ઐશ્વર્યાની આ વાતને લઇને જયા બચ્ચન થયા હતા જબરા ગુસ્સે, અને કહી દીધું હતુ કંઇક એવું કે…

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ છે. વર્ષ 2007માં ઐશ્વર્યા રાયે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના દીકરા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. એવામાં જ્યારે સાસુ વહુની જોડીની વાત હોય તો ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનની ચર્ચા જરૂર થાય છે. કહેવામાં આવે છે કે જયાં બચ્ચન પોતાની વહુ ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને ખૂબ જ પઝેસિવ છે. જયા બચ્ચનને હંમેશા ઐશ્વર્યા રાય બચ્ચનના વખાણ કરતા જ જોવામાં આવી છે. એકવાર તો જયા બચ્ચન ઐશ્વર્યા રાય બચ્ચન માટે ખૂબ જ ખરાબ રીતે ભડકી ગઈ હતી.

image source

આ આખો કિસ્સો વર્ષ 2013નો છે. એ સમયે જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન સુભાષ ઘાઈની પાર્ટીમાં પહોંચ્યા હતા. પાર્ટીમાંથી નીકળતી વખતે અમુક ફોટોગ્રાફ્સ બંનેના ફોટા પાડવા માંગતા હતા. કેમેરામેન ઐશ્વર્યા રાય બચ્ચનને એમના નામની બૂમ પાડી ફોટો માટે રિકવેસ્ટ કરવા લાગ્યા. અમુક તો ઐશ્વર્યા રાય બચ્ચનને એશ કહેવા લાગ્યા હતા.

image source

એટલું સાંભળતા જ સાસુ માઁ જયા બચ્ચન ફોટોગ્રાફ્સ પરइ ભડકી ગઈ હતી. એમને કહ્યું હતું કે “એશ શુ હોય? એ કઈ તમારી સ્કૂલ ફ્રેન્ડ છે? એમને એ પણ કહ્યું હતું કે તમારે લોકોએ થોડી ઈજ્જત કરતા શીખવું જોઈએ. તમે ઐશ્વર્યા મેમ ન બોલી શકો?

image source

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્ન પહેલા જયા બચ્ચન કરણ જોહરના ટોક શોમાં ગઈ હતી. જયા બચ્ચનને પૂછવામાં આવ્યું કે બચ્ચન પરિવારમાં ઐશ્વર્યા રાય કેવી રીતે ફિટ થઈ? એમને કહ્યું કે “એ પ્યારી છે. હું એને ખૂબ જ પ્રેમ કરું છું. મને એની ક્વોલિટી પસંદ છે કે જ્યાં એ બધાની પાછળ ઉભો રહે છે. એની એક બીજી સુંદર વાત એ છે કે એ પરિવારમાં સારી રીતે ફિટ થઈ ગઈ. એ જાણે છે કે અમારા મિત્રો કોણ છે”

image source

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પહેલી મુલાકાત વર્ષ 2000માં આવેલી ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમના સેટ પર થઈ હતી. એ સમયે ઐશ્વર્યા રાય બીજા કોઈને ડેટ કરી રહી હતી અને અભિષેક એમના બસ એક સારા મિત્ર હતા. ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યા પછી વર્ષ 2006 થી 2007 સુધી એમની મુલાકાતો વધવા લાગી. કહેવામાં આવે છે કે ફિલ્મ ગુરુના શુટીંગ દરમિયાન જ બંને એકબીજાની નજીક આવ્યા અને ઐશ્વર્યા રાયના સ્વભાવે અભિષેક બચ્ચનને આકર્ષિત કર્યા

image source

.બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનના દીકરા અભિષેક બચ્ચનના લગ્ન વર્ષ 2007માં થયા હતા અને આ બંનેને એક દીકરી જેનું નામ આરાધ્યા છે અને એનો જન્મ વર્ષ 2011માં થયો હતો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!