ઐશ્વર્યા કે કરીના નહિ, પણ આ અભિનેત્રી પહેલી વાર આવી હતી લકસની જાહેરાતમાં, જાણો કોણ હતી

બૉલીવુડ અભિનેત્રીઓ ફિલ્મોમાં પોતાની સુંદરતા અનવ અભિનયથી લોકોને દીવાના બનાવી દે છે. બોલીવુડની ઘણી બધી અભિનેત્રીઓ જાહેરાતમાં પણ જોવા મળે છે. એમાંથી ઘણી એવી પણ છે જે ખાસ કરીને લક્સ સાબુની જાહેરાતમાં દેખાઈ ચુકી છે. જો કે શું તમે એ અભિનેત્રીનું નામ જાણો છો જે સૌથી પહેલા લકસની જાહેરાતમાં દેખાઈ હતી? તો ચાલો તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય અને કરીના કપૂર કરતા પહેલા કઈ અભિનેત્રીએ કર્યું હતું આ જાહેરાતમાં કામ.

image source

એ હતી હિન્દી સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ કહેવાતી કંગન ફિલ્મની જાણીતી અભિનેત્રી લીલા ચિટનિસ, લીલા પહેલી ભારતીય અભિનેત્રી હતી જેમને વર્ષ 1941માં લક્સ સાબુની જાહેરાતમાં કામ કર્યું હતું. એમને મહારાષ્ટ્રની પહેલી ગ્રેજ્યુએટ સોસાયટી લેડી પણ કહેવામાં આવતું હતું.

image source

લીલા ચિટનિસ આજની જાણીતી અભિનેત્રી કાજોલની પરનાની છે. લીલાના લગ્ન પછી ચાર બાળકો હતા પણ એ પોતાના પતિથી અલગ થઈ ગઈ હતી. એમને એક સ્કૂલમાં ભણાવવાનું શરૂ કર્યું. બાળકોને ભણાવવાની સાથે સાથે એ ઘણા નાટકોમાં કામ કરવા લાગી હતી. એ જ નાટકોમાં અભિનયના કારણે એક ફિલ્મમાં એમને કામ કરવાનો મોકો મળી ગયો હતો. એ પછી એમની કિસ્મત ચમકી ગઈ અને ફિલ્મ જેન્ટલમેન ડાકુમાં પોતાનો અભિનય સાબિત કરવાનો મોકો મળ્યો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં એ છોકરાના કપડામાં દેખાઈ હતી. વર્ષ 1936માં ફિલ્મ છાયાથી એમને ઓળખ મળી હતી.

image source

લીલાના અભિનયને ઘણું જ પસંદ કરવામાં આવ્યો હતો અમે પછી એમને અશોક કુમાર સાથે ફિલ્મ કંગનમાં કામ કરવાનો મોકો મળ્યો. આ ફિલ્મને હિન્દી સિનેમાની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ કહેવામાં આવે છે. આ ફિલ્મની સાથે સાથે અશોક કુમાર અને લીલા ચિટનિસની જોડી પણ ઘણી જ હિટ થઈ હી. લીલા અને અશોક કુમારે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આગળ જતાં એમને માતાના પાત્રો પણ ઘણા મળ્યા. એ ફિલ્મ શહીદમાં પહેલી વાર દિલીપ કુમારની માતાના પાત્રમાં દેખાઈ. તો રાજકપુરની ફિલ્મમાં પણ એમને માતાનું પાત્ર ભજવ્યું હતું.

image source

લીલા ચિટનિસે દમદાર અભિનય તો કર્યો જ સાથે સાથે વર્ષ 1955માં ફિલ્મ આજ કી બાતનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું. એ છેલ્લી વાર વર્ષ 1987માં દિલ તુઝકો દિયા ફિલ્મમાં દેખાઈ હતી. એ પછી એમને ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું અને દીકરાની સાથે અમેરિકામાં રહેવા લાગી. 93 વર્ષની ઉંમરમાં લીલા હંમેશા માટે આ દુનિયા છોડીને ચાલી ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!