શાહી પનીર – આજે તમારા રસોડે જ બનાવો આ ટેસ્ટી સબ્જી…

શાહી પાનીર

પંજાબી સબ્જી બનાવીએ અને પનીર ના હોય તો કઈક અધૂરુજ લગે છે. અને પંજાબી બહાર બધી જ હોટેલો માં સરડતા થી મડી રે ચ્હે છે. પરંતુ જે મજા અને ટેસ્ટ અને હવે તો ટેસ્ટ સાથે જો હેલ્લ્થ નું પણ ધ્યાન રાખતા હોય તો. પાંજબી ઘરે જ બનાવવું જોઈએ. તો આજે હું લઈ ને આવી છું એવિ જ એક પંજાબી સબ્જી જેમાં બહાર ની કોઈ જ વાસ્તુ નો ઉપયોગ નથી કરેલો. કે જે છે શાહી પનીર. જેના માટે નું પનીર પણ ઘરે જ બનનાવેલું છે. જીરા પનીર. કે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તમારી પાસે જો પાનીર બનવાનો સમય ના હોય તો તમે સાદું પનીર પણ વાપરી સ્કૂ છો. આ રેસિપિ ખૂબ જ સરળ એનને જડપી બનતી પંજાબી સબ્જી છે. જે કુલ્ચા જોડે કુબ્બ જ સરસ લાગે છે. તેની રેસિપિ પણ આગડ મૂકેલી છે.

સામગ્રી:

 • 100 ગ્રામ પનીર,
 • 2 નંગ મરચા,
 • 2-3 નંગ ડુંગડી,
 • 2-3 નંગ ટામેટાં,
 • ½ આદૂ,
 • 3-4 કડી લસણ,
 • 8-10 નંગ કાજુ,
 • ½ કપ દૂધ,
 • 2-3 ચમચી પાંજાંબી મસાલો,
 • મસાલા માટે..
 • નમક, મરચું પાઉડ, ગરમ મસાલો.
 • ગાર્નિસિંગ માટે..
 • લીંબુ, કોથમરી, ડુંગડી અને ટામેટું.

રીત:

સૌપ્રથમ અપડે ટમેટા, ડુંગડી, આદું, લસણ અને મરચાં ને ધોઈ અને છીણીલો ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લો.

હવે એક પેનમાં તેલ ગરમ કરી ડુંગડી, ટામેટાં, મરચાં, આદું, અને લસણ ને સાતડી લઈસુ. જેથી તેના બધા જ ફ્લેવર ગ્રેવી માં આવી જાય

હવે તેને મિક્ષ્ચર માં કરી લાઈસુ. તેને એકી સાથે પણ કૃશ કરી સકાય અને વારાફરતી પન્ન કૃશ કરી સકો છો.

હવે અપડે લાઈસુ પનીર. આમાં મે જીરા ફ્લેવર નું હોમ-મેડ પનીર લીધું છે. તમે તે ઘરે પણ બનાવી સકો તેમજ રેડી પણ લઈ સકો છો.

હવે પાછું બીજું પેન્ ગરમ મૂકી તેમાં પેહલા તેલ ગરમ મૂકીસુ તેલ ગરમ થઈ જાય એટલે પનીર ઉમેરી તેને તડી લાઈસુ. ધીમા તાપ એ પનીર ને તાડવા જેથી તે કાચા ના રહે એને લાઇટ-બ્રાઉન થાઈ આટલા તડી લાઈસુ. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લેવા

હવે અપડે બનાવીસું ગ્રેવી. જેના માટે પેહલા એક બાઉલ લઈ.તેમાં અડધો કપ જેટલું દૂધ ઉમેરીસું. ત્યાર બાદ તેમાં પંજાબી શાક નો મસાલો ઉમેરીસું. જો તે ના ઉમેરવો હોય તો ગરમ મસાલો મરચું પાઉડર ઉમેરવા. હવે તેમાં ઉમેરીસું 10 ક નંગ જેટલા કાજુ. જો કાજુ ના ભાવતા હોય તો તેને અવોઈડ પણ કરી સકો છો.

હવે આ બધુ ઉમેરી તેને મિક્સ કરી લો અને પાંચ થી દસ મિનિટ સુધી પડ્યું રેહવા ડો

હવે પેન ગરમ કરી તેમાં તેલ ગરમ કરીસું ત્યાર બાદ તેમાં કૃશ કરેલા ડુંગડી, ટામેટાં, મરચાં, લસણ, અને આદું ઊમેરો અને આ ગ્રેવી ને પ્રોપર ઉકડવા દો. હવે તેમાં મસાલા ની ગ્રેવી બનાવી તે ઉમેરી ને ઉકડવા દો.

 

હવે આ ગ્રેવી ઉકડી જાય એટલે તેમાં ટાડેલા પનીર ઉમેરો. અને મીકસ કરી દો.

તો તૈયાર છે પંજાબી શાક શાહી પનીર. જેને એક બાઉલ માં કાઢી તેને ડુંગડી, ટમેટું, કોથમરી અને લીંબુ વડે ગરર્નિશ કરી સેર્વ કરો.

નોંધ

ગ્રેવી બ્નવવામાં પાણી નો ઉપયોગ પણ કરી સ્કાય છે. પરંતુ દૂધ ઉમેરવાથી તેમાં જે મસાલા ઉમેર્યા હોય તે ગરમ હોય છે તો દૂધ થી બેલેન્સ થાઈ જસે.

રસોઈની રાણી : મેઘના સચદેવ

દરરોજ અવનવી વાનગી શીખવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી