જલ્સા કરોને જેંતીલાલ

ઝૂમ કરીને જોઇ લો આ તસવીર, અને વાંચી લો ઐશ્વર્યાના મોબાઈલ કવરની પાછળ લખ્યું છે કંઈક એવુ કે…જાણીને લાગશે ઝાટકો

ઐશ્વર્યાના મોબાઈલ કવરની પાછળ લખ્યું છે કંઈક આવું – ઝૂમ કરીને જોશો તો ચોંકી ઉઠશો

image source

ઐશ્વર્યા રાય ભલે ઘણી ઓછી ફીલ્મો કરતી હોય, અને જાહેરમાં ઓછી દેખાતી હોય પણ આજે પણ તેના ફેન્સ કરોડોની સંખ્યામાં છે. તેનું સૌંદર્ય આજે પણ અકબંધ છે આજે પણ તેની દુનિયાની સુંદર સ્ત્રીઓમાં ગણના થાય છે. પોતાની કેરીયેરની ટોચ પર તેણે અમિતાભ બચ્ચનના પ્રતિભાવાન દીકરા અમિતાભ બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા. આજે તેમને એક સુંદર દીકરી પણ છે અને તેણી પોતાની કેરીયર તેમજ ઘર વચ્ચે સારું બેલેન્સ જાળવી રહી છે.

ઓફિશિયલી તો તે સોશિયલ મિડિયા પર છે કે નહીં તેની કોઈ જાણકારી નથી પણ તેના નામના ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પેજ પરથી તેની લેટેસ્ટ તસ્વીરો અવારનવાર શેર કરવામાં આવે છે જે કદાચ તેણીની ટીમ હેન્ડલ કરતી હશે.

image source

તમને ખ્યાલ જ હશે કે દીપીકા કે પ્રિયંકાના હોલીવૂડમાં પહોંચ્યા પહેલા ઐશ્વર્યા હોલીવૂડની ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકી છે અને માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વ ભરમાં તે લાખોનું ફેન ફોલોઇંગ ધરાવે છે. આજે ઐશ્વર્યા કશું ન કરે તો પણ બેઠા બેઠા લાખોની કમાણી કરી રહી છે. ચોક્કસ તેણીએ પણ અન્ય સ્ટાર્સની જેમ આ મુકામ પર પહોંચવા માટે ઘણા બધા પડકારોનો સામનો કર્યો હશે.

ઐશ્વર્યાએ પોતાની ફિલ્મી કેરીયરમાં 50 કરતાં વધુ ફીલ્મો કરી છે. ઐશ્વર્યાની પ્રોફેશનલ તેમજ પર્સનલ લાઇફ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. ખાસ કરીને તેનું સલમાન ખાન સાથેનું અફેર ભારે ચર્ચામાં રહ્યું હતું. પણ આજે તે બધું જ પાછળ મૂકીને સુખી સંસાર જીવી રહી છે. અને હાલ તેની પ્રાથમીકતા તેની દીકરી આરાધ્યા સિવાય બીજું કોઈ જ નથી માટે તેણી ફીલ્મો પણ ખૂબ ઓછી કરી રહી છે અને કોઈ પણ ઇવેન્ટમાં તે પોતાની દીકરીને સાથે જ રાખે છે તે પછી કાન્સ ફીલ્મ ફેસ્ટીવલ હોય કે પછી ઇન્ટરનેશનલ ફેશન વીક હોય.

image source

આ દરમિયાન ઐશ્વર્યાની અગણિત તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થતી રહે છે. ક્યારેક તેના પરિવાર સાથે ક્યારેક દીકરી સાથે તો ક્યારેક તેની એકલીની તસ્વીરો. અને આ તસ્વીરો દ્વારા હંમેશા ફેન્સને તેના અંગત જીવનમાં ડોકીયું કરવાનો મોકો મળી જાય છે. સ્ટાર્સને ખાસ કરીને એરપોર્ટ પર વધારે ક્લીક કરવામાં આવે છે. અને આ દરમિયાન તેમના વસ્ત્રો તેમનો લૂક, તેમની એસેસરીઝ અરે તેમના મોબાઈલ પર પણ બારીક નજર નાખવામાં આવે છે.

થોડા સમય પહેલાં ઐશ્વર્યા પોતાની દીકરી સાથે બેંગલુરુ જઈ રહી હતી અને તે વખતે તેણીની તસ્વીર પાપારાઝીઓ દ્વારા પાડવામાં આવી હતી. અને લોકો તેણીએ હાથમાં પકડેલા મોબાઈલને વારંવાર ઝૂમ કરીને જોતા હતા. તેણીના મોબાઈલના કવરની પાછળની બાજુએ કેપીટલ લેટરમાં ARB લખવામાં આવ્યું હતું. જે તેના સંપૂર્ણ નામનું શોર્ટ ફોમ છે એટલે કે ઐશ્વર્યા રાય બચ્ચન.

image source

સેલેબ્રીટીઝની એસેસરીઝ તેમના વિષે ઘણું બધું કહી જાય છે. ખાસ કરીને તેમના મોબાઈલ કવર. થોડા સમય પહેલાં કરીના કપૂરનો મોબાઈલ સ્પોટ કરવામાં આવ્યો હતો જેમાં તેણીએ પોતાના મોબાઈલ કવર પર લખાવ્યું હતું, ‘વર્કિંગ ફ્રોમ નાઇન ટુ વાઇન’ તો વળી થોડા સમય પહેલાં આલિયા ભટ્ટના મોબાઈલનો હોમ સ્ક્રીન સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો જેમાં તેણીનો અને રનબીરનો ફોટો હતો.

image source

ઐશ્વર્યાના ARB વિષે ઘણા લોકોએ કમેન્ટ કરી હતી કેટલાકે લખ્યું હતું કે ARB ની જગ્યાએ AAA પણ તેણી લખાવી શકી હોત. જે ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યાના ઇનિશિયલ્સ છે. જો કે ફેન્સ તો પોતાને મન થાય તેવી કમેન્ટ્સ કરી લેતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version