જલ્સા કરોને જેંતીલાલ

કેન્દ્રીય શિક્ષણ મંત્રીની દીકરી હવે કરશે બોલિવૂડમાં એન્ટ્રી, જોઇ લો શેર કરેલી તસવીરો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશંકની પુત્રી આરુષિ નિશંક થોડા સમયમાં એક બોલિવૂડ ફિલ્મમાં ડેબ્યૂ કરવાની છે, જેની માહિતી તેણે પોતે જ આપી હતી. મહત્વનું છે કે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં કેન્દ્રીય કેબિનેટ શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકની પુત્રી આરુષિએ તેની ડેબ્યૂ ફિલ્મનો ફર્સ્ટ લુક 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.

image soucre

આરુષિ નિશંક બોલિવૂડ ટૂંક સમયમાં જ પદાર્પણ કરવા જઈ રહી છે, તે તારિણી નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ નૌકાદળના તે છ નૌસેના અધિકારીઓની વાર્તા છે જેમણે એક જહાજમાં સમુદ્ર દ્વારા વિશ્વનો પ્રવાસ કર્યો હતો.

તેમની હિંમતને કારણે આજે આ 6 મહિલાઓના નામ ઇતિહાસમાં નોંધાયા છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે બહાર પાડવામાં આવ્યું હતું.

સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે આરુષિ

આરુષિ નિશંકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. મહત્વનું છે કે, આરુષિ નિશંકની એક સોશિયલ એક્ટિવિસ્ટ તરીકેની પણ સારી ઓળખ છે. આરુષિને ગંગા બચાવો અભિયાન માટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે. હવે તે જલ્દીથી જ સિલ્વર સ્ક્રીન પર પગ મૂકવા જઈ રહી છે

કોરોનાના સમય દરમિયાન પણ આરુષિ લોકોને સતત જાગૃત કરતી રહી છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઇંગ પણ છે, આરૂષિ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને રોજ તેના ફોટા શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર 13 હજારથી વધુ લોકો આરૂષિને પણ ફોલો કરે છે.

ભારતીય નૌકાદળની ૬ મહિલા સાહસિકોની ગાથા વર્ણવે છે ફિલ્મ તારિણી

વર્ષ 2020 માટે Earth Day નું આયોજન કરતી સંસ્થા, Earth Day Network દ્વારા આરૂષિ નિશંકની પણ પસંદગી કરવામાં આવી હતી. તારિણી જહાજના મહિલા અધિકારીઓ પ્રતિભા જામવાલ, વરતિકા જોશી, પી. સ્વાતિ, એસ.વિજય, ઐશ્વર્યા અને પાયલ ગુપ્તા પર આ ફિલ્મ બનાવવામાં આવી રહ્યા છે.

19 સપ્ટેમ્બર, 2017 ના રોજ ભારતીય નૌકાદળના આઈએનએસવી તારિણી જહાજ દ્વારા વિશ્વની યાત્રા કરી હતી. તેઓ 19 મે 2018 ના રોજ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ અને દક્ષિણ આફ્રિકા થઈને ગોવા પરત પહોંચી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version