કોરોનાએ તો ભારે કરી, મોક્ષ માટે પણ લોકોને લાઈનમાં ઉભા રાખી દીધા, અસ્થિ વિસર્જન માટે પણ વેઇટિંગ

આ કોરોના આપણને જેટલું નવું ન દેખાડે એટલું ઓછું, કારણ કે આપણે છેલ્લા એક વર્ષમાં લગભગ ઘણી નવી નવી વાતો જોઈ અને જે કામને આપણે સદીઓથી બંધ નહોતી કરી એ પણ કરવી પડી હતી. પછી ભલે એ લગ્ન હોય દિવાળી હોય કે પછી ગુજરાતીઓની પ્રિય નવરાત્રિ કેમ ન હોય. ત્યારે હવે એક એવો જ નવો વિચાર જોવા મળી રહ્યો છે.

કારણ કે તમે અત્યારસુધી તો રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ અને હોસ્પિટલમાં દાખલ થવામાં લાંબું વેઈટિંગ હતું, પરંતુ હવે તો સ્થિતિ એવી વણસી ગઈ છે કે સ્મશાનો અને કબ્રસ્તાનોમાં મૃતકોની અંતિમવિધિ માટે પણ લાંબી ને લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે. આટલું ઓછું હોય તેમ, મૃતદેહના અંતિમસંસ્કાર બાદ અસ્થિ વિસર્જન માટે મોક્ષ તીર્થ ગણાતા ચાણોદમાં પણ લાંબું લચક વેઈટિંગ જોવા મળી રહ્યું છે.

એક માન્યતા પ્રમાણે ચાણોદ નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતે મૃતકોના અસ્થિ વિસર્જનનો વિશેષ મહિમા છે, ત્યારે સંગમ લઈ જવા માટે ચાણોદમાં બોટ ખૂટી પડી હોવાનું સામે આવ્યું છે. આ કારણે સંગમ જવા મૃતકોનાં સ્વજનોની મલ્હારઘાટે લાંબી લાઈનો લાગી છે. પ્રતિદિન કોરોનામાં મોતનો સાચો આંકડો ભલે તંત્ર છુપાવી રહ્યું હોય, પરંતુ સ્મશાનો અને કબ્રસ્તાનોમાં જે દૃશ્યો જોવા મળે છે એ ખોટું નહીં બોલે અને આપણે જોઈ શકીએ છીએ કે અંતિમવિધિ માટે મૃતકોની કતારો સત્યની ગવાહી આપે છે.

આ સાથે જ એક બીજી માહિતી પણ સામે આવી રહી છે કે જીવલેણ બનેલા કોરોનામાં મૃત્યુ પામેલાના અસ્થિ વિસર્જન માટે આખા ગુજરાતમાંથી સ્વજનોની ભીડ હવે વડોદરા જિલ્લાના ચાણોદ મોક્ષ તીર્થ ખાતે ઊમટી પડી છે. ત્યાં નર્મદા નદીની સાથે ઓરસંગના ત્રિવેણી સંગમમાં અસ્થિ વિસર્જન માટે બોટમાં જવું પડે એવી સ્થિતિ છે. જો સામાન્ય દિવસોની વાત કરવામાં આવે તો જ્યારથી કોરોના શરૂ થયો છે ત્યારથી અહીં અસ્થિ વિસર્જન માટે સ્વજનોની ભારે ભીડ જોવા મળી રહી છે અને જેને લઈને ચાણોદમાં પણ કોરોના સંક્રમણ ફેલાવા બાબતે ભયંકર ચિંતા વધી રહી છે. જો તેની આખી પ્રોસેસ વિશે વાત કરીએ તો અસ્થિ વિસર્જન કરવા માટે આવી રહેલાં સ્વજનો દ્વારા સ્થાનિક પંડિતો પાસે અસ્થિની પૂજા વિધિ કરાવવામાં આવે છે. ત્યાર બાદ ત્રિવેણી સંગમ ખાતે બોટમાં બેસીને અસ્થિ વિસર્જન કરવા જાય છે.

જો કે હાલમાં માહોલ જ એવો છે કે કોરોનાના કારણે મૃત્યુદર વધવાને પગલે લોકોનો ધસારો રહેતાં અસ્થિની પૂજા માટે સ્વજનોને વેઇટિંગમાં ઊભાં રહેવું પડે છે. તેમજ જો વાત કરીએ તો સ્થાનિક પંડિત વિષ્ણુ મહારાજે આ સમગ્ર બાબતે લોકોને માહિતી આપી હતી કે સામાન્ય દિવસોમાં અસ્થિ વિસર્જન માટે આવતાં સ્વજનોને અસ્થિની પૂજા માટે રાહ જોવી પડે એવું ન હતું.

એક અસ્થિપૂજનની વિધિમાં લગભગ અડધો કલાક જ જાય છે, પરંતુ કોરોનામાં મૃત્યુઆકમાં થયેલા વધારાને કારણે અસ્થિ વિસર્જન માટે આવતાં સ્વજનોનો ધસારો રહેવાથી સ્વજનોને અસ્થિપૂજન અને વિસર્જન માટે રાહ જોવી પડે છે. એ જ રીતે ચાંણોદમાં અસ્થિ વિસર્જન માટે વડોદરાથી આવેલા હિતેશભાઈ ભાવસારે જણાવ્યું હતું કે અમારા એક સગાનું કોરોનામાં મૃત્યુ થયા બાદ અસ્થિ વિસર્જન માટે અમે ચાણોદ આવ્યા છીએ, પરંતુ અસ્થિની પૂજા માટે પંડિતો પાસે વેઇટિંગ હોવાને કારણે ચાર કલાક રાહ જોવી પડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!