હિંગનો છે અનોખો ઇતિહાસ, જેની આ અમુક વાતોથી તમે હશો એકદમ અજાણ

મસાલામાં હિંગ જ એવી છે, જે બધાના કિચનની શાન છે.

image source

હિંગનું વૈજ્ઞાનિક નામ ‘ફેરૂલા એસાફોર્ઈટીડા’ છે. આ એકલિંગ, કેટલાક વર્ષ ચાલવાવાળી ઝાડી છે. હિંગનો છોડ ૨ મીટર સુધી ઊંચો અને ૩૦ થી ૪૦ સેન્ટીમીટર મોટા પાંદડાઓથી ઘેરાયેલો હોઈ શકે છે.

આ હિંગના છોડનો ફૂલવાળો ભાગ ૮ થી ૧૦ ફૂટ સુધી ઊંચા અને ૧૦ સેન્ટીમીટર સુધી જાડા હોઈ શકે છે. આ છોડ પર લીલાપીળા ફૂલ થાય છે. આ હિંગના છોડના થડના ભાગમાં મુખ્યત્વે રેજિન ગમ થાય છે અને હિંગના છોડના મૂળ પણ જાડા અને માંસલ હોય છે. થડની જેમ જ તેમાંથી રેજિન નીકળે છે. હિંગના છોડના બધા ભાગમાંથી એક ખાસ તીખી ગંધ આવે છે.

image source

હિંગને મરાઠી અને હિન્દીમાં હીંગ, બંગાળીમાં હિનૂ, કન્નડમાં ઈંગું, તેલુગુ માં ઇનગુઆ અને તમિલમાં પેરુણાકાયમના નામથી જાણવામાં આવે છે.

ફેરુલાની કેટલીક પ્રજાતિઓ મૂળ ઈરાનના મરૂસ્થલ અને અફઘાનિસ્તાનના પહાડોમાં મળે છે અને એવા જ હળતામળતા ભારતીય વિસ્તારોમાં પણ હિંગની ખેતી કરવામાં આવે છે. ફેરુલાની અનેક પ્રજાતિઓ પૂર્વી મૈડીટેરિયન થી મધ્ય એશિયા સુધી મળે છે.

image source

હિંગની પ્રજાતિઓમાં ફેરુલા એસાફોર્ઈટીડા, ફેરૂલા એલિએસિયા, ફેરુલા ફોર્ઈટીડા અને ફેરુલા નારથેકસ મુખ્ય છે, જે મધ્ય એશિયા, ઈરાન થી અફઘાનિસ્તાન સુધી મળે છે.

હીંગ ફેરુલાની કેટલીક જાતિયોના મુસળા મૂળ તંત્ર કે રાઈજોમ થી નીકળવા વાળા સૂકા લેટૈકસ એટલે કે ઓલિયોરેજિન ગુંદર છે. નામ મુજબ, ફેરુલા એસાફોર્ઈટીડાની તીખી ગંધ હોય છે, પરંતુ શાકમાં નાખવાથી સુગંધ આવે છે.

image source

એક પારંપરિક એસાફોર્ઈટીડામાં ૪૦ થી ૬૦ ફીસદી રેજિન, ૨૫ ફીસદી અંદરની ગુંદર, ૧૦ થી ૧૭ ફીસદી બાષ્પશીલ તેલ અને ૧.૫ થી ૧૦ ફીસદી સુધી રાખ હોય છે. આના રેજિન ભાગમાં અનેક મહત્વપૂર્ણ કેમિકલ મળી આવે છે.

image source

ઝાડીદાર છોડના મૂળને સૂકવીને થોડું ઉપર થડની પાસેથી છોડને કાપી નાખે છે. એટલા માટે થડમાં મૂળ પાસે કાપ લગાવે છે. એમાંથી ઘાટો રસ નીકળે છે. આના નીકળવાવાળા દૂધ જેવા દ્રવ્યને ભેગું કરે છે. તે ભાગને વાસણથી ઢાંકી દે છે, જેથી તેને ધૂળમાટીથી બચાવી શકાય. આ તરત જ કડક બની જાય છે.

તાજું રેજિન સફેદ હોય છે, જે પહેલા ગુલાબી અને છેલ્લે લાલ ભૂરા રંગનું થઈ જાય છે. કેટલાક દિવસ પછી રસને ખોતરી લેવાય છે. આ પ્રકારથી ત્રણ મહિના સુધી થોડા થોડા અંતરે થડને કાપતા રહે છે અને ગુંદરના સ્વરૂપમાં રસ ઉતારતા રહે છે.

image source

સામાન્ય રીતે એક છોડથી ૨૫૦ થી ૩૦૦ ગ્રામ હીંગ મળી જાય છે. કાબુલી હીંગ કે ખુરાસાની હીંગ સારી માનવામાં આવી છે. આ અફઘાનિસ્તાન થી આવે છે. પંજાબ અને કાશ્મીરની દેશી હીંગ સારી ક્વોલિટીની હોતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ