અસલી તાજમહેલ ભલે આગ્રામાં હોય, પણ એ સિવાય આ જગ્યાઓએ પણ છે તાજમહેલ જેવી ઇમારતો, જોઇ લો તસવીરોમાં સુંદર નજારો

ભારતનો તાજમહેલ તો વિશ્વ આખામાં પ્રસિદ્ધ છે. વિશ્વભરનાં પ્રવાસીઓ ભારતમાં ફરવા આવે તો આગ્રાના આ તાજમહેલની મુલાકાત તો અવશ્ય લે જ છે. એટલું જ નહીં પણ ભારતની આ ઐતિહાસિક ઇમારત આગળ ઉભા રહીને જિંદગીભરનું સંભારણું બની જાય તેવા ફોટા પણ અચૂક પડાવે છે. પરંતુ તમને એ જાણીને નવાઇ લાગશે કે વિશ્વભરમાં ફક્ત આગ્રાનો તાજમહેલ એક જ નથી પરંતુ એ સિવાય પણ વિશ્વના અમુક સ્થાનોએ હૂબહૂ તાજમહેલની પ્રતિકૃતિ જેવી ઇમારતો આવેલી છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે તેની મુલાકાત લઈએ.

બીબીનો મકબરો, ઔરંગાબાદ

image source

મહારાષ્ટ્રના શહેર ઔરંગાબાદમાં બીબી ના મકબરાથી ઓળખાતી એક ઇમારત હૂબહૂ તાજમહેલની નકલ છે. આકાર અને પ્રકારમાં ભલે તે અસલી તાજમહેલ સાથે મેળ ન ખાય પરંતુ તેને જોઈને તાજમહેલની સુંદરતાનો અંદાજ લગાવી શકાય છે. બહુ ઓછા ક્ષેત્રફળમાં બનેલી આ ઇમારતને જોવા માટે પણ પર્યટકો આવે છે અને આ ઇમારતને છોટા તાજમહેલથી પણ ઓળખાવે છે. એવું મનાય છે કે આ મકબરાને શાહજહાંના પર પૌત્ર એટલે કે ઔરંગઝેબના દીકરા આઝમ શાહએ પોતાની માતા દિલસાર માટે આ ઇમારત બનાવડાવી હતી.

તાજ અરેબિયા, દુબઇ

image source

દુબઇમાં સ્થિત તાજમહેલ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રસિદ્ધ છે. દુબઈમાં તાજ અરેબિયા નામથી બનાવવામાં આવેલી આ ઇમારત ઘણી સુંદર છે. આ ઇમારતને બનાવવા માટે અરબો ડોલર ખર્ચ કરવામાં આવ્યા હતા. તેની સુંદરતાને કારણે લોકો તેને ક્રાઉન ઓફ અરેબિયા પણ કહે છે.

ચીનનો તાજમહેલ

image source

ચીનમાં અનેક ઇમારતો એવી આવેલી છે જે નોંધનીય છે. તમને જણાવી દઈએ કે ચીનનાં એક પાર્કમાં તાજમહેલ જેવી જ ઇમારત રેપ્લિકા બનાવવામાં આવી છે. આ ઇમારતમાં પણ તાજમહેલની આછી ઝલક જોવા મળે છે.

બાંગ્લાદેશનો તાજમહેલ

image soucre

ભારત સાથે જોડાયેલા બાંગ્લાદેશમાં પણ તાજમહેલ બનેલો છે. તેને ફિલ્મ ડાયરેક્ટર અસનુલ્લા દ્વારા બનાવવામાં આવ્યો હતો. અસલમાં ડાયરેક્ટર અસનુલ્લા ભારતમાં ભારત ફરવા માટે આવ્યા હતા અને તેઓ ભારતના તાજમહેલને જોઈ ભારે પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેણે પણ પોતાના દેશમાં તાજમહેલ બનાવી નાખ્યો. જો કે આ ઇમારત બનાવવા માટે તેને અંદાજીત 5 વર્ષનો સમય લાગ્યો હતો. જે તે સમયે બાંગ્લાદેશના ભારતીય દુતાવાસે આ બાબતે આપત્તિ પણ જાહેર કરી હતી.

દિલ્હીનો તાજમહેલ

image source

દિલ્હી સાથે સરાય કાલે ખાં માં બનેલ વેસ્ટ ટુ વન્ડર પાર્ક માં આ તાજમહેલ સ્થિત છે. આગ્રાના તાજમહેલની કિંમત આજના સમયમાં કદાચ અરબો રૂપિયા ગણાય પરંતુ દિલ્હીના આ તાજમહેલની ખાસિયત એ છે કે તે ભંગારની ચીજવસ્તુઓ દ્વારા બનાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે ભંગારને બેકાર સમજીને ફેંકી દેવામાં આવતો હોય છે ત્યારે એ ભંગાર દ્વારા પણ આવી કલાકૃતિ બનાવી શકાય તેનો આ અદભુત નમૂનો છે.