જો ફોલો કરશો આ મેક અપ ટિપ્સ, તો 40 વર્ષે પણ દેખાશો યંગ…

ચાલીસીમાં વીસી જેવા યુવાન દેખાવા અજમાવો આ મેકઅપ ટીપ્સ ! કોઈ નહીં આંકી શકે તમારી ખરી ઉંમર !

આજે બોલીવૂડની એવી ઘણી અભિનેત્રીઓ છે જે પોતાની ચાલીસી વટાવી ચુકી છે કેટલીક તો પચ્ચાસની ઉંમર પણ વટાવી ચુકી છે તેમ છતાં આપણે તેમની ખરી ઉંમરનો અંદાજો નથી લગાવી શકતાં. તેમાં ચોક્કસ તેમની ફીટનેસ, તેમના ડાયેટ તેમજ તેમની લાઇફસ્ટાઇલનો બહોળો ફાળો હોય છે તેમ છતાં તેમના દ્વારા કરવામાં આવતી કેટલીક મેકઅપ ટ્રીક પણ તેમને પ્રમાણમાં યુવાન દેખાડવામાં મદદ કરે છે.

image source

જ્યારે જ્યારે તમે કરિશ્મા કપૂર, ઐશ્વર્યા રાય, સુષ્મિતા સેન, માધુરી દીક્ષીત, જુહી ચાવલા વિગેરેને ટીવી પર જોતા હશો ત્યારે ત્યારે તે તમને આકર્ષક જ લાગશે. પણ તેમની પાછળ તેમના ચહેરા પરનો મેકઅપ જવાબદાર હોય છે. અને જો તમે પણ તે ટ્રીક અપનાવીને મેકઅપ કરશો તો તમે પણ ઐશ્વર્યા-માધૂરીથી કંઈ ઓછા નહી લાગો. અને તેનો મુખ્ય ફાયદો તો તમને એ મળશે કે તમે તમારી ઉંમર કરતાં ક્યાંય નાના લાગશો. તો ચાલો જાણીએ આ મેકઅપ ટ્રીક વિષે.

બ્લો ડ્રાય હેયર (ડ્રાયર ફેરવીને વાળ ઓળવા)

image source

તમે ઘણીવાર જોયું હશે કે ઐશ્વર્યા અને કેટરીના કેફ અને ઘણીવાર રાની મુખરજી પણ પોતાના વાળને વધારે ટ્રીટમેન્ટ આપ્યા વગર માત્ર બ્લોડ્રાય કરીને એટલે કે ડ્રાયર ફેરવીને વાળ ઓળે છે જે ઘણા આકર્ષક લાગે છે. તેનાથી તેઓ વાળને વેવી લુક પણ આપે છે. અને આ હેર તમારા કોઈ પણ લૂક પર તે પછી તમે સાડી પહેરી હોય, કુર્તિ પહેરી હોય જીન્સ પહેર્યું હોય કે પછી ફ્રોક પહેર્યું હોય બધા પર સારી લાગે છે.

image source

અને વાળ છુટ્ટા રાખવાથી તમારા ચહેરાને એક આકાર મળે છે અને ખુલ્લા વાળમા તમારો ચહેરો પણ ખીલેલો લાગે છે. તેનાથી તમારા વાળ બાઉન્સી પણ દેખાશે.

વિંગ્ડ આઇ મેકઅપ (એટલે કે પાંખ જેવા આકારવાળી આઇલાઇનર)

image source

આજે ઘણી બધી સેલિબ્રિટીઓ પોતાની આંખોને આકર્ષક દેખાડવા માટે અવનવી ટ્રીક અપનાવતી રહેતી હોય છે પણ એક ટ્રીક જે ક્યારેય નિષ્ફળ નથી જતી તે છે વિગ્ન્ડ આઇ મેકઅપ, આ મેકઅપમાં તમારી આંખોના ખૂણા પર આઇલાઇનરને કોઈ પાંખ જેવો આકાર આપવામાં આવે છે તેનાથી તમારી આંખો લાંબી અને આકર્ષક લાગે છે.

image source

અને તે ઉંમરના કારણે તમારી આંખના છેડા પર થયેલી કરચલીને પણ છુપાવી દે છે. જેના કારણે આંખો નાની દેખાવ લાગે છે અને કેટલીકવાર તેનો આકાર પણ બગડી જાય છે. વિંગ્ડ આઇ મેકઅપના ટુટોરિયલની વિડિયો તમને યુ-ટ્યુબ પર પણ મળી રહેશે અને તમે વિવિધરીતે આ વિંગ્ડ આઇ મેકઅપ કરી શકો છો.

સીધી આઇબ્રો

image source

આઇબ્રો આમ તો ભગવાને બધાના ચહેરા અને આંખોને અનુરુપ જ બનાવી હોય છે તેમ છતાં ઘણીવાર આપણને આપણી આઇબ્રોથી ફરિયાદ રહે છે. જે ખાસ કરીને તેના આકારને લઈને હોય છે. ઘણા લોકોને ગોળ આઇબ્રો નથી ગમતી તો ઘણાને સીધી નથી ગમતી હોતી તો વળી કેટલાકને બો શેઇપ નથી ગમતો. પણ આજકાલ સ્ટ્રેઇટ એટલે કે સીધી આઇબ્રોનો ટ્રેન્ડ છે જે તમને કન્ટેમ્પરરી અને આધુનિક લૂક આપે છે. દીપીકા અને આલિયા ઘણીવાર આઇબ્રોનો આવો શેપ અપનાવી ચુકી છે. જે તેમના પર ઘણા સારા લાગે છે. આ સિવાય પાતળી આઇબ્રો કરતાં ઝાડી ઘેરી આઇબ્રો પણ સારી લાગે છે. જો તમારી આઇબ્રો ઘાટી ન હોય તો તમે મેકઅપ ટ્રીકથી તેને જાડી અને ઘેરી બનાવી શકો છો.

મેકઅપમાં હાઇલાઇટરનો ઉપયોગ

image source

આમ તો કેટલાક લોકો એવું કહેતા હોય છે કે મેકઅપમાં હાઇલાઇટરનો ઉપયોગ કરવાથી મેકઅપ થોડો હેવી થઈ જાય છે પણ જો હાઇલાઇટરને થોડો અંકુશીત રીતે વાપરવામાં આવે અથવા તો યોગ્ય રીતે વાપરવામાં આવે તો મેકઅપ ભભકાદાર નથી બનતો પણ એલિગન્ટ લાગે છે. જો તમે તમારા સંપુર્ણ ચહેરા પર હાઇલાઇટરનો ઉપયોગ કરવા ન માગતા હોવ તો તમે તેને તમારા ચીકબોન્સ, તમારું કપાળ, તમારું નાક અને તમારા જડબા પર કરી શખો છો. તે તમારા ચહેરાને એક ચોક્કસ આકાર આપશે અને તેનામાં ફિચર્સ ઉમેરશે આમ કરવાથી તમારો ચહેરો અનોખો અને સુંદર લાગશે.

શીમરી મેઅકપ

image source

શીમરી એટલે ચમકતો મેકઅપ. જો કે આ મેકઅપમાં તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે તે વધારે પડતું ન થઈ જાય. આ મેકઅપમાં તમારે ગ્લિટર્સનો ઉપયોગ કરવાનો હોય છે. બજારમાં ઘણા પ્રકારના ગ્લિટર્સ ઉપલબ્ધ છે. પણ તમે જ્યારે ગ્લિટર્સનો ઉપયોગ કરો ત્યારે તમારે એ ભાગ પર ગ્લિટર્સક લગાવવાના છે જે તમારા ચહેરાને ઉભારે અને સુંદર બનાવે.

image source

મેકઅપના દરેક સામાન તે પછી લીપસ્ટીક હોય, આઇશેડો હોય, હાઇલાઇટર્સ હોય, આઇલાઇનર હોય બધા માં તમને ગ્લિટર્સ મળી જશે. ગ્લીટર્સનો ઉપયોગ કરીને તમે તમારી ઉઁમર તો ઓછી દર્શાવી જ શકો છો પણ સાથે સાથે તમારી એક હળવી બાજુપણ બતાવી શકો છો. તમને નિયમિત જોનારા તમારા આ લુકથી હેપીલી સર્પ્રાઇઝ થઈ જશે. જો કે તે વધારે પડતું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ