જાણો અસિત મોદીએ ગુસ્સામાં શું કહી દીધુ દયાને…

તારક મહેતા ઉલટા ચશ્માની દયા બેન ઉર્ફ દિશા વાકાણી હજી પણ સિરિયલમાં પરત ફરવા માટે આનાકાની કરી રહ્યા છે તો હવે અસીત કુમાર મોદી પણ તેમને હવે પાછા લાવવા માટે કોઈ સલાહ સુચન કરી રહ્યા નથી.

image source

“તારક મહેતા કા ઉલટા ચશ્મા” આ સબ ટીવી પર આવતો ફેમીલી કોમેડી શો લગભગ છેલ્લા ૧૦વર્ષથી દર્શકોને હસાવી રહ્યો છે. ઉપરાંત આ શોએ પોતાનું સ્થાન ટોપ ૧૦ માં પણ જાળવી રાખ્યું છે.

image source

” તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની મુખ્ય અભિનેત્રી તરીકે જોવાતી દિશા વાકાણી ઉર્ફ દયા બેનને આ શોમાં વ્યવસ્થિત કામ ના છેલ્લા બે વર્ષ કરતા વધુ સમય થઈ ચૂક્યો છે. તેમછતાં ” તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ને વધુ કોઈ ફરક પડ્યો નથી. આ શો એ દર્શાવે છે કે કોઈ એક કલાકાર કરતા શો વધુ મોટો હોઈ છે.

image source

દયા બેનનો ચાહક વર્ગ ફરીથી તેઓને નાના પડદે જોવા ઈચ્છે છે. હા આ વર્ષે નવરાત્રીના એક એપિસોડમાં તેને જેઠાલાલ સાથે વિડિયો કોલમાં વાત કરી છે તેવો કેમિયો કરવામાં આવ્યો હતો. પણ ત્યારબાદ અને આવા અમુક ભાગો અવારનવાર આવતા હોવાથી ચોક્કસ કહી શકાતું નથી કે દિશા વાકાણીએ ખરેખરમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છોડી દીધો છે કે નહીં ?

image source

દિશા વાકાણી ઉર્ફ દયા બેનના રિયલ લાઈફમાં મેરેજ પછી ગર્ભવતી હોવાના કારણે શો છોડી દીધો હતો. ત્યારપછી દિશા તેની પુત્રી ખૂબ નાની હોવાથી તે સેટ પર આવીને કામ કરતા અચકાતી હતી. પ્રોડક્શન હાઉસે જ્યારે ફરી શૂટિંગ શરૂ કરવા સંપર્ક કર્યો તો દિશાએ ફક્ત બે કલાક કરવાનું કહ્યું. આમ કહ્યું તે પાછળ તેને પોતાની દીકરીની સારી રીતે દેખભાળ રાખી શકે તેવું જણાવ્યું.

image source

એક અફવા મુજબ જાણવા મળ્યું છે કે દિશાના પતિ મયુર પંડ્યા દિશાના નિર્ણયમાં દખલગીરી કરી છે. છેલ્લા દોઢ વર્ષથી દિશાને “તારક મહેતા કા ઉલટા ચશ્મા” શો ફરીથી શરૂ કરી દેવાની સલાહ આપતા અસિત કુમાર મોદી પણ હવે હતાશ થઈ ગયા છે. તેઓ ઈચ્છે કે દિશા પહેલા જેમ ટીમ સાથે જોડાય અને શૂટિંગ માટે વધુ સમય ફાળવે.

image source

પણ દિશા વાકાણી માટે આ વસ્તુ હમણાં શક્ય નથી. અને અસિત કુમારને દિશાની શરતો મંજુર નથી. મળતી માહિતી મુજબ હવે અસિત કુમાર મોદીએ દિશા વાકાણી ઉર્ફ દયા બેનની શોમાં પરત ફરવાની આશા છોડી દીધી છે.

image source

કારણકે ” તારક મહેતા કા ઉલટા ચશ્માં” દયા બેન વગર પણ દર્શકોને હસાવી રહ્યો છે ને એમ પણ શોમાં કોઈ ક્યારે આવે ક્યારે જાય પણ ‘શો મસ્ટ બી ગો ઓન’ ને સાર્થક કરતા આ શો આગળ વધી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ