ગુજરાતી એટલે ગુજરાતી બાકી ક્યાંય પાછળ ના રહે.. શું ફોટો પડ્યા છે બેબીના… ગજબ..

આજે અમે તમને જે મિત્રની બેબીના ફોટો બતાવા જઈ રહ્યા છે એ મિત્ર છે તો ભારતીય પણ હાલ અમેરિકામાં રહે છે. ગુજરાતમાં તેઓ ભાવનગર પાસેના એક ગામના રેહવાસી છે. તેમનું નામ ધારા હેરી મનિયા છે. ભાવનગરમાં BCA ભણેલા હતા, તેમના લગ્ન સુરતમાં થયેલા છે ત્યારબાદ આગળ અભ્યાસાર્થે તેઓ તેમના પતિ સાથે અમેરિકા ગયા હતા અને હવે ત્યાજ સ્થાયી થયેલા છે, તેમની બેબીનું નામ રાહી છે. રાહી હાલ 11 મહિનાની છે. તેમની દીકરીના ફોટો જોઇને તમે પણ જાણી જશો કે ખરેખર આપણા ભારતીય અને એમાય પાછા ગુજરાતી જ્યાં જાય ત્યાં નાનકડું ગુજરાત વસાવી લે…

પેલા મહાન કવિએ કહ્યું છે ને કે,

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત”

હવે થોડી વાત તેમની બેબીના ફોટોની..

આ ફોટો તેમની દીકરી 3 મહિનાની હતી ત્યારનો છે. ફોટો માટે તેમણે નાના નાના બેબી ડક જે રમકડામાં આવે છે એનો ઉપયોગ કરેલો છે.

આ ફોટો તેમની દીકરી 4 મહિનાની હતી ત્યારનો છે. ફોટો માટે તેમણે ગુલાબના ફૂલોનો ઉપયોગ કરેલો છે. રાહી તો એન્જલ જેવી લાગી રહી છે આમાં..

આ ફોટો તેમની દીકરી 5 મહિનાની હતી ત્યારનો છે. ફોટો માટે તેમણે અલગ અલગ ફ્રુટનો ઉપયોગ કરેલો છે. મને લાગે છે રાહીને ફ્રુટ ખુબ પસંદ છે.

આ ફોટો તેમની દીકરી 6 મહિનાની હતી ત્યારનો છે. ફોટો માટે તેમણે જન્માષ્ટમીના તેહવાર પર ફૂલોનો ઉપયોગ કરેલો છે.

આ ફોટો તેમની દીકરી 7 મહિનાની હતી ત્યારનો છે. ફોટો માટે તેમણે પોતાની બેબીને નાનકડી જલપરી બનાવી છે.

આ ફોટો તેમની દીકરી 8 મહિનાની હતી ત્યારનો છે. ફોટો માટે તેમણે હેલોવીન તહેવારને ધ્યાનમાં રાખીને પમ્કીનનો ઉપયોગ કરેલો છે.

આ ફોટો તેમની દીકરી 9 મહિનાની હતી ત્યારનો છે. ફોટો માટે તેમણે નાના નાના સ્ટારનો ઉપયોગ કરેલો છે. વાહ તારાઓ પાસે મોકલી દીધી રાહીને તો..

આ ફોટો તેમની દીકરી 10 મહિનાની હતી ત્યારનો છે. ફોટો માટે તેમણે ક્રિસમસ તહેવારને ધ્યાનમાં રાખીને સજાવટ માટે ઉપયોગમાં આવે એવી વસ્તુનો ઉપયોગ કરેલો છે.

આ ફોટો તેમની દીકરી 11 મહિનાની છે અત્યારનો જ છે. ફોટો માટે તેમણે ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને પતંગનો ઉપયોગ કરેલો છે.

રાહી નિયમિત સ્પાની મુલાકાત પણ લે છે.

ભવિષ્યમાં તે એક સારી કુક પણ સાબિત થશે.

કેટલી ક્યુટ ગોકળગાય છે ને?

ભવિષ્યમાં નાસામાં પણ જોડાવાના ચાન્સીસ છે.

ઈંડામાંથી બહાર આવતી રાહી

love u papa

બીચ એન્જોય કરી રહેલી રાહી

નવરાત્રીમાં ગરબે ઘૂમતી રાહી

રાહી બાસ્કેટબોલ ચેમ્પિયન

દિવાળી સેલિબ્રેશન

સતત ન્યુઝમાં રહે છે આ ઢીંગલી

કોઈ બેબી મોડેલથી કમ નથી હો..

દશેરાનો તહેવાર ઉજવતી રાહી

ફાધર્સ ડે સ્પેસીઅલ ફોટો

સ્પોર્ટ્સ પર્સન છે

હાથીનું ઓશીકું બનાવીને આરામ કરી રહેલી નાનકડી રાહી

મધર્સ ડે સ્પેસીઅલ ફોટો

2018ને વેલકમ કરી રહેલી રાહી

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

ફોટો માટે આભાર : ધારા મનિયા

તમને કેવા લાગ્યા આ ફોટો મિત્રો અમને કોમેન્ટમાં અચૂક જણાવજો.

ટીપ્પણી