એટમ બોમ્બ બનાવવામાં વિશ્વસ્તરની આ ઐતિહાસિક થિયરીનો થયો હતો ઉપયોગ, શું તમે જાણો છો આ થિયરી વિશે

ગણિત અને વિજ્ઞાનના ઇતિહાસમાં E=mc2 એક બહુ લોકપ્રિય અને ચર્ચિત ઈકવેશન છે. 27 સપ્ટેમ્બર 1905 ના દિવસે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અલબર્ટ આઈન્સ્ટાઈનનું રિસર્ચ પેપર ” શું કોઈ યુનિટની ઘનતા તેના ઉર્જા કન્ટેન્ટ પર આધાર રાખે છે ? ” તે સમયના નામી વિજ્ઞાન મેગેઝીન ” એનાલેન દે ફિઝિક ” માં પ્રકાશિત થયું હતું. રિસર્ચ પેપરના સાથે જ ઉપરોક્ત સૂત્રનું ઉદઘાટન થયું જેમાં ઉર્જા અને દ્રવ્યમાનના સંબંધને સમજાવવામાં આવ્યા છે. તે સમયનું આ સૂત્ર એક ઇતિહાસ જ બની ગયું.

કપડાં, ફિલ્મો અને પોસ્ટરો સહિત અનેક જગ્યાઓએ આ સૂત્ર દેખાય છે. બ્રહ્માંડમાં અનેક પદાર્થોની ગતિ સાથે જોડાયેલા આ સૂત્રને વિશેષ સાપેક્ષતાના સિદ્ધાંતો તરીકે સ્વીકારવામાં આવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે વિશ્વના સૌથી વધુ અસરકારક અને આશ્ચર્યજનક આવિષ્કાર એવા ” એટમ બૉમ્બ ” ની રચના પણ આ સૂત્રની મદદથી થઈ છે. તો ચાલીએ આજે તેના વિશે થોડું જાણીએ.

શું છે E=mc2 નો અર્થ ?

image source

E=mc2 સૂત્રમાં E નો અર્થ ઉર્જા થાય છે જે કોઈ પણ પદાર્થમાં હોય છે. અને m નો અર્થ દ્રવ્યમાન અને c નો અર્થ પ્રકાશની ગતિ થાય છે. આ સૂત્રનો અર્થ એ થાય કે કોઈપણ પદાર્થના કુલ દ્રવ્યમાનને જો પ્રકાશની ગતિના વર્ગ સાથે ગુણી દેવામાં આવે તો તે પદાર્થની કુલ ઉર્જા કેટલી છે તે જાણી શકાય. અલબર્ટ આઈન્સ્ટાઈને આ સૂત્ર તરીકે એ થિયરી આપી હતી કે ઉર્જાને દ્રવ્યમાન અને દ્રવ્યમાનને ઉર્જામાં બદલી શકાય છે.

image source

જો કે આ સૂત્ર અંગે તે સમયે એ સવાલ પણ ઉભો થયો કે દ્રવ્યમાનમાંથી કેટલી ઉર્જા રૂપાંતર થશે અને થશે કે નહીં તેમાં પણ શંકા દર્શાવવામાં આવ્યો. ત્યારે અલબર્ટ આઈન્સ્ટાઈન પોતે જ પોતાની થિયરી સાબિત નહોતા કરી શક્યા પરંતુ બાદમાં સમયની સાથે સાથે આ થિયરી પર શોધ અને પ્રયોગ થતા રહ્યા અને 21 મી સદીમાં વૈજ્ઞાનિકોએ આ સૂત્ર સિદ્ધ હોવાનો દાવો કર્યો.

image source

અલબર્ટ આઈન્સ્ટાઈનએ આ થિયરી આપ્યાનાં 113 વર્ષ બાદ ફ્રેન્ચ, જર્મન અને હંગરિના વૈજ્ઞાનિકોએ વર્ષ 2018 માં પ્રયોગો દરમિયાન ઉપરોક્ત E=mc2 સૂત્ર પ્રમાણિક હોવાની વાત જણાવી હતી. પરંતુ આ સૂત્ર પ્રમાણિક સાબિત થાય એ પહેલાં જ તેનો ઉપયોગ અનેક આવિષ્કારોમાં થઈ ચૂક્યો હતો.

image source

અલબર્ટ આઈન્સ્ટાઈનની આ થિયરી જ્યારે ચર્ચિત થવા લાગી તેના થોડા સમય બાદ જ અમેરિકાના ન્યુક્લિયર પાવર સ્ટેશનોમાં આ થિયરીને અમલમાં લાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા. રીએક્ટરો અંદર સબએટોમિક કણો એટલે કે ન્યુટ્રોન્સ સાથે યુરેનિયમના પરમાણુના સંઘટક સંબંધી પ્રયોગો શરૂ થયા. અણુઓના વિખંડન વાળા આ પ્રયોગ દ્વારા નોંધપાત્ર ઉર્જા રિલીઝ થવાનું ખુલ્યું. અને અંતે એટમ બૉમ્બ બનાવવામાં પણ આ સૂત્રએ ભાગ ભજવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ