ નોંધાવી અને પોલીસે રાકેશની લેખીત માફી પણ માંગી. અને કદાચ તેની જ દાજમાં તેણે આ એટેક કર્યો હતો.

તે વખતે તેણી પોતાના જોબ ઇન્ટર્વ્યૂ માટે દિલ્હીથી જયપૂરની ટ્રેન પકડવા પોતાના પિતા સાથે ઓટો રીક્ષામાં જઈ રહી હતી અને રાકેશ દ્વારા આ હૂમલો કરવામાં આવ્યો.

તેણી જણાવે છે કે તેણીને તે દિવસ આજે પણ જાણે કાલની ઘટના હોય તેટલો જ તાજો યાદ છે. પર જ્યારે એસિડ એટેક કરવામાં આવ્યો ત્યારે તેણી જીવનમાં ક્યારે નહોંતી ભોગવી તેવી પીડા અનુભવી રહી હતી. તેણીના હાથમાં ચામડીના લોચા આવતા હતા. તેણીએ મદદ માટે ખૂબ બૂમો પાડી હતી. આજુ બાજુની સ્ત્રીઓ સતત તેના પર પાંણી છાંટી રહી હતી અને પોતાના દુપટ્ટાઓ વડે તેણીનું શરીર ઢાંકી રહી હતી. તેણીને ખ્યાલ જ નહોતો કે તેણી સાથે શું થઈ રહ્યુ હતું. તેણીને માત્ર અપાર બળતરાનો જ અનુભવ થઈ રહ્યો હતો.

મોહીનીના ચહેરા તેમ છાતિનો લગભગ 38 ટકા ભાગ બળી ગયો હતો. તેના પિતા પર પણ થોડા અંશે એસિડ પડી ગયું હતું તેમને પણ કેટલીક ઇન્જરી થઈ હતી. તે બન્નેને તરત જ નજીકની લોકનાયક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

સૌ પ્રથમ તો ડોક્ટર તેની સ્થિતી જોઈને ગભરાઈ જ ગયા હતા. કારણ કે તેમણે ક્યારેય આ પહેલાં આવો કોઈ કેસ નહોતો જોયો. તેમણે ક્યારેય એસિડ એટેક પિડિતની ટ્રીટમેન્ટ પણ નહોતી કરી. માટે તેઓ મુંઝવણમાં હતા.

તેણીની ટ્રીટમેન્ટ સતત 2 મહિના ચાલી અને તેણી પર લગભઘ 25-30 સર્જરીઓ કરવામા આવી. તેણીની પીડા તો ઘટી ગઈ હતી પણ તેણીનો ચહેરો ખરાબ થઈ ગયો હતો.

પોતાની આ સ્થિતિથી નિરાશ થઈને તેણીએ સતત પોતાની જાતને ત્રણ વર્ષ સુધી ઓરડામાં પુરી રાખી. તેણી પોતાનો ચહેરો અરિસામાં જોતા પણ ડરતી હતી. તેણીનો દેખાવ બિહામણો થઈ ગયો હતો. અહીં સહન માત્ર તેણી જ નહોતી કરી રહી પણ તેનો પરિવાર પણ સહન કરી રહ્યો હતો. સમાજ તેમજ લોકોના અવિરત મેણાથી તેનો પરિવાર ત્રસ્ત થઈ ગયો હતો. લોકો તેણીને જીવતું મડદું કહેતા ત્યારે તેણીની માતાની વેદનાની કોઈ સીમા નહોતી રહેતી. છેવટે મોહિનીએ ફરી પોતાના જીવનને પાટા પર લાવવાનું નક્કી કર્યું.

મોહિની જ્યારે પણ ઘર બહાર જતી ત્યારે પોતાનો ચહેરો ઢાંકીને જ બહાર નીકળી. હોસ્પિટલ જતી ટ્રીટમેન્ટ માટે ત્યારે પણ તેણી પોતાનો ચહેરો ઢાંકીને જ જતી અને સીધી જ ઘરે આવતી.

ગૌરવ અને તેણીનો સંપર્ક એક રોંગ નંબરથી શરૂ થયો. તે બન્ને એકબીજાથી સંપૂર્ણ અજાણ્યા હતા. ધીમે ધીમે તેમણે વાતો શરૂ કરી અને તેઓ એકબીજાને જાણવા લાગ્યા. જો કે તે બન્નેએ એકબીજાને ક્યારેય નહોતા જોયા. એક દિવસ ગૌરવે તેણીને પ્રપોઝ કર્યું. ત્યારે તેણીએ ગૌરવને જણાવ્યું કે તેણી એક એસીડ સર્વાઇવર છે. તેમ છતાં ગૌરવના વર્તનમાં કોઈ જ ફરક ન પડ્યો તે તેણી સાથે સામાન્ય રીતે જ વાત કરતા રહ્યા. કારણ કે તેમના માટે ચહેરો જરા પણ મહત્ત્વ નહોતો ધરાવતો. અને છેવટે ગૌરવ તેણીને મળ્યા. અને બધાની સામે ઘૂંટણ પર નમીને તેમણે તેણીને પ્રપોઝ કર્યું ત્યારે તેણીને લાગ્યું કે જાણે તેણી કોઈ સ્વપ્ન જોઈ રહી હતી.

તેમ છતાં તેણીએ પોતાની જાત તેમજ ગૌરવને આ નિર્ણય પર વિચારવા માટે સમય આપ્યો. તેણી નહોતી ઇચ્છતી કે ગૌરવ તેણીને દયાની નજરે જુએ. દયાથી તેણીને સ્વિકારે. કે કોઈ પણ જાતની સાહનુભૂતીથી તે તેણીને પ્રેમ કરે. તેણીએ 5 વર્ષ આ નિર્ણયને લેતા લીધો. અને છેવટે તેમણે વર્ષ 2014માં લગ્ન કરી લીધા.

ગૌરવ માટે પણ આ નિર્ણય પડકાર જનક જ હતો. તે પોતાની રીતે તો મક્કમ જ હતો પણ સમાજે તેમાં ઘણા પડકારો ઉભા કર્યા, મુશ્કેલીઓ ઉભી કરી તેમ છતાં ગૌરવ પોતાના નિર્ણય પર અડગ રહ્યો. અને છેવટે મોહિની સાથે લગ્ન કરી જ લીધા.

આજે તેમનો સરસમજાનો દીકરો છે. મોહિની ઇચ્છે છે કે આજે તે તેણીના દીકરાને એક સારું શિક્ષણ આપે. અને તે ઇચ્છે છે કે તેનો દીકરો સ્ત્રીઓને સમ્માન આપે અને માત્ર સ્ત્રીઓને જ નહીં પણ સૌને સમ્માન આપે.

આજે મોહિની દીલ્લી મહિલા આયોગમાં છેલ્લા બે વર્ષથી જોબ કરી રહી છે. અને પોતાના જેવી જ એસિડિ એટેક પિડિતાઓને સલાહ આપીને જીવનમાં આગળ વધવાનું પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે.

આ વિડીઓમાં તેણી જણાવી રહી છે સંપૂર્ણ માહિતી..