શું ‘આશ્રમ 2’ વેબ સિરિઝ પર લાગશે બેન? કરણીસેનાએ પ્રકાશ ઝાને નોટિસ ફટકારીને નોંધવ્યો ઉગ્ર વિરોધ, જાણો સમગ્ર મામલા વિશે

બોબિ દેઓલની આશ્રમ સીરિઝને લઈને ફરી વિવાદ સામે આવ્યો છે. અક્ષય કુમારની ફિલ્મનું નામ ‘લક્ષ્મી બોમ્બ’થી બદલીને ‘લક્ષ્મી’ કરાવ્યા બાદ હવે કરણી સેનાએ ‘આશ્રમ’ વેબ સીરિઝ સામે પણ વાંધો ઉઠાવ્યો છે.

આશ્રમ વેબ સીરિઝ થોડા દિવસ પહેલાં રિલીઝ થઈ હતી. જેમાં બોબી દેઓલ મુખ્ય પાત્રમાં જોવા મળ્યાં હતાં. લોકોએ આ વેબ સીરિઝને ખૂબ પસંદ કરી. એમએક્સ પ્લેયર પર આ વેબ સીરિઝ ફ્રીમાં સ્ટ્રીમ થઈ હતી.

વેબ સિરીઝ ‘આશ્રમ ચેપ્ટર 2 ધ ડાર્ક સાઈડ’ પર શરૂ થયેલો વિવાદ હજી પણ શાંત થવાનું નામ લેતો નથી. કરણી સેનાએ પ્રકાશ ઝાને લીગલ નોટિસ આપી હતી. આટલું જ નહીં, કરણી સેનાએ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. ત્યાર બાદ પ્રકાશ ઝાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ તેમની ડિમાન્ડ પર જજમેન્ટ આપનાર કોણ? પહેલી સીઝન 40 કરોડથી વધુ લોકોએ જોઈ હતી. તેમને લાગે છે કે આ વાત દર્શકો જ નક્કી કરશે કે સિરીઝથી નેગેટિવિટી ફેલાય છે કે પોઝિટિવિટી?

વેબ સીરિઝનો આક્રમણ રીતે વિરોધ

નોંધનિય છે કે થોડા દિવસ પહેલાં જ ટ્વિટર પર ‘#Arrest_Prakash_Jha’ ટ્રેન્ડ થયું હતું. આજે ટ્વિટર પર ‘we support karni sena’ તથા ‘#शर्म_करो_प्रकाश_झा’ જેવાં હેશટૅગ ટ્રેન્ડ થયાં હતાં અને ‘આશ્રમ -2’ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી. કરણી સેનાએ આ વેબ સીરિઝમાં હિન્દૂ સંસ્કૃતિને ખોટી રીતે પ્રસ્તૃત કર્યાનો આરોપ લગાવ્યો છે. અને એવું પણ કહ્યું છે કે, આ વેબ સીરિઝ નવી પેઢી માટે આશ્રમનું ખોટું ઉદાહરણ પૂરું પાડે છે. કરણી સેનાએ પ્રકાશ ઝાની આ વેબ સીરિઝનો આક્રમણ રીતે વિરોધ નોંધાવ્યો છે.

હિન્દૂઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે

કરણી સેનાએ નોટિસ ફટકારી છે તેમા નોટિસમાં લખ્યું છે કે, ‘ધ ડાર્ક સાઈડ’ વેબ સીરિઝ હિન્દૂઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. આ સાથે જ હિન્દૂઓની નકારાત્મક છબી રજૂ થતી હોવાનો પણ આરોપ છે. વેબ સીરિઝમાં જે રીતે હિન્દૂઓની પ્રાચીન પરંપરાઓ, રીતિ રિવાજો અને સંસ્કૃતિને બતાવી છે તે લોકોના વિચારો પર ખોટી અસર પાડી શકે છે. બસ આ જ તમામ બાબતોનો કરણી સેનાએ વિરોધ ઉઠાવ્યો છે. સાથે જ નોટિસમાં લખ્યું છે કે આ તમામ બાબતો આશ્રમ વેબ સીરિઝના પહેલાં ભાગમાં પણ હતી અને આ બીજી સીરિઝમાં પણ આજ વસ્તુઓનો ઉલ્લેખ થયો છે. આ બધાથી લોકો ભ્રમિત થઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ